Book Title: Mahavira Jivan Vistar
Author(s): Bhimjibhai Harjivandas
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 112
________________ જીવનવિસ્તાર ૯૧ રાખી, પોતાના કામે ઉતાવળથી જતો રહ્યો. પ્રભુને તો ભરવાડ, બળદ કે ભલામણ ત્રણમાંથી એક વાતની ખબર નહોતી. બન્યું પણ એમજ કે બળદો પણ જુદી જુદી દિશામાં ચરવા માટે દૂર ચઢી ગયા. ઘણીવાર પછી ભરવાડ પાછો આવી જુએ છે તો બળદ નથી. પ્રભુને બળદના સંબંધમાં પૂછતાં તેમણે તો પૂર્વની જેમ પોતાની મન પ્રતિજ્ઞાને અનુસરી, કશો ઉત્તર આપ્યો નહીં. મૂર્ણ ભરવાડે આ ઉપરથી એમ માન્યું કે આમ નિરુત્તર રહેવામાં અને બળદનો યોગ્ય પત્તો નહીં આપવામાં પ્રભુની જરૂર બદદાનત હોવી જોઈએ. તેણે ફરી ફરી પ્રભુને પોતાના બળદનો પત્તો આપવા પૂછવા માંડ્યું, પરંતુ જ્યારે તેના બધા જ પ્રશ્નોના ઉત્તરમાં પ્રભુએ એનો એ જ મોનભાવ દાખવવા માંડ્યો, ત્યારે તેને અત્યંત ક્રોધ ચઢયો. પ્રભુ તો પોતાના સ્વરૂપમાં સંલીન હોવાથી તેમની આસપાસ જે કાંઈ થતું હતું, તેનું તેમને મુલ ભાન જ નહોતું. તેમના યોગ જો બાહ્યભાવે વર્તતા હોત તો આવી ગેરસમજુતી ઊભી થવાનો પ્રસંગ નિવારી શકાયો હોત અને પ્રભુ પોતે પણ પોતાના આવા અજ્ઞાત વર્તનથી ભરવાડના મનમાં ક્રોધ ઉપસ્થિત કરવામાં નિમિત્તરૂપ ન થયા હોત. પરંતુ આ પ્રસંગે આ ભરવાડ દ્વારા, કર્મફળપ્રદાત્રી સત્તાને, પ્રભુએ પૂર્વભવમાં ગતિમાં મૂકેલા દુઃખદ કારણને કાર્યરૂપ કરવાનો અવસર પાકી ચૂક્યો હતો. પ્રભુને આ પ્રસંગે પ્રાપ્ત થવાના કષ્ટનું કારણ તેમણે પૂર્વ વાસુદેવના ભવમાં એવી રીતે રચ્યું હતું કે તેઓ એક વાર નિદ્રાવશ થવાની Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148