________________
2
ઉપદેશ શાસ્ત્રઃ ઉત્તરાધ્યયન સૂત્ર સારાંશ
વગેરે પ્રવૃત્તિઓથી મુક્ત થઈ જાય છે. ૪. તથા તેમને સંયમ, સંવર અને સમાધિની વિશિષ્ટ પ્રકારની પ્રાપ્તિ થાય છે. (૪૦) આજીવન અનશન કરવાથી અર્થાત્ મૃત્યુ સમય નજીક જાણીને સ્વતઃ સંથારો ગ્રહણ કરી લેવાથી – ભવ પરંપરાની અલ્પતા થઈ જાય છે, અર્થાત્ તે પ્રાણી ભવ ભ્રમણ ઘટાડી અતિ અલ્પ ભવોમાં મુક્તિ પ્રાપ્ત કરી લે છે. (૪૧) સંપૂર્ણ દૈહિક પ્રવૃત્તિઓનો વિરોધ કરવાથી અર્થાતુ દેહ રહેવા છતાં પણ દેહાતીત બની જવાથી - તે કેવળજ્ઞાની યોગ નિરોધ અવસ્થાને પ્રાપ્ત કરી, ચાર અઘાતી કર્મ ક્ષય કરી મુક્ત થઈ જાય છે. (૪૨) વેશ અનુસાર આચાર વિધિનું ઈમાનદારી પૂર્વક પાલન કરવાથી અથવા અચેલકતા ધારણ કરવાથી – ૧. સાધક હળવાપણું પ્રાપ્ત કરે છે. ૨. સ્પષ્ટ અને પ્રશસ્ત લિંગ(વેશરૂપ ઓળખ)વાળો બને છે. ૩. અપ્રમત્ત ભાવોની વૃદ્ધિ થાય છે. ૪. તે સાધક જિતેન્દ્રિય, સમિતિવંત તેમજ વિપુલ તપવાળો થઈ જાય છે. ૫. બધા પ્રાણીઓ માટે વિશ્વસનીય બની જાય છે. (૪૩) સાધુઓની સેવા શુશ્રુષા કરવાથી – તીર્થંકર નામકર્મ બંધ રૂપ પુણ્ય ઉપાર્જન થાય છે. (૪૪) વિનય આદિ સર્વ ગુણોથી સંપન્ન થઈ જવાથી – ૧. જીવ ઉત્તરોત્તર મુક્તિગમનની નજીક થઈ જાય છે અને ૨. શારીરિક માનસિક દુઃખોનો ભાગીદાર બનતો નથી. એટલે અનેક દુઃખોથી છૂટી જાય છે. (૪૫) વીતરાગ ભાવોમાં રમણતા કરવાથી – ૧. જીવ સ્નેહ અને તૃષ્ણાના અનુબંધનોથી મુક્ત થઈ જાય છે અને ૨. મનોજ્ઞ–અમનોજ્ઞ શબ્દ રૂપ આદિનો સંયોગ થવા છતાં સદા વિરક્ત ભાવો સાથે નિઃસ્પૃહ બની રહે છે. (૪) ક્ષમા ધારણ કરવાથી – સાધક કષ્ટ, ઉપસર્ગ કે પરીષહો ઉપસ્થિત થાય ત્યારે દુઃખી બનતો નથી. પરંતુ પરીષહ વિજેતા બનીને પ્રસન્ન રહે છે. (૪૭) નિર્લોભી બનીને રહેવાથી – ૧. પ્રાણી અકિંચન, નિષ્પરિગ્રહી અને સાચો ફકીર બની જાય છે. ૨. એવા સાચા સાધક પાસે અર્થ લોલુપી લોકો કંઈ પણ ઈચ્છા કે આશા રાખતા નથી. (૪૮) સરળતા ધારણ કરવાથી – ૧. ભાષામાં અને કાયામાં તથા ભાવોમાં સરળતા એકરૂપ બની જાય છે. ૨. એવી વ્યક્તિનું જીવન વિવાદ રહિત બની જાય છે. ૩. અને તે ધર્મનો સાચો આરાધક બને છે. (૪૯) મૃદુતા, લઘુતા, નમ્રતા, કોમળતાના સ્વભાવને ધારણ કરવાથી – ૧. જીવ ઉદ્ધત ભાવ અથવા ઉદંડ સ્વભાવવાળો બનતો નથી. ૨. અને તે વ્યક્તિ આઠ પ્રકારના મદ(ઘમંડ) ના સ્થાનોનો વિનાશ કરી દે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org