Book Title: Mahavira Jivan Vistar
Author(s): Bhimjibhai Harjivandas
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 124
________________ જીવનવિસ્તાર ૧૦૩ તે દુઃખાનુભવકાળે આપણને આપણી ભૂતકાળની ભૂલોનું ભાન થાય છે અને ભાવીમાં તેવી ભૂલો ન થાય માટે તેવા પ્રકારના સનિશ્ચયો બંધાય છે. સમજુ જનોને દુઃખથી આત્મા નિર્મળ અનુભવાય છે અને આત્મા ઉપરથી જાણે કેટલાંક ઘન આવરણો તૂટી પડતાં હોય તેમ જણાય છે. સાચી વસ્તુસ્થિતિનું, આત્મા-અનાત્માનું અને સંસારના સ્વરૂપનું તેને જ્ઞાન થાય છે. અનુકૂળ વેદનીયના-સુખના ઉદયકાળે ઉપરોક્ત અનુભવ થવો અસંભવિત નહીં તો અશક્ય તો છે જ. અને આવા ઉત્તમ અનુભવના નિમિત્તનો ઉપયોગ કરી તેમાંથી પોતાનું હિત સાધી લેવું એ મહાવીર પ્રભુના ચરિત્રમાંથી સતત વહેતો એક અતિ મૂલ્યવાન ઉપદેશ છે. મહાવીરના પગલે ચાલવાનો દાવો રાખનાર પ્રત્યેક મનુષ્ય તેમના જીવનમાંથી ઉદ્દભવતા આ મહાન શિક્ષણને સદાકાળ પોતાના હૃદયમાં સ્થાયી રાખવું જોઈએ. આ છેલ્લો ઉપસર્ગ સહન કર્યા પછી પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું. કલ્પસૂત્રકારના અભિપ્રાય પ્રમાણે વૈશાખ શુદિ દશમને દિવસે, પાછલે પહોરે, વિજયમુહૂર્તમાં, જંભીક નામના ગામની બહાર, ઋજુવાલુકા નદીના તીર ઉપર વૈયાવર્ત નામના ચૈત્યની નજીક, શાલિવૃક્ષની છાયા તળે, ગોદુહ આસને બેસી શુકલધ્યાનને ભાવતા થકા, તે પ્રભુને, જે જ્ઞાનમાં સર્વ પ્રકારનાં જ્ઞાન પર્યવસિત થાય છે, તેવું સર્વ દ્રવ્યપર્યાયને ગ્રહણ કરનાર, બાધારહિત સંપૂર્ણ કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થયું. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148