Book Title: Mahavira Jivan Vistar
Author(s): Bhimjibhai Harjivandas
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 118
________________ જીવનવિસ્તાર ૯૭ એ આત્માની અધમ દશાનો જ પ્રકાર છે. પોતાની માલિકીની ચીજ પોતાના સિવાય બીજા કોઈને ભોગવવાનો હક નથી, એવો નિયમ રાજયકર્તી સત્તાએ માત્ર વ્યવહારમાં અવ્યવસ્થા થવા ન પામે એટલા જ માટે ઘડેલો છે. એ લૌકિક નિયમ, વિશ્વનું રાજયતંત્ર ચલાવનાર દિવ્ય સત્તાને લેશ પણ બંધનકર્તા નથી. અગવડને ખાતર ઉપજાવેલા ધારાધોરણોને પ્રકૃતિના મહારાજ્યમાં પ્રવર્તતા નિયમોરૂપે અથવા તેના પ્રતિનિધિરૂપે માની લેવાની ભૂલ બુદ્ધિમાનો કરતા નથી. પોતાના સ્વામીત્વની વસ્તુ ઉપર બીજાઓ આક્રમણ ન કરે તેવા નિયમો ઘડવામાં લૌકિક સત્તાનો હેતુ લોકોની સ્વાર્થ વૃત્તિને મર્યાદામાં રાખવાનો જ છે, પરંતુ ઈશ્વરના મહારાજયમાં તેવા સ્વાર્થોની ઝપાઝપી મુદ્દલ નથી, અને તેથી તેમાં પ્રવેશ કરવા ઈચ્છનારે પોતાની વસ્તુના ઉપભોગનો પોતાને જ સંપૂર્ણ હક છે અને બીજાને નથી, એવી સ્વાર્થવૃત્તિ ત્યજવી જોઈએ. પોતાની વસ્તુનો માલિકી હક પોતા સિવાય અન્ય કોઈને જ નથી એવું પ્રભુના ઘરનું ધોરણ હોત તો મહાવીર અને બુદ્ધ આદિ ઈશ્વર કોટિના પુરુષો તે નિયમનું ઉલ્લંઘન કદી જ કરતા નહીં. પરંતુ જયારે તેમણે પોતાનો માલિકી હક દુનિયાને વહેચી આપવામાં જ માનનાર આપણે પણ સ્વીકારવું જ પડશે કે, “મારી સુખ-સામગ્રીનો હું એકલો જ ઉપભોગ કરું” એવી સ્વાર્થભાવના આત્માનું અધ:પતન કરે છે. વાસુદેવના ભવમાં પોતાના શવ્યાપાલકના કર્ણમાં સીસું રેડવાની Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148