________________
ઉપદેશ શાસ્ત્ર ઃ આચારાંગ સૂત્ર સારાંશ
(૭) રાગ-દ્વેષ ન કરતાં અને લોકસંજ્ઞા (સાંસારિક રુચિ)નો ત્યાગ કરતાં, સંયમમાં પુરુષાર્થ કરવો જોઈએ.
દ્વિતીય ઉદ્દેશકઃ
(૧) પરમધર્મને સમજીને સમ્યક્ દૃષ્ટિ જીવ અથવા સમત્ત્વદર્શી સાધક પાપ કર્મોનું ઉપાર્જન કરતાં નથી.
(૨) કામભોગોમાં આસક્ત જીવ કર્મ સંગ્રહ કરી સંસારમાં ભ્રમણ કરે છે. (૩) કર્મ વિપાકના જાણકાર મુનિ (સાધક આત્માઓ) પાપકર્મ કરતા નથી. (૪) સાંસારિક પ્રાણીઓ સુખ માટે જે પુરુષાર્થ કરે છે તે ચાળણીમાં પાણી ભરવાના પુરુષાર્થ સમાન છે.
че
(૫) મુનિ ભૌતિક સુખ અને સ્ત્રીઓથી વિરક્ત રહે.
(૬) મુનિ ક્રોધ આદિ કષાયોનો અને આશ્રવોનો ત્યાગ કરે. મનુષ્યભવરૂપી અવસર પ્રાપ્ત કરી હિંસાનો સર્વથા ત્યાગ કરે.
તૃતીય ઉદ્દેશક ઃ
:
(૧) બીજાની શરમને કારણે પાપ કર્મ ન કરવામાં ભાવ સંયમ નથી પરંતુ પરમજ્ઞાની સાધક કર્મસિદ્ધાંત અને ભગવાનની આજ્ઞાને સમજીને કયારે ય પણ પ્રમાદ ન કરે, વૈરાગ્યભાવ દ્વારા ઉદાસીનવૃત્તિ પૂર્વક અહિંસક બને.
(૨) તત્ત્વો પર શુદ્ધ શ્રદ્ધા રાખીને, કર્મ ક્ષય કરવા તત્પર રહે.
(૩) હાસ્ય અને હર્ષ-શોકનો સર્વથા ત્યાગ કરીને ગંભીર બને.
(૪) આત્મ નિગ્રહ કરવાથી અને આત્માને જ સાચો મિત્ર સમજીને તપ-સંયમમાં પુરુષાર્થ કરવાથી દુઃખરૂપ સંસારનો પાર પામી શકાય છે.
(૫) જ્ઞાની સાધક કયારે ય પણ માન, પૂજા, સત્કારની ઇચ્છા ન રાખે અને દુઃખના ડુંગરો તૂટી પડવા છતાં ય પ્રસન્નચિત્ત રહે.
ચતુર્થ ઉદ્દેશક ઃ
(૧) સર્વજ્ઞ ભગવાનનું કથન છે કે ચારે ય કષાયોનું વમન કરી દેવું જોઈએ. (૨) પ્રમાદીને સર્વત્ર ભય રહે છે. અપ્રમાદી જ નિર્ભય રહી શકે છે.
(૩) સાંસારિક પ્રાણીઓના દુઃખોનો અનુભવ કરીને વીરપુરુષ હંમેશા સંયમ માર્ગમાં આગળ વધે છે.
(૪) એક-એક પાપનો કે અવગુણનો સર્વથા ત્યાગ કરનાર સાધક એક દિવસ પૂર્ણ ત્યાગી બની શકે છે.
(૫) ક્રોધાદિ કષાય, રાગ, દ્વેષ અને મોહનો ત્યાગ કરવો એ જ વાસ્તવમાં ગર્ભ, જન્મ, નરક અને તિર્યંચના દુઃખોનો ત્યાગ કરવાનો ઉપાય છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org