________________
- ૮૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
() પરિગ્રહ સંગ્રહ વૃત્તિ) તેમજ સ્ત્રીકર્મ(સ્ત્રી સહવાસ)નો ત્યાગ કરે. (૭) ઔદેશિક વગેરે એષણા દોષોનો ત્યાગ કરે. (૮) રસાયણ-ભસ્મોનું સેવન, શબ્દાદિમાં આસક્તિ, અંગ-ઉપાંગોનું ધોવું, માલિશ, શય્યાતર પિંડ, અષ્ટાપદ, શતરંજ આદિ ખેલ, હસ્તકર્મ, પગરખાં, છત્ર આદિનો ત્યાગ કરે. (૯) મુનિ ગૃહસ્થના કાર્યો, અને તેનો પ્રત્યુપકાર તથા જ્યોતિષ પ્રશ્નોત્તર ન કરે તેમજ અન્ય પરસ્પરની ક્રિયાનો પણ ત્યાગ કરે. (૧૦) લીલી વનસ્પતિ તેમજ અન્ય ત્રસ જીવ યુક્ત કે સચેત પૃથ્વી પર મળ-મૂત્ર ન કરે તેમજ ત્યાં પાણી આદિથી શરીરની શુદ્ધિ પણ ન કરે. (૧૧) મુનિ ગૃહસ્થના વસ્ત્ર, પાત્ર, પલંગ વગેરેનો ઉપયોગ ન કરે, તેમજ યશ, કીર્તિ, શ્લાઘા, વંદન, પૂજન વગેરે ઇચ્છાઓનો ત્યાગ કરે. (૧૨) અસત્ય તેમજ મિશ્રભાષા તથા મર્મકારી, કર્કશ વગેરે અમનોજ્ઞ ભાષાનો સર્વથા ત્યાગ કરે. (૧૩) કુશલ આચરણવાળાનો સંસર્ગ ન કરવો, અકારણ ગૃહસ્થના ઘરમાં ન બેસવું તેમજ મનગમતા પદાર્થોમાં આસક્ત ન બનવું. (૧૪) મુનિ અનુકૂળ કે પ્રતિકૂળ કષ્ટ ઉપસર્ગોમાં આસક્તિ કે દ્વેષ ન કરતાં, માન, માયા, તેમજ અભિમાનનો ત્યાગ કરી, મોક્ષ પ્રાપ્તિની સાધના કરે.
દશમા અધ્યયનનો સારાંશ
(૧) તીર્થકર ભાષિત સંયમ ધર્મને પ્રાપ્ત કરી ભિક્ષુ, સમસ્ત પ્રાણીઓની રક્ષા કરતાં સંયમ યોગ્ય ક્ષેત્રોમાં અપ્રતિજ્ઞ થઈને તેમજ સરળ બનીને વિચરણ કરે; સંગ્રહ વૃત્તિ ન કરે તથા સમસ્ત રાગ-બંધનોથી મુક્ત બની ઇન્દ્રિય વિષયોથી સદા દૂર રહે. (૨) સંસારના સમસ્ત પ્રાણીઓ જુદા-જુદા પાપોમાં જોડાયેલ છે. ઘણા સાધુઓ પણ પાપ કરતા હોય છે, પરંતુ સમાધિ અને આત્મશાંતિની ઇચ્છા રાખનાર ભિક્ષુ સ્થિરાત્મા થઈ હિંસા આદિ પાપોથી અળગા જ રહે અને બધાં પ્રાણીને પોતાના આત્મા સમાન જુએ. (૩) મુનિ સમજી વિચારીને, હિંસા આદિની પ્રેરણા ન થાય તેવી ભાષા બોલે. (૪) મુનિ આધાકર્મી આહાર-પાણીની, સ્ત્રીની અને પરિગ્રહની ઇચ્છા પણ ન કરે અને તેવું કરનારની સાથે પણ ન રહે. સંયમ સમાધિ માટે જરૂરી થવા પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org