Book Title: Mahavira Jivan Vistar
Author(s): Bhimjibhai Harjivandas
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 145
________________ ૧ ૨૪ સુનંદા માતાને ઘડીએ ઘડીએ યાદ કરતી સુનંદા આશ્રમના મુખ્ય દરવાજા પાસે આવી અને અમસ્થો હાથ જ અડાડ્યો એટલામાં આશ્રમનાં બારણાં ઊઘડી પડ્યાં. કોઈ દિવસ આટલો વહેલો આશ્રમનો દરવાજો નહોતો ઉઘડતો, “ખરેખર દેવાનંદા માતાએ જ મને મદદ કરવા આ બારણાં પહેલેથી જ ઉઘાડી રાખ્યાં હશે.” સુનંદાના દિલમાં હિંમતનું ઝરણું ફૂટી નીકળ્યું. પોતાની પુરાણી ઓરડી તરફ સુનંદાએ પગલાં માંડ્યાં. અંદર જઈને જુએ છે તો ઓરડી વાળીચોળીને બરાબર સાફ રાખી મૂકી હતી, પણ એ પછી, વર્ષો પહેલાં પોતે મૂકેલી વસ્તુઓને જેમની તેમ પડેલી જોઈને સુનંદાના આશ્ચર્યની સીમા જ ન રહી. જરૂર આ બધામાં માતાનો જ કંઈક દૈવી સંકેત હોવો જોઈએ ? દેવાનંદા માતાની પેલી જૂની છબી પાસે શિર નમાવી સુનંદા કહેવા લાગી : “મા ! હું આખરે આપના સાનિધ્યમાં આવી છું. મારી કસુર માફ કરશો.” એટલું કહીને સુનંદા માથું ઊંચકે છે. એટલામાં તો એ આખી ઓરડી જાણે કે પ્રકાશના પૂરથી છલકાઈ ગઈ. કોઈકના બે અતિ સુકોમળ હાથ સુનંદાના ખભા પર આવી પડ્યા હોય એમ એને લાગ્યું. એ પ્રકાશના પુંજમાંથી પ્રકટેલી એ દિવ્ય મૂર્તિ સુનંદાને કહી રહી : “બેટા ! મૂંઝાઈશ મા ! મેં તારી વતી બધાં આશ્રમનાં કામ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148