Book Title: Mahavrato Author(s): Chandrashekharvijay Publisher: Kamal Prakashan Trust View full book textPage 6
________________ ૧. યુદ્ધની ઘોષણા करेमि भंते ! सामाइअं सव्वं सावज्जं जोगं पच्चक्खामि जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करतंपि अन्नं न समणुजाणामि तस्स भंते पडिमामि निंदामि गरिहामि પ્યાપ વોસિરામિ શ્રી જિનશાસનનું પ્રથમસૂત્ર છે નમસ્કાર મહામંત્ર ! પણ સૌથી મુખ્ય સૂત્ર છે વામિ ભંતે સૂત્ર. યુદ્ધ લડતા પહેલા એની તાલીમ લેવામાં આવે, શરીરને યુદ્ધ માટે સક્ષમ બનાવવામાં આવે, મૃત્યુ સુધીની તૈયારી રાખીને પણ વિજયના લક્ષ્યને પ્રાપ્ત કરવાનું માનસિક બળ ઉત્પન્ન કરવામાં આવે, વર્ષોના વર્ષો સુધી અનેક શાસ્ત્રો શીખવામાં આવે અને એમાં પારંગત બનવામાં આવે, પણ આ બધી જ યુદ્ધની પૂર્વ તૈયારી છે. .. તૈયારી એટલે તૈયારી ! યુદ્ધ જેટલી ભીષણતા એમાં ન હોય. યુદ્ધ જેટલી સાવચેતી રાખવાની એમાં ન હોય. યુદ્ધ જેટલી અપ્રમત્તતા એમાં ન હોય. પણ જ્યારે એક સૈનિક આ બધી પૂર્વ તૈયારી કરી લે છે, ત્યારે એને યોગ્ય અવસરે ભયાનક શત્રુઓ સામે ખરેખર યુદ્ધમાં ઉતારવામાં આવે છે. ખબર પડે છે, ત્યારે એને કે આ તો ખરાખરીનો જંગ ! ખબર પડે છે, ત્યારે એને કે આ તો જીવન-મરણનો ખેલ ! ખબર પડે છે, ત્યારે એને કે આ તો પળભર પણ અસાવધ રહ્યા કે સીધું મોત ! આ વખતે કેટલીક ભયાનક ઘટનાઓ બને છે. (ક) રાષ્ટ્રવિજયના દઢ સંકલ્પ સાથે નીકળેલા એવા પણ કેટલાક સૈનિકો પાછળથી જીવન બચાવવા, શત્રુ પક્ષ તરફથી મળતા પ્રલોભનો મેળવવા રાષ્ટ્રનોPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 338