________________
આ ઉપદેશ શાસ્ત્રઃ આચારાંગ સૂત્ર સારાંશ
પાટા પર આચરાગ સૂત્ર સારા ---
@૦
૯
૩
(૩) તેઓ ઠંડીથી ડરતા નહીં અને કયારેક મકાનની બહાર આવીને પણ ઠંડી સહન કરતા. (૪) પ્રભુએ એક વર્ષ અને એક માસ વીતી ગયા પછી ઈદ્ર આપેલા વસ્ત્રનો ત્યાગ કરીને, તેને વોસિરાવી દીધું હતું. (૫) સંયમ અંગીકાર કર્યા પહેલાં પણ ભગવાને બે વર્ષ સુધી સચેત પાણીનો ત્યાગ આદિ નિયમો ધારણ કર્યા હતા. () પ્રભુ મહાવીર એકાગ્ર દષ્ટિથી ચાલતા, કયારેય આમ-તેમ નજર ન કરતાં અને ચળ આવતાં શરીરને ખંજવાળતા નહીં. દ્વિતીય ઉદ્દેશક - (૧) પ્રભુ મહાવીરે છઘસ્થ કાળ દરમ્યાન અનેક પ્રકારના સ્થાનોમાં નિવાસ કર્યો હતો. જેમ કે- ધર્મશાળા,સભાસ્થળ, પરબ, દુકાન, ખંડેર, પર્ણકુટીર(ઝૂંપડી), ઉદ્યાન, વિશ્રામગૃહ, ગામ, નગર, સ્મશાનગૃહ, શૂન્યગૃહ, વૃક્ષ નીચે ઇત્યાદિ. (ર) ભગવાન કયારેય પણ સૂતા ન હતા, નિદ્રા લેતા ન હતા, પ્રમાદની સંભાવના જાણતા તો હલન-ચલન કરીને તેને દૂર કરતા. (૩) જીવ-જંતુઓ સંબંધી અને કોટવાળ આદિ રક્ષકો સંબંધી અનેક કષ્ટો પ્રભુએ સહન કર્યા. (૪) દેવ આદિના અનુકૂળ કે પ્રતિકૂળ ભયાનક કષ્ટોમાં પણ પ્રભુએ હર્ષ-શોકનો ત્યાગ કરીને તેને સહન કર્યા. તૃતીય ઉદ્દેશકઃ(૧) પ્રભુ મહાવીર થોડા સમય માટે અનાર્ય દેશમાં ગયા. ત્યાં લોકોનો આહારવ્યવહાર અત્યંત રૂક્ષ હતો. (૨) ત્યાં શિકારી કુતરાઓનો ઉપદ્રવ પણ બહુ જ હતો. ત્યાંના લોકો કુતરાઓને બોલાવીને ભગવાન પર છોડતાં અને તેમને કરડાવતાં, પરંતુ પ્રભુએ કયારેય તેનાથી બચવાની જરા પણ કોશિશ ન કરી. (૩) કેટલાય લોકો ભગવાનને ગાળો આપતા, ચીડવતા, પત્થર મારતા, ધૂળ ફેંકતા, પાછળથી ધક્કા મારીને નીચે પાડી દેતા અથવા ઉપાડીને નીચે પટકતાં. (૪) કોઈ લોકો પ્રભુને દંડ, મુઠ્ઠી, ભાલા આદિથી પ્રહાર કરતા અને કયાંક તો પ્રભુ ગામમાં પ્રવેશ કરે એના પહેલાં જ લોકો તેમને કાઢી મૂકતા કે અમારા ગામમાં ન આવો. આવા ભયાનક કષ્ટો ત્યાં(અનાર્ય દેશમાં) પ્રભુએ સહન કર્યા. ચતુર્થ ઉદ્દેશક - (૧) પ્રભુ મહાવીર નિરોગી હોવા છતાં પણ અલ્પ આહાર કરતા હતા. અને રોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org