Book Title: Mahavira Jivan Vistar
Author(s): Bhimjibhai Harjivandas
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 83
________________ શ્રી મહાવીર ક્રિયામાં વિઘ્ન નાંખવા પ્રયત્ન કરતા હતા. પ્રથમ તેઓ આર્યોની વસતીમાં ઘણેભાગે રહેતા હતા, પણ જેમ જેમ આર્યો સત્તામાં આવતા ગયા તેમ તેમ તેમને જુદા દૂરના પ્રદેશોમાં હાંકી કાઢવામાં આવ્યા હતા. મહાવીરના યુગમાં તેવા મ્લેચ્છ લોકો ઘણે ભાગે મગધ, રાજગૃહી, વૈશાલી આદિ સભ્ય પ્રદેશ સમૂહની પૂર્વે અને દક્ષિણે દરિયાકાંઠે વસતા હતા. મહાભારતની છેલ્લી આવૃત્તિ થઈ ત્યારેમહાવીર પ્રભુના કાળ પછી લગભગ બસે વર્ષે-ઉપરોક્ત પ્રદેશો અનાર્ય પ્રદેશો તરીકે ઓળખાતા હતા. *આ મ્લેચ્છ પ્રદેશો આર્ય પ્રદેશોથી બહુ દૂર હોય એમ જોવામાં આવતું નથી. પૂર્વમાં આસામ અને દક્ષિણ પૂર્વ બંગાળમાં તેમનો નિવાસ હોય એમ અનુમાન થાય છે. કેમકે આ પ્રદેશમાંથી મ્લેચ્છોના દેશમાં અને મ્લેચ્છના પ્રદેશથી આર્યોના દેશમાં. પ્રભુ ટૂંકી મુદતમાં આવી શકતા હતા. નવમું ચાતુર્માસ અનાર્ય ભૂમિમાં આવ્યાની હકીકત સુપ્રસિદ્ધ છે. * ૬૨ The Dravidians and the Vangas in the farthest south and the farthest east were still looked upon as non-Aryan people, while the people of Arya-Varta delighted in calling themselves and prided themselves upon their moral superiority to other races. (Epic India) અર્થાત્ - દૂરતમ દિક્ષણ અને પૂર્વ પ્રદેશસ્થ દ્રાવીડિયનો અને વંગ (પૂર્વ બંગાળ)ના લોકો અનાર્ય તરીકે લેખાતા હતા અને આર્યાવર્તના લોકો પોતાને આર્ય શબ્દથી સંબોધવામાં આનંદ માનતા અને બીજા કરતાં પોતાની આધ્યાત્મિક ઉચ્ચતા માટે અભિમાન રાખતા હતા. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148