Book Title: Mahavrato Author(s): Chandrashekharvijay Publisher: Kamal Prakashan Trust View full book textPage 7
________________ લાલ - - - - - - - મહાવતો જાત જાત જાતના 9 - - - - વિશ્વાસઘાત કરી શત્રુઓ તરફી બની જાય છે. તેઓ એમ સમજે છે કે “હું શત્રુઓને સાથ આપીશ, મારા રાષ્ટ્ર સાથે દ્રોહ રમીશ એટલે ખુશ થયેલા શત્રુઓ મને મોટી ભેટ – સોગાદો આપશે.....” પણ એ નક્કી છે કે આવા ગદારોને તો શત્રુઓ પણ સંઘરતા નથી. એનો જેટલો પણ લાભ ઉઠાવવો હોય એટલો ઉઠાવી લઈને અંતે એ શત્રુઓ એ ગદ્દારોને પણ યમરાજના ઘરે પહોંચાડી દે છે. (ખ) કેટલાક સૈનિકો શત્રુની તાકાત જોઈને ગભરાઈ તો જાય જ છે, પણ તેઓ ગદાર બનવાને બદલે, સૈનિક તરીકે રહીને જ શત્રુના સહાયક બનવાને બદલે પાછા ભાગે છે. જાન બચાવવા ક્યાંક ને ક્યાંક છુપાઈ જાય છે. સૈનિકપણું, મહાયુદ્ધ એ બધાને તિલાંજલી આપે છે. ભવિષ્યમાં કદી પણ સૈનિક ન બનવાનો નિર્ણય કરે છે. (ગ) રાષ્ટ્રના સાચા પ્રેમી, ખાનદાન, શૂરવીર, તાલીમબદ્ધ સૈનિકો જ્યારે રણ મેદાનમાં ઉતરે, ત્યારે એમનો રંગ કોઈક અનોખો જ હોય છે. “શત્રુઓ કેટલા ભયાનક છે” એની એમને ખબર જ છે, પણ એમને તો એનો કોઈ જ ભય નથી. એમને પોતાના બળ ઉપર, તાલીમ ઉપર, યૂહ રચના ઉપર સજ્જડ વિશ્વાસ છે. એટલે તેઓ ધસમસતા પૂરની જેમ રણ મેદાનમાં ધસી જાય છે. ભૂખ્યા વરૂની જેમ શત્રુઓ પર તૂટી પડે છે, જાણે કે પાંચ – દસ પળમાં જ યુદ્ધ પુરું કરી નાંખવું ન હોય એ રીતે સંપૂર્ણ તાકાત સાથે તેઓ તૂટી પડે છે. બિચારા શત્રુઓ ! આવા આક્રમણની એમને કલ્પના પણ ન હોય એટલે જ હેબતાઈ જાય અને ખરેખર કપાઈ મરે. એ મહાન રાષ્ટ્રવીરો ત્યાં જવલંત વિજય મેળવે છે, બિલકુલ ઘા ખાધા વિના! લેશ પણ નુકસાની વહોર્યા વિના ! (ઘ) બીજા કેટલાક સૈનિકો પણ આવા જ છે, પણ તેઓ કંઈક થાપ ખાય છે, અને તે વખતે શત્રુઓના માર પણ ખાય છે. પણ એ જખી દેહે પણ જીંદાદિલી સાથે લડીને અંતે વિજય મેળવે છે. ફરી યાદ કરીએ આ ચાર પ્રકારના સૈનિકોને ! (ક) સૈનિકના જ વેષમાં રહીને શત્રુપક્ષના બની જનારા રાષ્ટ્રગદાર સૈનિકો ! જેઓ મીઠા સપના જૂએ છે, અંતે પામે છે માત્ર મોત ! (ખ) યુદ્ધ મેદાન છોડીને ભાગી જનારા ડરપોક સૈનિકો ! પહેલા કરતા ઓછા ખરાબ ! ગ) લોહીનું એકપણ બિંદુ ગુમાવ્યા વિના જવલંત વિજય મેળવનારા!Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 338