________________
ઉપદેશ શાસ્ત્ર : ઉત્તરાધ્યયન સૂત્ર સારાંશ
ઓગણત્રીસમું અધ્યચન : સમ્યક પરાક્રમ
(૧) વૈરાગ્ય ભાવોની વૃદ્ધિ કરીને સંસારથી ઉદાસીન બનવાથી— ૧. ઉત્તમ ધર્મ શ્રદ્ધાની પ્રાપ્તિ થાય છે. ૨. તેથી પુનઃવૈરાગ્ય વૃદ્ધિ થાય છે ૩. તીવ્ર કષાય ભાવોની સમાપ્તિ થાય છે ૪. નવા કર્મબંધની અલ્પતા થાય છે ૫. સમ્યક્ત્વની ઉત્કૃષ્ટ આરાધના કરનારા કોઈ જીવ તે જ ભવમાં તો કોઈ જીવ ત્રીજા ભવમાં મોક્ષ પ્રાપ્ત કરે છે.
(૨) નિવૃત્તિની વૃદ્ધિ અને ત્યાગ વ્રતની વૃદ્ધિ કરવાથી-૧. પદાર્થો પ્રત્યે અનાસક્ત ભાવ પેદા થાય છે. ૨. ઇન્દ્રિયના વિષયોમાં વિરક્ત ભાવ થાય છે.૩. હિંસાદિ પ્રવૃતિઓનો ત્યાગ થાય છે. ૪. સંસારનો અંત અને મોક્ષની ઉપલબ્ધિ થાય છે. (૩) ધર્મ ઉપર શ્રધ્ધા રાખવાથી— ૧. સુખ-સુવિધા પ્રત્યેનો લગાવ ઓછો થઈ જાય છે. ૨. સંયમનો સ્વીકાર કરવામાં આવે છે. ૩. શારીરિક-માનસિક દુઃખોનો વિચ્છેદ થઈ જાય છે અને ૪. બાધા રહિત સુખની પ્રાપ્તિ થાય છે.
36
(૪) ગુરૂ અને સહવર્તી સાધુઓની સેવા કરવાથી—૧. કર્તવ્યનું પાલન થાય છે. ૨. આશાતનાઓથી બચાય છે. ૩. આશાતના ન થવાથી દુર્ગતિનો નિરોધ થાય છે. ૪. તેમના ગુણ, ભક્તિ-બહુમાન કરવાથી સદ્ગતિની પ્રાપ્તિ થાય છે. ૫. વિનયાદિ અનેક ગુણોની ઉપલબ્ધિ થાય છે. ૬. અન્ય જીવોને વિનય સેવાનો આદર્શ ઉપલબ્ધ થાય છે.
(૫) પોતાના દોષોની આલોચના કરવાથી-મોક્ષમાર્ગમાં વિઘ્ન કરનારા અને અનંત સંસારની વૃદ્ધિ કરનારા માયા, નિદાન અને મિથ્યાત્વ રૂપ ત્રણ શલ્યોનો નાશ થાય છે. સરલ ભાવો પ્રાપ્ત થાય છે, સ્ત્રી અને નપુંસક વેદનો બંધ થતો નથી. (૬) આત્મનિંદા કરવાથી-૧. પશ્ચાત્તાપ થઈને વિરક્તિ ભાવોની વૃદ્ધિ થાય છે. ૨. તેનાથી ગુણસ્થાનોની ક્રમશઃ વૃદ્ધિ થઈ મોહનીય કર્મનો ક્ષય થાય છે. (૭) બીજાની સમક્ષ પોતાની ભૂલ પ્રગટ કરવાથી – જીવ પોતાના અનાદર, અસત્કાર જન્ય કર્મોની ઉદ્દીરણા કરે છે અને ક્રમશઃ ઘાતી કર્મોનો ક્ષય થાય છે. (૮) સામાયિક કરવાથી-પાપ પ્રવૃત્તિઓ છૂટી જાય છે. (૯) ચોવીસ તીર્થંકરોની સ્તુતિ કરવાથી-સમ્યક્ત્વની વિશુદ્ધિ થાય છે. ટિપ્પણ ઃ- અહીં કોઈ-કોઈ ભાષાવિદ્ ‘સમ્યક-પરાક્રમ’ માટેના આ પ્રશ્નોત્તરોને સમ્યકત્વ પરાક્રમ કહી દે છે અને લખી દે છે. તેઓને એ ખાસ સમજવાનું છે કે ‘પરાક્રમ’ એ સમ્યક્ અને અસમ્યક એમ બે પ્રકારનું થઈ શકે, તેમાંથી પ્રસ્તુત સમ્યક્ પરાક્રમના બોલોનું ફળ બતાવવામાં આવ્યું છે. પ્રાકૃત શાસ્ત્રમાં સમ્મત્ત શબ્દ અનેક અર્થમાં થાય છે. માટે પ્રસંગાનુકૂલ અને તર્કસંગત અર્થ કરવો યોગ્ય બને છે.
પ્રયુક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org