Book Title: Mahavira Jivan Vistar
Author(s): Bhimjibhai Harjivandas
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
૧૧૨
સુનંદા
નિષ્કામભાવે. સુનંદાને અંતર ખોલવાનું આ દુનિયામાં દેવાનંદા માતાની છબી સિવાય બીજું સાધન નહોતું. આનંદ કે શોકના અવસરે આ માતા પાસે પોતાનું હૈયું ઠલવતી. શોકના સમયે હતાશ ન થઈ જવાય, આનંદની પળોમાં ઉદ્ધત ન બની જવાય એટલા સારુ તે દેવાનંદા માતા પાસે ભક્તિભાવે મસ્તક નમાવતી-હર્ષ, શોક માતાના ચરણમાં નિવેદતી. આપણે ભલે એને છબી, તસબીર કે મૂર્તિ કહીએ, પણ સુનંદા તો દેવાનંદા માતા જીવતાં-જાગતાં હોય એમ જ માનતી. સવાર-સાંઝ એ દેવીની પાસે પ્રણિપાત કરી પોતાને કૃતકાર્ય સમજતી. એને પૂરો વિશ્વાસ હતો કે દુઃખ માત્રથી બચાવનાર, સીધો-સરળ રાહ બતાવનાર અને અણીને વખતે મદદ આપનાર આ માતા દેવાનંદા સિવાય બીજું કોઈ જ નથી.
એક દિવસે પ્રાત:કાળે સુનંદા ઊંઘમાંથી જાગી ઊઠી. ઊઠતાંની સાથે જ નિયમ પ્રમાણે એણે માતા દેવાનંદાની છબીને બે હાથ જોડ્યા. ઘરમાંથી બહાર નીકળી આસપાસ જોયું તો ઉષાના નિર્મળ, શાંત પ્રકાશમાં આખું વિશ્વ સ્નાન કરતું નિહાળ્યું. સૃષ્ટિ તો એની એ જ હતી, પણ જદુગરના સ્પર્શ માત્રથી વસ્તુ માત્ર બદલાઈ જાય તેમ સુનંદાને આજે સૃષ્ટિની મનોહરતામાં જુદી જ આકર્ષકતા હોય એમ લાગ્યું. રોજ તો સુલિીલા જોઈને પોતાના કામે લાગી જતી. આજે ઉષાના મનોહર તેજમાં દધિમુખ પર્વતની તળેટીમાં આવેલા અમૃતપુરી ગામના એકે એક ખોરડા અને અગાસી ઉપર દેવાનંદાની દષ્ટિ રમી રહી.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148