________________
ના ૪૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : નાગમ નવનીત
(૧) નવકારસી, પોરસી, નવી, આયંબિલ, કે ઉપવાસથી લઈને છ માસ સુધીનું તપ અને અન્ય અનેક શ્રેણી, પ્રતર આદિ તપ વગેરે ઈતરિક અનશન તપ છે.
સંથારો કરવો એ આજીવન અનશન છે. તે પણ શરીરના બાહ્ય પરિકર્મયુક્ત અને પરિકર્મ રહિત બંને પ્રકારનો હોય છે. (ર) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને પર્યાયના ભેદથી ઉણોદરી તપના પાંચ પ્રકાર છે. ભૂખથી ઓછું ખાવું દ્રવ્ય ઊણોદરી છે. બીજા ચાર ભેદ અભિગ્રહ સંબંધિત છે. (૩) પેટી, અર્ધપેટી આદિ આઠ પ્રકારની ગોચરી ગમન અને સાત પ્રકારની પિંડેષણા તેમજ અન્ય અનેક પ્રકારના નિયમ-અભિગ્રહમાંથી કોઈપણ અભિગ્રહ કરીને ભિક્ષા માટે જવું એ ભિક્ષાચર્યા તપ છે. (૪) પાંચ વિનયમાંથી કોઈપણ એક અથવા અનેક વિષયનો ત્યાગ કરવો અથવા અનેક મનગમતા(પ્રિય) ખાદ્ય પદાર્થોનો ત્યાગ કરવો રસપરિત્યાગ તપ છે. (૫) વીરાસન આદિ અનેક કઠિન આસન કરવા, રાત્રિભર એક આસન કરવું, લોચ કરવો, પરીષહ વગેરે સહન કરવા; એ બધા કાયક્લેશ તપ છે. () જંગલ, વૃક્ષ, પર્વત, સ્મશાન વગેરે એકાત્ત સ્થાનમાં આત્મલીન થઈને રહેવું, તેમજ કષાય, યોગ અને ઇન્દ્રિય-વિષયોનો ત્યાગ કરવો પ્રતિસલીનતા તપ છે. (૭) દશ પ્રકારના પ્રાયશ્ચિત્તમાંથી યથાયોગ્ય પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરવો, પ્રાયશ્ચિત્ત તપ છે. (૮) ઊભા થવું, આસન આપવું, હાથ જોડીને મસ્તક નમાવવું આદિ ગુરુ ભક્તિ અને ભાવ સુશ્રુષા કરવી વિનય તપ છે. (૯) આચાર્ય, સ્થવિર, રોગી, નવદીક્ષિત આદિ દશવિધ શ્રમણોની યથાશક્તિ સેવા કરવી વૈયાવચ્ચ તપ છે. (૧૦) સ્વાધ્યાય-૧. નવાં-નવાં સૂત્રો અને શાસ્ત્રોના મૂળપાઠ અને અર્થની વાચના લેવી, તેમને કંઠસ્થ કરવા, ૨. શંકાઓને પૂછીને સમાધાન કરવું ૩. શીખેલા જ્ઞાનનું પુનરાવર્તન કરવું. ૪. અનુપ્રેક્ષા કરવી, ૫. ધર્મનો ઉપદેશ આપવો વગેરે સ્વાધ્યાય તપ છે. (૧૧) આત્મસ્વરૂપનું એકત્વ, અન્યત્વ, અશરણ આદિ ભાવનાઓનું, લોકના સ્વરૂપનું, એકાગ્રચિત્તથી આત્માનુલક્ષી સમાતિસૂક્ષ્મ ચિંતન કરતાં-કરતાં તેમાં લીન થઈ જવું, તે ધ્યાન તપ છે. તે ધ્યાનમાં પ્રથમ અવસ્થા ધર્મધ્યાનરૂપ છે અને એકાગ્રતામાં આગળ વધીને, સાધક અતિ સૂક્ષ્મ ધ્યાન અવસ્થારૂપ શુકલ ધ્યાનને પ્રાપ્ત કરે છે. (૧૨) વ્યુત્સર્ગ–મન, વચન, કાયાની પ્રવૃત્તિઓનો નિર્ધારિત સમય માટે પૂર્ણ રૂપથી (પૂરેપૂરી રીતે) ત્યાગ કરવો યોગ-વ્યુત્સર્ગ છે. તેને પ્રચલિત ભાષામાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org