________________
જીવનવિસ્તાર
૪૩
અંત:કરણની ભૂમિકાનું અવલોકન કરો અને ત્યાં તમને દીવા જેવું સાફ જણાશે કે જે નિશ્ચયો તમે જગત પાસે અનુસરાવા માંગો છો તેનો તમને મુદલ અનુભવ નથી, તમારે પોતાને હજી સેકડો બાજુએથી સુધરવાનું બાકી છે. દુનિયા સુધરવા તૈયાર છે, પણ પ્રથમ તમે પોતે સુધરીને આવો. પછી જગતને તમારું ચારિત્ર અને આચરણા જ તેમને માટે દીવાદાંડીનું કાર્ય કરશે.
આથી કોઈના ઉપર આક્ષેપ કરવાનો મુદલ આશય રાખ્યો નથી. માત્ર મનુષ્યહૃદયમાં ગુપ્ત અને નિગૂઢપણે રહેલી એક ત્યજવા યોગ્ય નબળાઈને ઉઘાડી પાડવા પ્રયત્ન કર્યો છે. પ્રભુએ કૈવલ્ય પ્રાપ્ત થયા પછી પણ જે શૈલીએ ઉપદેશ પ્રવૃત્તિ કરી હતી તેમાંથી પણ અનેક શિક્ષણીય અંશો ગ્રહણ કરવા યોગ્ય છે. તેમણે કદી જ હાલના ઉપદેશકોની માફક બીજાઓનાં છિદ્ર શોધવા અથવા બીજાઓના ધાર્મિક વર્તન કે આચારવિચાર ઉપર ચોધારી ગ ફેરવવા ઉદ્યોગ કર્યો નથી. વિશ્વનું સર્વોત્કૃષ્ટ કલ્યાણ કરવા માટે જ તેમના તીર્થંકરપદનું નિર્માણ થયું હતું, છતાં તેમણે તે નિર્માણ સિદ્ધ કરવા માટે કોઈને પોતાનો ઉપદેશ પરાણે અથવા સામાની અનિચ્છા છતાં આપવાનો પ્રયત્ન કર્યો નથી. તેમજ તેમના આચારવિચારને તરછોડી નાંખી, પોતાના વાડામાં આવવાને લોકોને લલચાવ્યા નથી. તેમની ઉપદેશપદ્ધતિ શાંત, રુચિકર, દુશ્મનને પણ તુર્ત ગળે ઉતરે તેવી હૃદયસ્પર્શી, મર્મગ્રાહી
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org