________________
છે કિંચિદ વક્તવ્ય છે
wwww
શ્રીભક્તામરસ્તેત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહના પ્રથમ વિભાગમાં ઉપાધ્યાય શ્રી ધર્મવર્ધન ગણિત વીર-ભક્તામર તથા શ્રીભાવપ્રભસૂરિકૃતિ નેમિ-ભક્તામર એ બે કાવ્યે આપવામાં આવ્યાં હતાં, જ્યારે આ દ્વિતીય વિભાગમાં શ્રીધર્મસિંહરિએ રચેલા સરસ્વતી-ભક્તામર, મુનિરાજ શ્રી લક્ષ્મીવિમલે રચેલા શાતિ-ભક્તામર તથા શ્રીવિનયલાભણિકૃત પાર્શ્વ-ભક્તામર એ ત્રણ કાવ્યોનો સમાવેશ કરવામાં આવે છે. પ્રથમ વિભાગની પ્રસ્તાવનામાં નિવેદન ક્ય મુજબ સરસ્વતી-ભક્તામરના ભાષાન્તરાદિકને પ્રારમ્ભ મેં ઈ. સ. ૧૯૨૪ ના નાતાલના તહેવાર દરમ્યાન કર્યું હતું અને તે કાર્ય બે ત્રણ મહિનામાં પૂર્ણ કરી મેં તેની સંપૂર્ણ મુદ્રણાલય-પુસ્તિકા ( પ્રેસ-કૉપી) શ્રીયુત જીવણચંદ સાકરચંદ ઝવેરીની સૂચના પ્રમાણે સાક્ષર-રત્ન આગમ દ્વારક જૈનાચાર્ય શ્રી આનંદસાગરસૂરિ ઉપર મેકલી આપી હતી. તેઓશ્રીએ આ કૉપી પોતાના શિષ્ય-રન્ન મુનિરાજ માણિજ્યસાગરજી દ્વારા તપાસાવી મોકલાવવા કૃપા કરી હતી. આ પ્રેસ-કૉપી પાછી મળતાં તે કર્નાટક મુદ્રણાલયમાં છપાવવા પ્રબંધ કરવામાં આવ્યો હતો.
સરસ્વતી-ભક્તામરના મૂળ શ્લોકો તેમજ તેની ટીકાની પ્રેસ-કૉપી તૈયાર કરવામાં શ્રીયશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળા (મહેસાણા) તરફથી પ્રસિદ્ધ થયેલા શ્રીસ્તોત્રરત્નાકર (પ્રથમ વિભાગનો તેમજ સંવર્ગસ્થ ન્યાયામ્માનિધિ શ્રીવિજયાનંદસૂરીશ્વર (આત્મારામજી)ના પ્રશિષ્ય-રલ શાંતમૂર્તિ મુનિરાજ હંસવિજયજી તરફથી મળેલી હસ્તલિખિત પ્રતિને મેં ઉપયોગ કર્યો છે. આ ૧૭ પત્રની પ્રતિમાં મધ્યમાં મૂળ લેક અને ઉપર નીચે ટીકા આપવામાં આવ્યાં છે એટલે કે આ ત્રિપાઠી પ્રતિ છે. આ પ્રતિ અશુદ્ધ હોવા છતાં તે મને પાઠાન્તરે તૈયાર કરવામાં તેમજ મુદ્રિત પુસ્તકમાં કેટલીક વાર જે પાઠો હતા નહિ તેની પૂર્તિ કરવામાં ઉપયોગી થઈ પડી છે. આ પ્રતિને માટે વ અને મુદ્રિત પુસ્તકને માટે કે સંજ્ઞા રાખવામાં આવી છે.
અત્યાર સુધી કોઈ પણ સંસ્થા કે વ્યક્તિ તરફથી પ્રકાશિત નહિ થયેલા એવા આ વિભાગમાં આપેલા શાન્તિ-ભકતામરની પ્રેસ-કૉપી તૈયાર કરવામાં મેં ત્રણ પ્રતિઓને ઉપગ કર્યો છે. સૌથી પ્રથમ મને જૈનાનપુસ્તકાલય (સુરત)માંથી તેના કાર્યવાહકે દ્વારા એક પ્રતિ મળી હતી. મૂળ શ્લોકવાળી આ પ્રતિમાં બે ત્રણ સ્થળે અક્ષર જતા રહેલા હતા તેમજ કેટલાંક સંદિગ્ધ સ્થળે પણ હતા. આથી એ સંબંધમાં બીજી પ્રતિ મેળવી આપવા મેં શ્રીયુત જીવણચંદને સુચના કરી, તેના પરિણામ તરીકે મને અમદાવાદના ડહેલાના ઉપાશ્રયના ભંડારમાંથી મૂળ લેવાની એક પ્રતિ મળી. આ બે પ્રતિની મદદ લઈને મેં શાન્તિ-ભકતામરના મૂળ કેની પ્રેસ-કૉપી તૈયાર કરી અને તે તપાસી જવા માટે મેં આનન્દસાગરસૂરિજી ઉપર મોકલી આપી. આ કાવ્યની કઈ અવચરિકે ટીકા મને નહિ મળેલી હેવાથી મેં સૂરિજીને એને અન્વય લખી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org