________________
જીવનવિસ્તાર
તપ છે. તત્ત્વાર્થ સૂત્રકાર પણ તપનું સ્વરૂપ આ જ રીતે દર્શાવે છે. વ્યવહાર તેમજ પરમાર્થમાં વિજય મેળવવાનું પરમ રહસ્ય એક જ છે અને તે એ કે નકામી ઈચ્છાઓ દ્વારા વેરાઈ જતું બળ એકત્ર કરી તેને ઇષ્ટ દિશામાં યોજવું. આ દિશામાં સહેજ પ્રયત્ન કરનાર પણ ઉત્તમ પરિણામને મેળવતા આપણે જોઈએ છીએ, તો પછી ગોશાળા જેવો પુરુષાર્થી મનુષ્ય છ માસ સુધી પોતાની ઇચ્છાઓ વિધિપૂર્વક સંવરી, તે એકત્ર થયેલા સામર્થ્યને અગ્નિના રૂપમાં પરિણમાવી શકે તેમાં કશું જ આશ્ચર્ય નથી. મનોદ્રવ્ય એ અત્યંત વેગવાન અને સૂક્ષ્મ શક્તિ(fine force)વાળું છે. કેળવાએલ સંકલ્પબળથી તે દ્રવ્યને અગ્નિરૂપે પરિણમાવી શકાય તેમાં બુદ્ધિ સાથે બંધબેસતું ન થાય તેવું કશું જ નથી.
સિદ્ધિ મેળવ્યા પછી ઘણે પ્રસંગે મનુષ્યે તેની પૂર્વની ચિત્તનિર્મળતા રહેતી નથી. તેનો સ્વાર્થી અને પશુત્વનો અંશ પાછો સ્ફુરી નીકળે છે. ગોશાળે એટલી સિદ્ધિથી જ મહાવીર પ્રભુની બરાબરી કરવાનો વિચાર કર્યો. મહાવીર સર્વજ્ઞતા પ્રાપ્ત કરી તીર્થંકર થવાના હતા, એમ તેણે પ્રભુ પાસેથી સાંભળ્યું હતું. પોતામાં સર્વજ્ઞતાની ખામી હતી, તે ખોટ પૂરી પાડવા તેણે પાર્શ્વનાથ પ્રભુના ચારિત્રભ્રષ્ટ થએલા કેટલાક શિષ્યો પાસેથી અષ્ટાંગ નિમિત્તનું જ્ઞાન મેળવી લીધું અને એટલી લાયકાતથી પોતાને જિનેશ્વર કહેવરાવતો તે વિચરવા લાગ્યો.
इच्छा निरोधस्तपः
*
Jain Education International 2010_03
૬૭
For Private & Personal Use Only
www.jainelibrary.org