Book Title: Mahavira Jivan Vistar
Author(s): Bhimjibhai Harjivandas
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
સુનંદા
૧૧૫
- દિવસ આખો આશ્રમનાં નાનાવિધ કાર્યોમાં પસાર થઈ જતો. એ વખતે પેલી વૃત્તિ શમી ગઈ એમ લાગતું, પણ અવકાશ મળતાં છટકેલી કમાનની જેમ પેલી વાસના આ સુકુમાર બાળાના હૈયા ઉપર આઘાત કરી જતી. રાત્રિના વખતે જ્યારે તે નિરાંતે ઊધવા પ્રયત્ન કરતી, માતા દેવાનંદા અને ત્રિશલાના સ્મરણપૂર્વક નિદ્રાને આહવાન કરતી ત્યારે પણ શેતાનની જેમ સાંસારિકતાનો મોહ જાણે કે છાતી ઉપર ચડી બેસતો.
અનુભવ વગરની, દોરવણી વગરની, માત્ર વાસનાઓને બળજોરીથી દબાવી દેવામાં જ માનનારી સુનંદા, રોજના આ આંતરવિપ્લવથી થાકી ગઈ. એક દિવસે તે પથારીમાંથી વહેલી ઊઠી, પર્વતના શિખર ઉપરથી ઉતરી તળાટમાંના શહેર તરફ ચાલી નીકળી. વાસનાથી ધકેલાતી ગભરૂ આશ્રમવાળા, પાણીનો પ્રવાહ જેમ નીચે પછડાય તેમ વગર વિચારે ચાલી નીકળી.
નીકળતાં પહેલાં આશ્રમનો પોતાને સોંપાયેલો હિસાબ રીતસર લખી વાળ્યો. કોઠારની કુચીઓ અને હિસાબની ચોપડી પણ માતા દેવાનંદાની છબી પાસે મૂકી દીધાં. જતાં જતાં સુનંદા બોલી : “માતા ! સંસારના મોહરાજાએ આજે મારી ઉપર વિજય વતવ્યો છે. હું મોહરાજ સામે ઘણું મથી, પણ આખરે મારો પરાજય થયો છે. હું આપની વિદાય માગું છું. આપ કદાચ નારાજ થશો, પણ
જ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148