________________
ક ૮ર
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત :
પણ મળતી હોય છે. આવી પ્રવૃત્તિઓ ન કરવાની સલાહ દેવાથી અંતરાય દોષ લાગે છે અને પ્રેરણા દેવાથી હિંસાનો દોષ લાગે છે. તેથી સાધુએ ભાષા તેમજ ભાવોનો વધુમાં વધુ વિવેક રાખવો જોઈએ. (૫) આ પ્રકારે અહિંસાનું પાલન કરનાર એષણાનો તેમજ ભાષાનો વિવેક રાખનાર તથા તપનું આચરણ કરનાર, તેમજ કષાયનો ત્યાગ કરનાર, મહા પ્રજ્ઞાવાન મુનિ મોક્ષમાર્ગની આરાધના કરે છે.
Rબારમા અધ્યયનના સારા (૧) ભૂમંડલમાં ચાર મુખ્ય ધર્મવાદ હોય છે– ૧. ક્રિયાથી મોક્ષ ૨. અકિયા થી મોક્ષ ૩. અજ્ઞાનથી મોક્ષ ૪. વિનય થી મોક્ષ.
આ સર્વે એકાંતવાદ હોવાથી મિથ્યા છે. (૨) વાસ્તવમાં અનાદિથી આચરણમાં ગુંથાઈ ગયેલ પાપના ત્યાગ માટે ધર્મક્રિયા જરૂરી છે. પૂર્ણ આશ્રવ(કર્મ બંધ) રહિત થવા માટે છેલ્લે તો યોગોથી અક્રિય પણ થવું જરૂરી છે. વિનય તો સાધનાનો પ્રાણભૂત આવશ્યક ગુણ છે, તેથી આ ત્રણેય સાપેક્ષ છે. અજ્ઞાનવાદ તો “આંધળાનો નાવિક આંધળો' એ ઉક્તિને ચરિતાર્થ કરવા સમાન છે. (૩) કેટલાક તો અષ્ટાંગ નિમિત્તનું અધ્યયન કરી લોકોને ભવિષ્ય બતાવે છે. આ નિમિત્તોની આગાહી ઘણીવાર સાચી પડે છે તો ઘણીવાર ખોટી પણ પડે છે, તેથી મુનિ તેનાથી દૂર રહે. (૪) સંસારમાં જીવમાત્ર પોતાના જ કરેલ કર્મોના ઉદયમાં આવવાથી દુઃખી થાય છે, આ કર્મોની શાંતિ પાપકાર્યો કરવાથી થતી નથી પરંતુ સંતોષ ધારણ કરી તેમજ લોક સ્વરૂપ જાણી, જીવોને આત્મવત્ (પોતાના જેવા જ) સમજી, હિંસા અને પરિગ્રહનો ત્યાગ કરવો એજ શાંતિદાયક છે. (૫) જે આત્મ સ્વરૂપને સમજી લે છે, સાથે-સાથે લોકઅલોક, ગતિ આગતિને, શાશ્વત-અશાશ્વત તત્ત્વોને, આશ્રવ-સંવર તત્ત્વને, દુઃખ અને નિર્જરાના સ્વરૂપ ને સમજી લે છે, તે જ મોક્ષમાર્ગનું અન્યને કથન કરી શકે છે. (૬) શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શમાં આસક્તિ કે દ્વેષભાવનો ત્યાગ કરનાર સંસાર ચક્રથી છૂટી જાય છે.
તેરમા અધ્યયનનો સારાંશ (૧) સદાચરણવાળાને શાંતિ અને અસદાચરણવાળાને અશાંતિ પ્રાપ્ત થાય છે. (૨) સંયમ ધારણ કરીને પણ ઘણા સાધક અનુશાસકથી વિપરીત બુદ્ધિ રાખે છે
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org