________________
७४
શ્રી મહાવીર
હતો તે પણ આપણે જોયું છે. પ્રભુનું પ્રભુત્વ સંગમના ઉપસર્ગો સમભાવથી સહવામાં જ સમાયેલું હતું. જે કાળે સંગમ દ્વારા પ્રભુને શિરે ભીષણ કષ્ટ ગુજરતું હતું, તે વખતે ઈન્દ્ર પણ એ વાતથી અજ્ઞાત નહોતો અને તેણે ધાર્યું હોત તો સંગમના ત્રાસથી પ્રભુને બચાવી શક્યો હોત. પણ એવો નિયમ છે કે ઉચ્ચ શ્રેણીગત આત્માની ઇચ્છાને આખું વિશ્વ અનુસરવા માંડે છે. પ્રભુની ઈચ્છાથી ઈન્દ્રની ઈચ્છાનો વિરોધ બની શકે જ નહીં. આ બધું જોઈને ભક્તિના બાહુલ્યથી ઈન્દ્રનું હૃદય અત્યંત વેદાતું હતું. પરંતુ કર્મની ગતિને તેના ક્રમ ઉપરથી એક તસુ પણ ફેરવવા માટે તે અશક્ત હતો. તેણે સંગમમાં ઉપસર્ગથી પ્રભુને ઉગારી લેવા જે કાંઈ કર્યું હોત તો તે ઊલટું પ્રભુને તેમનું પૂર્ણત્વ મેળવવામાં અંતરાયભૂત થાત માટે જ નિરુપાયે, દુઃખિત ચિત્તથી આ ઉપસર્ગની પરંપરાને જોયા સિવાય તેના માટે કાંઈ જ ઉપાય નહોતો.
સંગમે પ્રભુને જે કષ્ટ આપ્યું હતું, તેમાંથી આપણા માટે એક અત્યંત સુંદર શિક્ષણ ઉદ્દભવે છે. આદર્શ પુરુષોના જીવનમાં સર્વથી અગત્યના શિક્ષણીય વિભાગ માત્ર તેમનાં મહદ્ કર્તવ્યો જ નથી. પરંતુ તેમાંના અનેક ઝીણા ઝીણા પરોક્ષ પ્રસંગો પણ અત્યંત બોધદાયી હોય છે. સંગમે પ્રભુને જે ક્રમથી કલેશ આપ્યો હતો, તે ઉપરથી જણાય છે કે તે મનુષ્યહૃદયના ગુહ્ય મર્મોનો ઉત્તમ જ્ઞાતા હોવો જોઈએ. પ્રથમ તેણે પ્રભુને ધ્યાનથી ભ્રષ્ટ કરવા માટે શારીરિક વેદના આપવા
-
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org