________________
આ ઉપદેશ શાત્રઃ આચારાંગ સૂત્ર સારાંશ
શુદ્ધ આરાધના કરે છે, તે મહાન નિગ્રંથ છે. (૨) શરીરના મમત્વનો ત્યાગ કરીને, તે અનેક ગુણોથી સંપન્ન થઈ જાય છે. (૩) અસહ્ય ઠંડીથી થરથરતાં જોઈને, કોઈ મુનિને અગ્નિથી તાપવાની પ્રેરણા કરે તો મુનિ મનથી પણ તેની ઇચ્છા ન કરે. ચતુર્થ ઉદ્દેશકઃ(૧) કોઈ મુનિ ત્રણ વસ્ત્ર(ચાદર) રાખવાની વિશેષ પ્રતિજ્ઞા (આઠ માસ સુધી) ધારણ કરે. તે વસ્ત્રોને ધોવે નહિ, જીર્ણ થાય તો નવા વસ્ત્રો લે નહિ પરંતુ જીર્ણને પરઠી દે. બધા જ વસ્ત્રો જીર્ણ થઈ જાય તો નિર્વસ્ત્ર રહે. (ર) ભિક્ષુ કયારેક સ્ત્રી પરીષહથી પરાજિત થઈ જાય તો અંતમાં સ્વયં પોતે જ મૃત્યુનો સ્વીકાર કરી લે પરંતુ બ્રહ્મચર્યવ્રતનો ભંગ ન કરે. વ્રત રક્ષાના હેતુથી તેનું
સ્વતઃ વેહાનસ(ફાંસી) અને વૃદ્ધસ્પષ્ટ(પક્ષીનો ભક્ષણ થઈ) મરણે મરવું તે પણ કલ્યાણકારી છે. પાંચમો ઉદ્દેશકઃ(૧) કોઈ ભિક્ષુ બે વસ્ત્ર ધારણ કરવાની (આઠ માસ સુધી) પ્રતિજ્ઞા કરે; તે વસ્ત્રોને ધોવા વગેરે કાર્યકરે, વસ્ત્રો જીર્ણ થઈ જાય તો તેને પરઠીને નિર્વસ્ત્ર રહે. પરીષહ આદિ આવે તો સમ્યક પ્રકારે સહન કરે. (૨) કોઈ રોગ આવી જાય અને જાતે ગોચરી જવા માટે અસમર્થ હોય તો પણ બીજા પાસેથી (ગૃહસ્થો પાસેથી) ન મંગાવે કે ન એમના પાસેથી લે આહાર સિવાય અન્ય વસ્તુ પણ ન લે. સ્વસ્થ થયા પછી તે સ્વયં ગોચરી જઈને લાવે. (૩) વૈયાવચ્ચ ન કરવા કરાવવા સંબંધી અભિગ્રહ પણ ભિક્ષુ ધારણ કરી શકે છે. આ વૈયાવચ્ચ ભિક્ષુઓ સાથેના પારસ્પરિક વ્યવહાર સંબંધિત હોય છે. રોગાંતક આદિ સમયે પોતે સેવા ન કરાવવી એવો નિર્ણય(અભિગ્રહ) લઈ શકે છે. પરંતુ અન્ય શ્રમણોની રોગાદિ સમયે સેવાનો ત્યાગ ન જ કરી શકાય. (૪) જિનાજ્ઞા અનુસાર અને પોતાની સમાધિ અનુસાર ગ્રહણ કરેલી પ્રતિજ્ઞાઓનું સમ્યક રીતે આરાધન કરે અને મૃત્યુને નજીક સમજીને ભક્ત પ્રત્યાખ્યાન, પંડિત મરણ સ્વીકાર કરે. છઠ્ઠો ઉદ્દેશક :(૧) કોઈ ભિક્ષુ એક વસ્ત્ર (આઠ માસ સુધી) ધારણ કરવાની પ્રતિજ્ઞા કરે અને તે વસ્ત્ર જીર્ણ થયા પછી તેને પરઠીને નિર્વસ્ત્ર રહે. (ર) સાધુ એકલપણામાં હંમેશા એકત્વ ભાવમાં રમણતા કરે. (૩) ભિક્ષુ આહાર પ્રત્યે રસાસ્વાદની વૃત્તિ ન રાખે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org