________________
ઉપદેશ શાસ્ત્રઃ આચારાંગ સૂત્ર સારાંશ
પપ
(૨) આત્મ સ્વરૂપનો જાણકાર જ લોકસ્વરૂપ, કર્મસ્વરૂપ અને ક્રિયાઓના સ્વરૂપનો જાણકાર થઈ શકે. (૩) ક્રિયાઓ; ત્રણ કરણ, ત્રણ યોગ અને ત્રણ કાળના સંયોગથી ૨૭ પ્રકારની બતાવવામાં આવી છે. (૪) કર્મબંધનની કારણભૂત ક્રિયાઓને જીવ આ કારણોથી કરે છે. ૧. જીવન નિર્વાહ કરવા માટે. ૨. યશ, કિર્તિ, પૂજા, પ્રતિષ્ઠા, માન અને સન્માન માટે. ૩. આવેલ આપત્તિ, દુઃખ અથવા રોગનું નિવારણ કરવા માટે. ૫. કેટલાક લોકો મોક્ષ પ્રાપ્તિ માટે અર્થાત્ ધર્મ હેતુથી પણ કર્મબંધની ક્રિયાઓ કરે છે. દ. આ ક્રિયાઓનો ત્યાગ કરનાર જ વાસ્તવમાં મુનિ છે. ઉદ્દેશક ર થી છ સુધી :આછ ઉદ્દેશકોમાં ક્રમશઃ પૃથ્વીકાય આદિ કાયોનું અસ્તિત્વ અને તેની વિરાધનાનું
સ્વરૂપ તેમજ વિરાધનાના ત્યાગની પ્રતિજ્ઞાનું કથન કરવામાં આવ્યું છે. તે સિવાય વિશેષ માહિતી આ પ્રમાણે છે(૧) સાંસારિક પ્રાણી ઉપર જણાવેલ જીવન નિર્વાહ આદિ કારણોથી છ કાય જીવોની આરંભ જનક ક્રિયાઓ કરે છે, જે તેમને માટે અહિતકારી અને અબોધિરૂપ ફળ આપનાર થાય છે. અર્થાત્ સંસારહેતુ અથવા ધર્મહેતુથી પણ આ છ કાયનો વિનાશ કરવાથી સુખને બદલે અહિત અને અબોધિની પ્રાપ્તિ થાય છે; આવું કથન સર્વ (૬) ઉદ્દેશોમાં વારંવાર થયું છે. (૨) એકેન્દ્રિય જીવોના દુઃખને દષ્ટાંત અને ઉપમા આપીને સમજાવવામાં આવ્યું છે. ૧. પ્રજ્ઞાચક્ષુ અને વિકલાંગ વ્યક્તિને મારવાથી ૨. કોઈ વ્યક્તિના અવયવોનું છેદન-ભેદન કરવાથી ૩. કોઈને એક જ પ્રહારમાં મારી દેવાથી તેને દુઃખ થાય છે એવું આપણો આત્મા સ્વીકાર કરે છે. તેવી જ રીતે સ્થાવર જીવોને વેદના તો થાય જ છે પરંતુ તેઓ સ્વયં કોઈ પણ પ્રકારે વ્યક્ત કરી શકતા નથી. (૩) અણગાર હંમેશા સરલ અને માયારહિત સ્વભાવ તથા આચરણવાળા હોય છે. (૪) ભિક્ષુ જે ઉત્સાહ અને લક્ષ્યથી સંયમ ગ્રહણ કરે, એ અનુસાર જીવન પર્યત પાલન કરે. લક્ષ્ય પરિવર્તન અથવા ઉત્સાહ પરિવર્તનરૂપ બધી મુશ્કેલીઓને જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા વિવેકપૂર્વક દૂર કરી, સાધના કરે. (૫) સાધક એકેન્દ્રિય જીવોના અસ્તિત્વની શ્રદ્ધા કરે પરંતુ નિષેધ ન કરે. એનો નિષેધ કરવાથી પોતાના અસ્તિત્વનો નિષેધ થાય છે, જે સ્પષ્ટ સત્ય છે. (૬) બાહ્ય વ્યવહારના અનેક ચેતના લક્ષણ મનુષ્યની જેમ વનસ્પતિમાં પણ જોવા મળે છે, જેમાંથી નવ સમાન ધર્મ પાંચમાં ઉદ્દેશકમાં કહેવામાં આવ્યા છે. (૭) ત્રસ જીવોના શરીર અને અવયવોની અપેક્ષાએ, ૧૮ પદાર્થની પ્રાપ્તિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org