Book Title: Mahavira Jivan Vistar
Author(s): Bhimjibhai Harjivandas
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 143
________________ ૧૨૨ સુનંદા માયાજાળમાં લપેટાઈ રહી. હવે મારે અહીંથી છૂટવું જ જોઈએ !” સુનંદા એક સવારે ઊઠતાવેત વિચારવા લાગી. બીજે ત્રીજે દિવસે એ સાદ, દેવાનંદા માતાનો આદેશ, વધુ ગંભીર અને હૃદયસ્પર્શી બન્યો. પ્રાત:કાળ પહેલાં જ સુનંદા જાગી ઊઠી હતી. જયંત અને બાળકો હજી નિદ્રાની મીઠી ગોદમાં પડ્યાં હતાં. ઘડીકવાર જયંત અને નિર્દોષ શિશુઓની સામે સુનંદાએ મીટ માંડી. છેલ્લે અમીપાન કરતી હોય તેમ ધરાઈ ધરાઈને બાળકોને નયન ભરીને નિહાળી લીધાં. એ પછી એકે એક આભૂષણ ઉતારીને જયંતની પથારી પાસે મૂક્યાં. પોતે જે વસ્ત્ર પહેરીને આશ્રમમાંથી નીકળી હતી તે વસ્ત્ર ફરી પાછું પહેરી લીધું. જયંતને સંબોધીને એક પત્ર પણ લખી નાખ્યો : “જયાંથી આવી હતી ત્યાં જ પાછી જઉં છું. દેવાનંદા માતા મને બોલાવે છે. એમનો સાદ સાંભળ્યા પછી કૌટુંબિક જીવનનો રસ ઊડી ગયો છે. બાળકોને સાચવજો. મારા પ્રત્યે જો સાચે જ મમતા હોય તો મારી શોધ કરવી માંડી વાળજો : સુનંદા.” જતાં જતાં ઊધતા જયંતને પ્રણામ કર્યા અને જે સમયે દધિમુખ પર્વતના શિખર ઉપરથી નીકળી હતી તે જ સમયે નગરમાંથી પર્વત ઉપર ચડવા ચાલી નીકળી. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148