________________
jain
શ્રાવક જીવન એક અધૂરી ધર્મ–કરણી છે.
જીવનમાં પરિવાર–પોષણ જીવન નિર્વાહ, વ્યાપાર-ધંધો, વૈભવ–ઉપયોગ આદિ અનેક પ્રકારના પ્રમાદો જોડાયેલાં છે. મુનિ જીવન માનવ ભવની સર્વોચ્ચ અવસ્થા છે. આત્મધર્મની સર્વોત્કૃષ્ટ સાધના છે. સંયમ ધારણ કરીને તેનું જિન આજ્ઞા અનુસાર પાલન કરવું એ જ મોક્ષ પ્રાપ્તિનો સાચો રાજમાર્ગ છે. ભવ ભ્રમણમાં ધકકા ખાતાં – ખાતાં માનવ સંસારના કિનારે અને મોક્ષની નજીક પહોંચી ગયો છે.
હિંદ અવસર ચૂકી ગયો તો પુનઃચોરાશીનું ચક્કર તૈયાર છે. માટે ''એક ધકકા ઔર દો, સંસાર કો છોડ દો."
35
'ત્રીજો વર્ગ' ૧ થી ૬ અધ્યયન
કથાસાર
આ વર્ગમાં તેર અધ્યયન છે. જેમાં તેર રાજકુમારોનું વર્ણન છે.
અનિકસેન આદિઃ પ્રાચીનકાળમાં ભદ્દિલપુર નામનું નગર હતું. ત્યાં નાગ નામના ગાથાપતિ(શેઠ) રહેતા હતા.તેમને સુલસા નામની ભાર્યા(શેઠાણી) હતી. તેણીએ સુંદર અને ગુણયુકત પુત્રને જન્મ આપ્યો. જેનું નામ અનિકસેન રાખવામાં આવ્યું. બાળપણ, શિક્ષા ગ્રહણ, યૌવન વયમાં પ્રવેશ અને પાણિગ્રહણ આદિ યથાસમયે સુખપૂર્વક સંપૂર્ણ થયા. બત્રીસ શ્રેષ્ઠી કન્યાઓની સાથે તેઓ સાંસારિક સુખ ભોગવતાં રહેવા લાગ્યા.
એક વખત અરિહંત અરિષ્ટનેમિનું નગરી બહાર શ્રી–વન ઉદ્યાનમાં આગમન થયું. અનિકસેન રાજકુમાર ભગવાનની સેવામાં ગયા. ઊપદેશ સાંભળ્યો. ઉપદેશની વૈરાગ્ય ધારા તેના હૈયામાં ઉતરી ગઈ. સંયમ સ્વીકારવાનો દઢ સંકલ્પ કર્યો અને પ્રથમ અધ્યયનમાં વર્ણવેલ ગૌતમના વર્ણન સમાન માતા–પિતા પાસેથી આજ્ઞા પ્રાપ્ત કરીને ભગવાનની પાસે દીક્ષિત થયા. સંયમ જીવનની શિક્ષાઓ ગ્રહણ કરીને સંયમ તપથી પોતાના આત્માને ભાવિત કરતાં બાર અંગોનું કંઠસ્થ અધ્યયન કર્યું. ૧૪ પૂર્વધારી બન્યા. ગૌતમ અણગારની જેમ જ ભિક્ષુ પડિમા અને ગુણરત્ન સંવત્સર તપની આરાધના કરી. વીસ વર્ષની દીક્ષા પર્યાયના અંતે એક મહિનાના સંથારાથી સંપૂર્ણ કર્મોનો ક્ષય કર્યો. એવી જ રીતે અનંતસેન કુમાર, અજિતસેન કુમાર, અનિહતરિપુ કુમાર, દેવસેન કુમાર, અને શત્રુસેન કુમાર આદિ પાંચેય શ્રેષ્ઠી કુમાર નાગ ગાથાપતિના પુત્ર સુલસાના અંગજાત સગા ભાઈઓનું વર્ણન છે. બધાએ ભગવાન અરિષ્ટનેમિ પાસે દીક્ષા લઈને ૨૦ વર્ષ સુઘી સંયમ પાલન કર્યું અને અંતે સર્વ કર્મોનો ક્ષય કરીને શત્રુંજય પર્વત પરથી સિદ્ધ થયા. આ રીતે છ અધ્યયન પૂર્ણ થયા.
સાતમું અધ્યયન
દ્વારિકા નગરીમાં વસુદેવ રાજા(શ્રી કૃષ્ણજીના પિતા) રહેતા હતા. તેમને સારણકુમાર નામનો પુત્ર હતો. યુવાવસ્થા દરમિયાન તેના પચ્ચાસ કન્યાઓની સાથે લગ્ન થયાં. તેણે પણ સંપૂર્ણ વૈભવનો ત્યાગ કરીને અરિહંત અરિષ્ટનેમિની પાસે સંયમ અંગીકાર કર્યો. ચૌદ પૂર્વનો અભ્યાસ કર્યો. બાકીનું વર્ણન ગૌતમ કુમાર જેવું જ છે. વીસ વર્ષનો દીક્ષા પર્યાય પાળી અને અંતે માસખમણના સંથારા વડે મુકિત પ્રાપ્ત કરી .
