________________
જીવનવિસ્તાર
છે, છતાં જેઓની મતિ અસામાન્ય અને દેવી સત્તાના કાર્યમાં શ્રદ્ધાવાની છે તેમને માટે, ઉપરોક્ત ગર્ભીતરની ભીનામાંથી એક ઉત્તમ સાર પ્રકટે છે. તે એ છે કે – મિહાવીર પ્રભુએ પૂર્વ ભવમાં મરીચિના જન્મમાં પોતાના કુળ સંબંધી ગર્વ કર્યો હતો તેથી તેમને ભિક્ષુકના ઘરે ગર્ભમાં રહેવું પડ્યું હતું.)મદ, અહંતા, અભિમાન એ એક એવો ભાવ છે કે જ્યારે તે મનુષ્યહૃદયમાં ઉત્પન્ન થાય છે ત્યારે તેના ઉચ્ચ પદ ઉપરથી ભ્રષ્ટ થઈ તે આત્મા નિકૃષ્ટ સ્થાનની સ્થિતિ ઉપાર્જે છે. (કાર્યની સાથે તેનું ફળ, પ્રયત્નની સાથે તેનું પરિણામ, આવાત સામે તેનો પ્રત્યાઘાત અને ભાવના સાથે તેનો બદલો સંકળાએલો જ છે) આત્મા જ્યારે ગર્લના ભાવને વશીભૂત બની તેનાથી હલકી કોટીની સ્થિતિને ધિક્કારે છે - અને ગર્વ સાથે ધિક્કાર જોડાએલો હોય જ છે – ત્યારે તે જે સ્થિતિ અથવા વસ્તુને વિકારે છે; તે જ મેળવવા તે પ્રયત્ન કરતો હોય છે. આત્મા જે અવસ્થાઓને ઉલ્લંધીને આગળ વધ્યો છે તે અવસ્થાઓ પ્રતિ તેણે કદી પણ ધૃણા અથવા દુર્ગાછા કરવી યોગ્ય નથી. તેમજ જે ઉચ્ચ સ્થાનનો પોતે ભોક્તા છે તેથી મદાંધ પણ થવું ઘટતું નથી. ગર્વીષ્ટ મનુષ્ય ઉન્નતિક્રમમાં આગળ વધી શકતો નથી કેમકે તેની વર્તમાન સ્થિતિમાં તેને મિથ્યા સંતોષ રહે છે, અને તેની નીચેની ભૂમિકાવાળા પ્રત્યે કેયુક્ત રહે છે. કેમકે તેમની સ્થિતિનો તે પોતાના ઉપર આરોપ કરી તેમાંથી કંટાળો અનુભવે છે. આ પ્રકારે ગર્વીસ્ટ આત્મા એક તસુ પણ આગળ તો વધતો જ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org