Book Title: Mahavira Jivan Vistar
Author(s): Bhimjibhai Harjivandas
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 18
________________ 15 પરિસ્ફોટન થવું જ જોઈએ. આ વિકટ મામલામાં, સાહિત્ય સમ્રાટ ડૉ. રવીન્દ્રનાથ ટાગોર કહે છે 24 Mahavir proclaimed in India the message of salvation that religion is a reality and not a mere convention, that salvation comes from taking refuge in that true religion, and not from observing the external ceremonies of the community that religion can not regard any barrier between man and man as an eternal vesity. Wondours to relate, this teaching rapidly overtopped the barriers of the race's abiding instinct and conquered the whole country, For a long period now the influence of Kshatriya teachers comletely suppressed the Brahmin power. અર્થાત – “મહાવીરે ડીંડીમ નાદથી મોક્ષનો એવો સંદેશ હિંદમાં વિસ્તાર્યો કે, ધર્મ એ માત્ર સામાજિક રૂઢિ નહીં, પણ વાસ્તવિક સત્ય છે. મોક્ષ એ સાંપ્રદાયિક બાહ્ય ક્રિયાકાંડ પાળવાથી મળતો નથી પણ સત્ય ધર્મના સ્વરૂપમાં આશ્રય લેવાથી પ્રાપ્ત થાય છે. અને ધર્મમાં મનુષ્ય અને મનુષ્ય વચ્ચેનો ભેદ સ્થાયી રહી શકતો નથી. કહેતાં આશ્ચર્ય ઉપજે છે કે આ શિક્ષણે, સમાજના હૃદયમાં જડ ઘાલીને બેઠેલી ભાવનાઓરૂપી વિદ્ગોને ત્વરાથી ભેદી નાંખ્યા, અને આખા દેશને વશીભૂત કર્યો. ત્યાર પછી ઘણા કાળ સુધી આ ક્ષત્રિય ઉપદેશકોના પ્રભાવ-બળથી બ્રાહ્મણોની સત્તા અભિભૂત રહી હતી.” પ્રભુએ દેશની પ્રચલિત ભાષામાં સાદી અને સરળ રીતે સત્યના પ્રભાવને જનહૃદયમાં અંકિત કર્યો અને આત્મધર્મના સ્વરૂપને તેના ગૌરવસ્થાન ઉપર પ્રતિષ્ઠિત કરી, લોકોને ઘણા કાળની મોહનિદ્રામાંથી જગાડ્યા. પ્રભુ જાણતા હતા કે સમાજ ઉપર ખરી અસર બ્રાહ્મણો દ્વારા જ થઈ શકશે, કેમ કે તે જમાનામાં તેમનું જોર પ્રબળપણે વર્તી રહ્યું હતું. તેથી તેમણે પોતાના પ્રભાવનો પ્રથમ ઉપયોગ તે કાળના મુખ્ય અને વિદ્વાન બ્રાહ્મણોને પોતાના પક્ષમાં લેવામાં કર્યો. જૈન ગ્રંથોમાં ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ આદિ અગિયાર સુવિખ્યાત બ્રાહ્મણોએ પ્રભુ આગળ દીક્ષા લીધાની જે હકીકત અસ્તવ્યસ્ત આકારમાં આ કાળે રહેવા પામી છે તે એ જ વાતનું સમર્થન કરે છે કે, પ્રભુએ સર્વથી પ્રથમ જેના વડે સમાજની પ્રગતિ અવરોધ પામી હતી તેવા બ્રાહ્મણોને પોતાના Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148