Book Title: Mahavira Jivan Vistar
Author(s): Bhimjibhai Harjivandas
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 139
________________ ૧૧૮ સુનંદા અચાનક સુનંદાએ આ શબ્દો સાંભળ્યા અને ચોંકી : કોણ છો તમે ? નિર્જન સ્થાનમાં એકલાં ક્યાં સુધી રહેશો ?” ગભરુ, શરમાળ સુનંદા પાસે એનો જવાબ નહોતો. ગભરાયેલ હરિણીની જેમ એ નીચું જોઈ રહી. યુવક એ બાળાની નિરાધારતા કળી ગયો. બોલ્યો : “મારે ત્યાં આવી શકશો ? મારાં મા-બાપ તમારો સારો સત્કાર કરશે અને ઘર બહુ આઘે નથી.” સુનંદાએ એ પ્રસ્તાવને મુંગી સમ્મતિ આપી. એ આશાનાં કિરણોને અવલંબી ઊભી થઈ અસવારની પાછળ પાછળ ચાલી નીકળી. 90 U18901 યુવાનનું નામ જયંત હતું. તળેટીની પાસે જ એનો ભવ્ય મહેલ હતો. છેલ્લાં કેટલાંક વર્ષો થયાં એ વ્યાપાર ખેડવા દેશાવરમાં ફરતો હતો. પોતાનાં વૃદ્ધ માતાપિતાને મળવા આજે એ ઘેર આવતો હતો એટલામાં રસ્તામાં જ સુનંદા સાથે ભેટો થઈ ગયો. જયંત અને સુનંદા મહેલના દરવાજા પાસે આવ્યાં. મહેલમાંની શાંતિ અને ઉદ્યાનની અવ્યવસ્થા જોતાં જ જયંતના દિલમાં એક ઊંડો પ્રાસકો પડ્યો. દરવાજાની સાંકળનો ખડખડાટ સાંભળી એક વૃદ્ધ નોકરે બારણાં ઉઘાડી નાખ્યાં. નોકરે પોતાના શેઠના પુત્રને પીછાની લીધો. પણ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148