________________
ઉપદેશ શાસ્ત્ર : ઉત્તરાધ્યયન સૂત્ર સારાંશ
ઉચ્ચારણથી આગળના પદ સ્વતઃ યાદ આવી જાય છે.
(૨૨) સૂત્રોના તત્વોની મનમાં વિચારણા ચિંતવના કરવાથી-૧. કર્મ શિથિલ બને છે, તેની સ્થિતિ ઘટે છે, ઓછા થાય છે, મંદ થાય છે. ૨. કર્મબંધથી અને સંસારથી શીઘ્ર મુક્તિ થાય છે.
(૨૩) ધર્મોપદેશ દેવાથી--- ૧. સાધક પોતાના કર્મોની મહા નિર્જરા કરે છે, ૨. જિનશાસનની પણ ઘણી પ્રભાવના કરે છે, અને તે ૩. આગામી ભવોમાં મહાભાગ્યશાળી થવાના કર્મોનું ઉપાર્જન કરે છે.
૩૯
(૨૪) શ્રુતની સમ્યક આરાધના કરવાથી – ૧. અજ્ઞાનનો નાશ થઈ જાય છે. ૨. તે જ્ઞાની ક્યાંય પણ સંક્લેશ – ચિત્તની અસમાધિને પામતા નથી. (૨૫) મનને એકાગ્ર કરવાથી – ચિત્તની ચંચળતા સમાપ્ત થાય છે.
(૨૬) સંયમ લેવાથી – મુખ્ય આશ્રવ એટલે કર્મ આવવાના રસ્તા બંધ થઈ જાય છે અર્થાત્ હિંસા વગેરે મોટા-મોટા પાપોનો લગભગ પૂર્ણપણે ત્યાગ થઈ જાય છે. (૨૭) વિવિધ (૧૨ પ્રકારની) તપસ્યા કરવાથી – પૂર્વબદ્ધ કર્મ આત્માથી અલગ થઈ જાય છે.
(૨૮) અલ્પકર્મી થઈ જવાથી - તે ક્રમશઃ યોગ નિરોધ અવસ્થાને પ્રાપ્ત કરે છે. પછી ઝડપથી મુક્ત થઈ જાય છે.
૧. જીવ
(૨૯) શાંતિપૂર્વક અર્થાત્ ઉતાવળ, ઉદ્વેગ વિના મન, વચન અને કાયાની પ્રવૃત્તિ કરવાથી અથવા સુખની અપેક્ષાથી રહિત થઈ જવાથી ઉત્સુકતા રહિત અને શાંતિપ્રિય સ્વભાવ તેમજ વ્યવહાર વાળો બને છે. ૨. શાંતિ પૂર્વક પ્રવૃત્તિ કરનારા જ વાસ્તવમાં પ્રાણીઓની પૂર્ણ અનુકંપા રાખી શકે છે. એવો તે અનુકંપા પાલક સાધક, ઉત્સુકતા અને ઉતાવળી પ્રવૃત્તિઓ કરતો નથી. જેથી તે શોક મુક્ત રહે છે અને ૫. ચારિત્ર મોહનીય કર્મોનો વિશેષ રૂપે ક્ષય કરે છે. (૩૦) મન અનાસક્ત થઈ જવાથી – ૧. પ્રાણી બાહ્ય સંસર્ગોથી અને તેનાથી ઉત્પન્ન થનારી પરિણતિઓથી મુક્ત થઈ જાય છે. ૨. એવો સાધક સદા એકત્વભાવમાં જ તલ્લીન બની તેમાં દત્તચિત્ત રહે છે. ૩. અને તે રાત દિવસ (પ્રતિક્ષણ) પ્રતિબંધોથી રહિત થઈને આત્મભાવોમાં રહે છે તેમજ અપ્રમત્ત ભાવોથી યુક્ત રહીને સદા અંતર્મુખી રહે છે.
(૩૧) જનાકુલતાથી અને સ્ત્રી વગેરેથી રહિત એવા એકાંત સ્થાનના સેવનથી -૧. ચારિત્રની રક્ષા થાય છે. ર. એવો ચારિત્ર રક્ષક સાધક પૌષ્ટિક આહારનો ત્યાગ કરે છે. ૩. દૃઢ ચારિત્રવાળો બને છે. ૪. એકત્વમાં જ રમણ કરવાવાળો થાય છે. ૫. અંતઃકરણથી મોક્ષ પથિક બનીને કર્મોની ગ્રંથીને તોડી દે છે. (૩૨) ઈન્દ્રિયો અને મનને વિષયોથી દૂર રાખવાથી— ૧. જીવ નવા-નવા પાપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org