________________
૬૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
| જિ. @ 98ા અદયયનનો સારાશ કિ | પ્રથમ ઉદ્દેશકઃ(૧) જેને આ જન્મ-મરણનાં સ્થાનોનું બધું જ જ્ઞાન સમજાઈ જાય તે અનુપમ જ્ઞાની બની શકે છે અને એ જ મુક્તિ માર્ગનો પ્રરૂપક પણ થઈ શકે છે. (૨) પલાસપત્રથી છવાયેલા પાણીમાંથી કેટલાય અલ્પ સત્વવાળાં પ્રાણીઓ બહાર આવી શક્તા નથી; વૃક્ષો પોતાના સ્થાન પરથી ખસી શક્તા નથી; એવી જ રીતે કેટલાય જીવો સંસારમાં ફસાયેલા રહે છે. કર્મોથી મુક્ત થઈ શકતા નથી. (૩) સંસારમાં કેટલાય જીવો મોટા-મોટા ભયંકર રોગોથી દુઃખી થાય છે. (૪) કર્મોના વિપાક વિચિત્ર છે, તેનાથી જ આ લોકના પ્રાણીઓ જાધ જાદા દુઃખોથી ઘેરાયેલા રહે છે. (૫) આવી અવસ્થા આપણને પ્રાપ્ત ન થાય તે માટે કોઈપણ જીવને અંશમાત્ર પણ દુઃખ ન પહોંચાડવું અને સર્વ પાપોનો હંમેશાં ત્યાગ કરવો જોઈએ. (૬) આવું જાણીને કેટલાય જીવો અનુક્રમે મહામુનિ બની જાય છે. પરિવારના લોકો તેને સંસારમાં ફસાવવા માટે પ્રયત્નો કરે છે, પરંતુ તે તેને શરણભૂત સમજતો નથી અને જ્ઞાનમાં રમણ કરે છે. દ્વિતીય ઉદ્દેશકઃ(૧) ઘણા સાધક આત્માઓ સંયમ સ્વીકાર કર્યા પછી, પરીષહ અને ઉપસર્ગોથી ભયભીત બની જાય છે; વિષય લોલુપ બની જાય છે અને સંયમથી ભ્રષ્ટ થઈ જાય છે, તેમ છતાં અંતરાય કર્મને કારણે ઇચ્છિત ભોગોથી વંચિત રહીને, તેઓ દુઃખી બની જાય છે. (૨) ઘણા સાધક આત્માઓ વૈરાગ્ય તથા જ્ઞાન દ્વારા સંપૂર્ણ આસક્તિ રહિત બની, યત્નાપૂર્વક સંયમ આરાધના કરે છે. આક્રોશ, વધ વગેરેને સમ્યક પ્રકારે સહન કરે છે, તે જ વાસ્તવમાં મુનિ છે. તે જ આત્મા સંસાર પરિભ્રમણથી મુક્ત બને છે. (૩) સંયમ સાધક આત્માઓએ હંમેશાં જિનેશ્વર ભગવાનની આજ્ઞાની આરાધનાને જ પોતાનો ધર્મ સમજીને તેમાં પુરુષાર્થ કરવો જોઈએ. (૪) કેટલાય એકલવિહારી સાધકો પણ જિન આજ્ઞા અનુસાર આચરણ કરતાં શુદ્ધ ગષણાથી જીવન નિર્વાહ કરે છે અને પરીષહ તથા ઉપસર્ગોને ધેર્યથી સહન કરે છે. તે મેધાવી અર્થાત્ તેનું એકલવિહાર બુદ્ધિમતાપૂર્ણ અને પ્રશંસનીય છે. તૃતીય ઉદ્દેશકઃ(૧) સંયમસાધનાની સાથે-સાથે નિર્વસ્ત્ર (અચેલ) અવસ્થામાં રહેનાર મુનિઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org