________________
શ્રી મહાવીર
ઘણા મહાપુરુષોના જન્મ સંબંધે તેમના અનુયાયી સમાજે પાછળથી ઘણી અશ્રદ્ધેય બાબતો દાખલ કરેલ હોય એમ જોવામાં આવે છે. જીસસ ક્રીસ્ટ, કૃષ્ણ, મહાવીર વિગેરે મહાન ધર્મપ્રવર્તક પુરુષોના જન્મના વ્યતિકરની આસપાસ તેમના ભક્તજનોની શ્રદ્ધાએ પાછળથી એવું અદ્ભુતપણાનું વાતાવરણ જમાવેલું છે કે તેવી વાતોને આ બુદ્ધિવાદનો યુગ સત્ય માને એ અસંભવિત છે. જેસસના જન્મ સંબંધે તેમની માતા “મેરી”ને કન્યાવસ્થામાં ગર્ભ રહ્યો હતો. શ્રી કૃષ્ણના શરીરને, જન્મતાં જ દૈવી સહાયથી, જ્યાં પક્ષી પણ ન જઈ શકે તેવા સ્થાનમાં લઈ જવામાં આવ્યું હતું. તે જ પ્રકારે (શ્રી મહાવીર પ્રભુના સંબંધે એમ બનેલું શાસ્ત્રો કહે છે કે દેવાનંદા નામની સ્ત્રીના ઉદરમાંથી સૌધર્મ દેવલોકના ઈન્દ્ર, તે પ્રભુના ગર્ભ-શરીરનું હરણ કરી તેમને ઈશ્વાકુ કુળના સિદ્ધાર્થ નૃપતિની પટ્ટરાણી ત્રિશલાદેવીના ગર્ભમાં સ્થાપ્યો અને ત્રિશલાદેવીના ગર્ભને દેવાનંદાના ઉદરમાં સ્થાપ્યો.
આવા અલૌકિક વ્યતિકરોને સિદ્ધ કરવા પ્રયત્ન કરવો અથવા તેમ થવું સંભવિત છે એમ જણાવવાની આ વિજ્ઞાનના યુગમાં હિંમત ધરવી એ ડહાપણભર્યું નથી. જે વાતને મનુષ્યની બુદ્ધિ શક્યતા અથવા સંભવનીયતાના પ્રદેશની બહાર ગણે છે, તે વાતને માત્ર શ્રદ્ધા અને શાસ્ત્રના વાક્ય ઉપર નિર્ભર રહી ઠસાવવા પ્રયત્ન કરવો એ અયોગ્ય
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org