________________
39 મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
કરવામાં એક પણ શિષ્ય સફળ ન થયો. તેથી નિરાશ થઈ ગર્ગાચાર્ય શિષ્યોને ત્યજી એકલા રહીને સંયમની આરાધના કરવા લાગ્યા અને પરમ શાંતિનો અનુભવ કરતાં સંયમ-તપની આરાધના કરી કલ્યાણ સાધ્યું.
ગળીયો બળદ (માલિકની આજ્ઞાનુસાર ન ચાલનાર) અને ગાડીવાન બંને પરસ્પર દુઃખી થાય છે. તે જ રીતે અવિનીત શિષ્ય અને ગુરુ બંને દુ:ખી થાય છે. તેના માયા, જૂઠ, કલહાદિ પ્રવૃત્તિઓથી સંયમનો નાશ થાય છે. તેથી અશુભ કર્મ અથવા અનાદેય નામકર્મનો તીવ્ર(જોરદાર) ઉદય જાણી એવા સમયમાં યોગ્ય અવસર જાણી એકાકી વિહાર કરી આત્મ કલ્યાણ કરવું જ હિતકર થાય છે.
અવિનીત સાધુ કોઈ ઘમંડી હોય છે, કોઈ દીર્ઘ ક્રોધી હોય છે, કોઈ ભિક્ષાદિ પ્રવૃત્તિમાં આળસુ હોય છે; તો કોઈ વડીલોની શિક્ષા-પ્રેરણા સાંભળવા જ નથી ઇચ્છતા, બલ્કે કુતર્ક કરી સદા પ્રતિકૂળ વર્તન કરે છે. મોક્ષાર્થી મુનિએ આવા કુલક્ષણવાળા સાથીઓનો પણ ત્યાગ કરવો જોઈએ.
અઠ્ઠાવીસમું અધ્યયન : મોક્ષમાર્ગ
(૧) સમ્યગ્ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ રૂપ ધર્મ એ જ મોક્ષમાર્ગ છે; મોક્ષ પ્રાપ્તિનો રાજમાર્ગ છે.
(૨) જીવાદિ નવપદાર્થ અને છ દ્રવ્યોને જાણી સર્વજ્ઞના કથનાનુસાર શ્રદ્ધા કરવી; એ જ સમ્યજ્ઞાન અને સમ્યગ્ દર્શન છે.
(૩) જિનવાણી દ્વારા દેશ વિરતિ કે સર્વવિરતિનું જે સ્વરૂપ પ્રરૂપિત છે, તેને સારી રીતે સમજી શુદ્ધરૂપે પાલન કરવું, તે સમ્યક્ ચારિત્ર છે.
(૪) ઉપવાસ આદિ બાહ્યતપ અને સ્વાધ્યાય આદિ આપ્યંતર તપમાં યથાશક્તિ વૃદ્ધિ કરતા રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. શરીરના મમત્વને દૂર કરી કર્મક્ષય કરવામાં સંપૂર્ણ આત્મશક્તિને કાર્યાન્વિત કરવી. વેદ પાતયામિ જાય સાથયામિ અથવા તે દુ:સ્તું મહાત ના સિદ્ધાંતને આત્મસાત્ કરી તપારાધના કરવી. ધ્યાન પછી અંતિમ તપ ‘વ્યુત્સર્ગ’ છે, એમાં મન, વચન, કાયાના યોગ; કષાય, ગણ-સમૂહ, શરીર તથા આહારનું વ્યુત્સર્જન(ત્યાગ) કરવામાં આવે છે. (૫) જ્ઞાનથી તત્ત્વોને, આશ્રવ-સંવર આદિને જાણવું. દર્શનથી તેના વિષયમાં યથાવત્ શ્રદ્ધા કરવી; ચારિત્રથી નવા કર્મબંધને રોકવા અને તપથી પૂર્વકર્મોનો ક્ષય કરવો; આ પ્રકારે ચારેયના સુમેળપૂર્વક મોક્ષની પરિપૂર્ણ સાધના થાય છે. કોઈપણ એકના અભાવમાં સાધનાની સફળતાનો સંભવ નથી. માટે કર્મક્ષયરૂપ મુક્તિ અર્થે મહર્ષિ ચતુર્વિધ મોક્ષમાર્ગમાં પરાક્રમ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org