________________
શ્રી મહાવીર
શક્તિ સિવાયની અન્ય શક્તિઓમાં સામાન્ય જીવને શ્રદ્ધા હોતી નથી અને તેથી પ્રસંગ આવ્યે તેવી શક્તિનો પ્રભાવ મહાપુરુષોએ દર્શાવ્યાનાં અનેક દૃષ્ટાંતો છે. કૃષ્ણ પ્રભુએ પોતાની એક જ આંગળીએ ગોવર્ધન પર્વત તોળી રાખ્યાની પૌરાણિક આખ્યાયિકા પ્રસિદ્ધ છે. આત્માની શક્તિના અનંતપણામાં જેમને શ્રદ્ધા છે, તેમને આવા વ્યતિકરોમાં કશું જ અશ્રદ્ધેય હોવા યોગ્ય નથી. આ કાળે પણ આત્મશક્તિના પ્રભાવનાં અનેક ઉદાહરણો બનતા વાંચકોના જાણ્યામાં હશે.
પુણ્યશાળી આત્માના પ્રાદુર્ભાવ કાળે સર્વત્ર આનંદ અને મંગળ પ્રવર્તી રહે છે. પ્રભુના જન્મ પછી તેમના પિતાની સમૃદ્ધિમાં અસાધારણ વૃદ્ધિ થવા લાગી. પ્રભુના પુણ્યબળ વડે નગરમાં, દેશમાં વિગેરે સર્વ સ્થળે પ્રસન્નતા વ્યાપી રહી. કોઈ પણ કારણ વિના સર્વના હૃદયમાં અનામી આનંદ છૂટી રહ્યો. આ પ્રકારે સર્વ પ્રકારના શુભમાં પ્રભુના પુનિત પગલાથી વૃદ્ધિ થવાથી, તેમનું નામ “વર્તમાન” રાખવામાં આવ્યું. ભગવાનની બાલ્યકાળની લીલા પણ બહુ બોધદાયક હતી. તેમના આત્માનો જે પ્રભાવ ભાવીમાં અનેક પ્રાણીઓનું કલ્યાણ કરવા નિર્માએલો હતો, તે પ્રભાવ તેમના ક્રીડાકાળમાં પણ દશ્યમાન થતો હતો.
માતાપિતાના સ્નેહરૂપી સુધા વડે પોષણ પામતા, અનુક્રમે, પ્રભુ યૌવનાવસ્થાને પ્રાપ્ત થયા. પ્રભુના જન્મકાળથી લઈ, ત્યાં સુધીની
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org