________________
જીવનવિસ્તાર
૭૧
જાતનું કષ્ટ, આત્માએ તેનાં કારણો પૂર્વે પ્રગટાવ્યા વિના હોવું સંભવતું નથી. સંગમે પ્રભુને એટલો દારુણ ઘોર પરિસહ આપ્યો તે શું નિષ્કારણ હતો ? નહીં જ. પ્રભુએ પૂર્વ કાળે તેનાં કારણો રચેલાં હોવાં જ જોઈએ. એક શુદ્ર જંતુથી તે મહાનમાં મહાન કોટીના મનુષ્ય યા દેવ પર્યત જેને જેને સુખદુઃખાદિ પ્રાપ્ત થાય છે, તેને સુખદુઃખ તેમની પોતાની પૂર્વની યોગ્ય અથવા અયોગ્ય કૃતિથી જ થાય છે. સુખદુઃખનું કારણે તેમના કર્મ સિવાય અન્ય કશું જ હોવું સંભવતું નથી. કૃતનાશ અને અકૃત આગમ એવો આંધળો નિયમ કર્મફળપદાત્રી સત્તાને ત્યાં ચાલી શકે એવું ત્યાં અંધેર નથી અને એ અનાદિસિદ્ધ નિયમનું ઉલ્લંઘન કરવા દેવ, દાનવ, મનુષ્ય કે ઈશ્વર સરખા પણ સમર્થ નથી. નિર્દોષને દુઃખ અને સદોષને સુખ મળતું, આપણી અલ્પજ્ઞ દષ્ટિને કદી જણાય, પરંતુ તે માત્ર આપણી અલ્પજ્ઞતાનું જ પરિણામ છે. જેને જેને જ્યારે
જ્યારે જે જે શુભાશુભ ફળો મળ્યાં છે, તેના માટે તેઓ લાયક હતા માટે જ મળ્યાં છે. વગર વાંકે ન્યાયાધીશના હાથથી ફાંસીના લાકડે વળગી માર્યા ગયાનાં ઉદાહરણ બને છે, પરંતુ તે મનુષ્ય ફાંસીને માટે અયોગ્ય હતો, છતાં માર્યો ગયો એમ હોતું નથી. ક્યા કર્મનું ફળ ક્યારે કેવા પ્રકારે મળે છે, તે આપણાં ચર્મચક્ષુઓ જોઈ શકતાં નથી. માટે જ આપણે આકળા બની બોલી ઉઠીએ છીએ કે “તે બિચારો નિર્દોષ હતો, છતાં માર્યો ગયો.”
આપણે સ્મૃતિમાં રાખવું જોઈએ કે આ વિશ્વવ્યવસ્થામાં રતિપુર પણ અંધેર નભી શકતું નથી. પ્રત્યેક મનુષ્યને જે સુખ કે દુઃખ મળે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org