________________
પ્રકરણ ચોથું
મૌનનો મહિમા
मुणी मोणं समायाए धुणे कम्मसरीरगं । पंतं लुहं च सेवन्ति वीरा संमत्तदंसिणो ॥
મુનિ મૌનને ગ્રહણ કરીને કામણ શરીરનો નાશ કરે અને તેને માટે સમ્યકત્વદર્શી વીર પુરુષો પ્રાન્ત અને રૂક્ષ ભોજન કરે છે.
– શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
દીક્ષાના સમયથી લઈ કૈવલ્યપ્રાપ્તિના સમય સુધી બાર વર્ષ પર્વત મહાવીરભુએ મન ભર્યું હતું. તેમના ચારિત્રનો આ અંશ અત્યંત બોધક અને સ્વહિત સાધવા પ્રતિ જેમની દષ્ટિ છે, તેમને માટે અમૂલ્ય શિક્ષણથી ભરપૂર છે. તેટલા સમય સુધી તેમણે કોઈ પણ પ્રકારનો કોઈને મુદલ ઉપદેશ આપ્યો નથી. એટલું જ નહીં પણ તેવા પ્રસંગોનો બનતા સુધી પ્રયત્ન વડે પરિહાર કરેલો છે. જેમને કૈવલ્ય સિવાયના ચાર પ્રકારનાં જ્ઞાનો વિદ્યમાન હતાં એવા મહાવીર પ્રભુએ દીક્ષાકાળ પછી તુર્ત જ ઉપદેશની પ્રવૃત્તિ શરૂ કરી દીધી હોત, તો જરૂર તેમાં તેમને જૂનાધિક અંશે સફળતા મળી હોત. પરંતુ તેમ ન કરતાં પોતાનું સર્વોત્કૃષ્ટ હિત સાધવા પર્યત તેમણે મૌન સેવવું યોગ્ય વિચાર્યું એ કયા હેતુ વિશેષ માટે હતું, એ કોયડો ઉકેલવા આપણે કાંઈક પ્રયત્ન
યુના
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org