Book Title: Mahavira Jivan Vistar
Author(s): Bhimjibhai Harjivandas
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 132
________________ સુનંદા ૧૧ ૧ રહીને જ્ઞાનાર્જન સાથે તપ-સંયમની તાલીમ મેળવતી. પ્રેમાનંદા આ આશ્રમની મુખ્ય અધિકારિણી હતી. ગળથુથીમાંથી જ પ્રેમાનંદાને ત્યાગ-વિરાગના સંસ્કાર મળ્યા હતા. જન્મથી એ તપસ્વિની હતી. તે પોતે ક્રિયાકાંડમાં જેવી ચુસ્ત હતી તેવી જ બીજી બહેનો પાસે કડક નિયમપાલન કરાવતી. સાંસારિક વસ્ત્રોમાં, સાંસારિક પદ્ધતિએ આશ્રમમાં રહેવા છતાં દરેક બાઈ બની શકે એટલા અણિશુદ્ધ અણુવ્રતો પાળવા મંથન કરતી. ક્રમે ક્રમે મહાવ્રતો સુધી પહોચવાની સૌની મહત્ત્વાકાંક્ષા રહેતી. એ આશ્રમમાં સુનંદા શ્રાવિકા પ્રેમાનંદના જમણા હાથ રૂપ હતી. દેખાવે પણ એ સૌંદર્ય અને લાવણ્યથી ભરપૂર હતી. અરણ્યમાં પથરાયેલી એકલી કૌમુદી જેવી હૃદયંગમ લાગે તેવી જ આ આશ્રમમાં સુનંદાની સૌદર્યકળા સતત છવાયેલી રહેતી. આશ્રમની બીજી બહેનો સાથે એ રોજ દેરાસર જતી. નિયમ પ્રમાણે વીતરાગ પ્રભુની પૂજા-સ્તુતિ કરતી, પરંતુ દેવાનંદા માતા પ્રત્યેનો સુનંદાનો ભક્તિભાવ કાંઈક અજબ તરેહનો હતો. કોણ જાણે ક્યાંઈકથી એણે દેવાનંદા માતાની એક છબી મેળવી હતી. આ છબી સુનંદાનું સર્વસ્વ હતું. માતાપિતા કહો કે આત્મજન કહો, દેવી કહો કે અધિષ્ઠાત્રી કહો, પણ આ દેવાનંદા માતાની છબીમાં જ સુનંદાનું બધું સમાઈ જતું. વીતરાગ દેવની સ્તુતિ, પૂજા કરતી, પણ એ લગભગ Jain Education International '2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148