Book Title: Mahavira Jivan Vistar
Author(s): Bhimjibhai Harjivandas
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 128
________________ માતા દેવાનંદા પૂર્વભવનું એક પાપ આડે આવ્યું. દેવાનંદા અને ત્રિશલા પૂર્વભવમાં જ્યારે દેરાણી જેઠાણી હતાં ત્યારે દેવાનંદાએ ત્રિશલાનો એક રત્નકરંડિયો ચોર્યો હતો. માગવા છતાં ત્રિશલાને પાછો નહોતો આપ્યો. એ કર્મનો બદલો દેવાનંદાને આ ભવમાં મળ્યો. એનો ગર્ભ ઇન્દ્રે હરી લીધો અને ભ૦ મહાવીરે પણ પૂર્વભવમાં જાતિમદ કરેલો તેના પરિણામે એમને ભિક્ષુકની કુળવધૂના ગર્ભમાં બાસી દિવસ રહેવું પડ્યું. દેવાનંદા માતાના ગર્ભનું હરણ એ ઇન્દ્રનો સ્વેચ્છાચાર નહોતો. કર્મ અને તેના વિષાક અથવા કાર્યકારણની શૃંખલાનો જ એક અંકોડો માત્ર હતો. ચક્રવર્તીઓ અને તીર્થંકરો જેવા પ્રતાપી પુરુષોની માતાઓ જ જે સ્વપ્ન નિહાળી શકે તે સ્વપ્ન જોઈને રોમેરોમમાં હર્ષ પામેલી દેવાનંદાને એ આખી મનોરથોની સૃષ્ટિ વિલય પામતી જોયા પછી કેવો કારમો આઘાત થયો હશે ? માતા દેવાનંદા જો કઠણ હૈયાનાં ન હોત તો કદાચ એ આઘાતને લીધે વિહ્વળ બની ગયાં હોત. પણ આખરે પોતાના સંચિતોને જ દોષ દઈને એ બેસી રહ્યાં. માતા દેવાનંદાએ બહુ વલોપાત નથી કર્યો. પુત્રને બદલે પુત્રી અવતરી ત્યારે પણ એમણે સંતોષ અને તૃપ્તિ જ માણી છે. ૧૦૭ દેવાનંદા માતા જો આટલું જાણી શક્યાં હોત કે ક્ષત્રિયકુંડ ગ્રામના સિદ્ધાર્થ ક્ષત્રિયને ત્યાં જે પુત્રનો જન્મ થયો છે તે વસ્તુતઃ પોતાનો Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148