________________
જીવનવિસ્તાર
છે ત્યાં તે શિક્ષા જો ગુન્હાના પ્રમાણ કે પ્રકારના ઉપરાંતની હોય છે તો તેનું વૈર, તે શિક્ષા સહનારના આત્માની સૂક્ષ્મ ભૂમિકા ઉપર ઉછરીને મોટું થાય છે; અને તેનું ફળ આખરે બહુ ભૂરું આવે છે.
પ્રત્યાઘાતની સામા મનુષ્યને તક હોય છે તો તે વૈરભાવના કાંઈક સ્થૂળ કાર્ય દ્વારા શિથિલ પડી જવા પામે છે. પરંતુ તેમ જયાં હોતું નથી, ત્યાં વૈરવૃત્તિનું બળ સામા પક્ષની સૂક્ષ્મ ભૂમિકા (astralplane) ઉપર એકત્ર થાય છે અને તેના પરિપાકનો અવસર આવ્યું, તે શિક્ષા કરનાર, પછી એક આખી પ્રજા હોય કે એક જ મનુષ્ય હોય; તો પણ ભયંકર બદલો લીધા વિના વિરામ પામતું નથી. આમ હોવાથી કેટલાક સમજુ રાજાઓ દુશમનના કેદ થયેલા માણસો પ્રતિ ડહાપણભર્યું વર્તન ચલાવી તેમની સારી સંભાળ રાખે છે. અગર જે તે વખતે ધારે તો તે રાજ તે બધા મનુષ્યોને મારી નાખવા સમર્થ છે, તો પણ તેના તેવા કાર્ય સામે થવાની તે મનુષ્યોને તક ન હોવાથી, તેમ કરવામાં તે મહાન અનિષ્ટ ફળ જુએ છે. સત્તાહીન રંક મનુષ્યોને રીબાવવામાં અથવા તેમને તેમના અપરાધના પ્રમાણથી વધારે શિક્ષા કરવામાં, જે ભયંકર અનિષ્ટ રહેલું છે, તે આત્મજ્ઞ પુરુષો જ સારી રીતે સમજી શકે છે. સૂક્ષ્મ ભૂમિકા ઉપર તે વૈરની લાગણી કેવી રીતે પોષણ પામી વધે છે, તેનું સ્વરૂપ જેઓ જાણે છે, તેઓ જગતને વારંવાર એવા કાર્યથી ચેતવાની સલાહ આપતા ગયા છે. પોતાની શિક્ષા સામે વાંધો ઉઠાવવાને સત્તાહીન પ્રાણીઓના ઉષ્ણ નિશ્વાસમાં
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org