આ રીતે બે વર્ગોમાં ૧૮ અને ત્રીજા વર્ગમાં સાત જીવોનું તેમ કુલ ૨૫ જીવોનું સુખ રૂપ મુકિત ગમન થયું. હવે ત્રીજા વર્ગના ઉપસર્ગ યુકત વર્ણનવાળા આઠમા અધ્યયનો પ્રારંભ થાય છે.
આઠમું અધ્યયન – - ગજસુકુમાર
છ ભાઈ મુનિઓના પારણા :– અરિહંત અરિષ્ટનેમિનું વિચરણ કરતાં-કરતાં દ્વારિકા નગરીમાં પદાપર્ણ થયું. ભગવાનની આજ્ઞા લઈને પૂર્વે વર્ણવેલ અનિકસેન આદિ છ ભાઈઓ પોતાના છટ્ટના પારણા માટે દ્વારિકા નગરીમાં ગયા. છ મુનિઓએ બે–બેના વિભાગ બનાવ્યા. તેમાંથી એક વિભાગના બે મુનિઓ ગવેષણા કરતાં દેવકી રાણીના આવાસે પહોંચ્યા. વચ્ચેના તીર્થંકરોના( ૧ અને ૨૪ સિવાયના) સાધુ–સાધ્વીઓ રાજકુળમાં ગોચરી જઈ શકે છે. તેથી દેવકીના ઘેર આવવું તેમના માટે કલ્પનીય હતું. દેવકી રાણી આદર—સત્કાર વિનય ભકિત અને પ્રસન્નતા પૂર્વક બંને મુનિઓને ૨સોઈ ઘરમાં લઈ આવી અને સિંહ કેશરી નામના મોદક થાળમાં ભરી ઈચ્છાનુસાર વહોરાવ્યા. ત્યાર પછી પુનઃવિનય વ્યવહારપૂર્વક તેમને વિદાય કર્યા. થોડી જ વારમાં ગવેષણા કરતો–કરતો એ ભાઈઓનો બીજો સંઘાડો પણ સંયોગ વશ દેવકી રાણીને ત્યાં પહોંચ્યો. રાણીએ તેમને પણ ભાવપૂર્વક થાળમાં મોદક ભરી ઈચ્છાનુસાર વહોરાવ્યા. અને વિનય વ્યવહારપૂર્વક તેમને પણ વિદાય કર્યા.
ત્રીજો સંઘાડો પણ દેવકીના ઘર તરફ ઃ- સંયોગવશ ત્રીજો સંઘાડો પણ ત્યાં પહોંચ્યો. દેવકી રાણીએ પોતાનું અહોભાગ્ય સમજીને ભકિતપૂર્વક રસોઈ ઘરમાં જઈને તે જ પ્રમાણે થાળ ભરીને મોદક વહોરાવ્યા, પછી દેવકી રાણીને એ આભાસ થયો કે આ જ બે મુનિઓ વારંવાર ભિક્ષા લેવા માટે આવી રહયા છે. આ આશંકાનું કારણ એ હતું કે તે છએ ભાઈઓ દેખાવમાં લગભગ સરખા હતાં. જેને કારણે અપરિચિત વ્યકિત માટે ભ્રમ થવો સહજ હતો.
શંકા અને સમાધાન : દેવકી રાણીએ ત્રીજા સંઘાડાને વિદાય દેતાં વિનમ્રતા પૂર્વક નિવેદન કર્યું ' હે દેવાનુપ્રિય ! શું શ્રી કૃષ્ણ વાસુદેવની રાજધાનીમાં(નગરીમાં) શ્રમણ નિગ્રંથોને બરાબર ભિક્ષા નથી મળતી ? કે એક જ ઘરે ફરી – ફરીને વારંવાર આવવું પડે છે.
દેવકીના શંકાયુકત વાકયોના ઉચ્ચારણથી મુનિ તેના આશયને સમજી ગયા કે બબ્બેના સંઘાડારૂપે ત્રણવારમાં અમે છએ ભાઈઓ દેવકીના ઘેર આવી ગયા છીએ. સરખા વર્ણ, રૂપ આદિને કારણે દેવકી રાણીને એ ભ્રમ થઈ રહયો છે આ જ બંને મુનિઓ મોદક માટે ફરી–ફરીને પાછા આવે છે, તો આ મુનિઓને આવું કરવાની શી આવશ્યકતા પડી ? દ્વારિકા નગરીમાં ઘણા ઘર
છે અને ભિક્ષા મળી શકે છે.
મુનિએ સમાધાન કરતાં સ્પષ્ટીકરણ કર્યું કે અમે છ ભાઈઓ ભદ્દિલપુર નગરના શ્રેષ્ઠી પુત્રો હતા. છએ નું રૂપ, લાવણ્ય,