________________
જીવનવિસ્તાર
વદ
તુર્ત જ તે ક્રોધની મૂર્તિરૂપ સર્વે પ્રભુના સામી દષ્ટિ કરી તો તે પવિત્ર વદન ઉપર લેશ પણ પ્રતિકોની છાયા નહોતી, તે મુખની પ્રસન્નતામાં જરા પણ ન્યૂનતા નહોતી. પ્રભુની મુદ્રા ઉપર અતુલ કાંતિ, સૌમ્ય, માધુર્ય તથા ક્ષમાશીલતા અંકિત જોઈ તે સ્તબ્ધ થઈ
યો. આવી નિર્વિકારી મૂર્તિ તેણે પ્રથમ કોઈ કાળે જોઈ ન હતી પ્રભુની ઉપશાંત રસમયતા તેના હૃદયમાં સંક્રાંત થઈ
પ્રભુના શાંતિબળથી તેનું ક્રોધબળ પરાભવ પામ્યું. તેની કોપજવાળા ઉપર પ્રભુએ ક્ષમા જળ રેડી તેને બૂઝાવી દીધી. તેને સુધારા ઉપર આવતો જોઈ પ્રભુ બોલ્યા કે, હે ચંડકૌશિક, સમજ ! સમજ ! મોહવશ થા નહિ, પૂર્વને સ્મૃતિમાં લાવ અને થયેલી ભૂલને સુધારી કલ્યાણના માર્ગે પ્રવૃત્ત થા.” એ શબ્દો પ્રભુના મુખમાંથી સવતાં જ સપને પૂર્વ ભવની સ્મૃતિ થઈ. પૂર્વના એક ભવમાં તે એક તપસ્વી મુનિ હતો અને પોતાના મુનિપણાને ન છાજે તેવો ક્રોધ કરી, પાપની આલોયણાની સ્મૃતિ આપનાર એક સાધુને મારવા દોડતા, સ્થંભ સાથે અફળાઈ મૃત્યુ પામ્યો હતો. તપની સાથે ઘણીવાર ક્રોધી પ્રકૃતિ જોડાયેલી જોવામાં આવે છે અને તેને કાબૂમાં ન રાખી શકનાર કેવી અધોગતિ પામે છે, તેનું એક બોધમય ઉદાહરણ ચંડકૌશિક સર્ષ પૂરું પાડે છે.) પૂર્વના ક્રોધબળથી તે આ ભવમાં સપિણે ઉત્પન્ન થયો હતો. ભવાંતરમાં શુભાશુભ અવતારનો નિર્ણાયક હેતુ શો છે તે પણ આથી . સ્પષ્ટ થવા યોગ્ય છે. જે પ્રકૃતિ આત્મામાં બળવાનપણે વર્તતી હોય,
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org