________________
૫૬
હાલના ઐતિહાસિક અન્વેષણ (historical research) ઉપરથી એટલું જોઈ શકાય છે કે, ગોશાળો એક સમર્થ મતપ્રવર્તક હતો. પરંતુ કોઈ કારણસર મહાવીર સાથે તેને મતભેદ થવાથી, તે પાછળથી તેમનો વિરોધી થયો હોવો જોઈએ. અને એ મતભેદને લીધે મહાવીરના તે કાળના અનુયાયીઓમાં ગોશાળા માટે વિરોધતાની છાપ બેસી ગયેલી હોવી જોઈએ. એ છાપ સાંપ્રદાયિક પરંપરાએ ક્રમાગત થઈ. છેવટે જ્યારે જૈન સિદ્ધાંતો લેખારૂઢ થયા ત્યારે તેને તેમાં સ્થાન મળ્યું હોય એમ જણાય છે. બૌદ્ધના સાહિત્યમાં ગોશાળો એટલો બધો વિકૃત વર્ણમાં નજરે પડતો નથી. બીજું કાંઈ નહીં તો પણ ૨૫૦૦ વર્ષના કાળના ઘસારામાં જેનું નામ, જેવું તેવું એ પણ જળવાઈ રહ્યું છે. તે મનુષ્ય ખરે જ કાંઈ સત્ત્વયુક્ત હોવો જોઈએ.
Jain Education International 2010_03
શ્રી મહાવીર
For Private & Personal Use Only
www.jainelibrary.org