Book Title: Mahavira Jivan Vistar
Author(s): Bhimjibhai Harjivandas
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 140
________________ સુનંદા ૧૧૯ એને કેવી રીતે આવકાર આપવો એ ન સમજાયું. એનું ગળું અત્યારે સુંધાતું હોય એમ લાગ્યું. ક્યાં છે મારા બાપુજી ? કેમ બધાં બારીબારણાં બંધ રાખવા પડ્યાં છે ?” મહેલનો નોકર-લાખો જવાબ આપવા માગતો હતો, પણ એની જીભ ન ઊપડી. એટલામાં તો જયંત અને સુનંદા મહેલના અંદરના પગથિયાં પાસે આવી પહોચ્યાં. લાખો હવે જ માંડ માંડી બોલી શક્યો : “શેઠ અને શેઠાણી સ્વર્ગે સીધાવ્યાં છે અને નોકર-ચાકરો વિદાય લઈને ચાલ્યા ગયા છે.” જયંતે એ માઠા સમાચાર પૈયેથી સાંભળી લીધા. પોતે જે વખતે પરદેશમાં વ્યાપાર ખેડતો હતો તે જ અરસામાં પોતાનાં વૃદ્ધ માતાપિતા સંસારની યાત્રા પૂરી કરીને સ્વર્ગે પહોચ્યાં હતાં એ સમાચારે જયંતને ઘડીભર શોકસ્તબ્ધ કરી મૂક્યો. પણ અત્યારે પોતે એકલો નથી. શોક કરવાનો આ સમય નથી, એટલે તરત જ તેણે હિંમત દાખવી લાખાને કહ્યું : “આ બાઈ આપણા મહેમાન છે. તું એમને નહાવા ધોવાની સગવડ કરી આપ, પછી ક્યાં રસોઈ કરવી તે સમજાવી દેજે !” સુનંદા તરફ જોઈને જયંત બોલ્યો : “કમનસીબે મારાં મા-બાપ મને એકલો-રઝળતો મૂકીને ચાલ્યાં ગયાં છે. તેઓ હોત તો તમારા Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148