Book Title: Kathasar
Author(s): Jain Yuth Foram
Publisher: Jain Yuth Foram

View full book text
Previous | Next

Page 292
________________ jain 291 કથાસાર જેમ કે– માખણના ત્યાગની સાથે એવી નકામી વાતો જોડી દીધી છે, જે મૂળ આગમોથી વિરુદ્ધ છે તથા નિર્યુક્તિ વ્યાખ્યાઓથી પણ વિરુદ્ધ છે. કેમ કે આગમોમાં અનેક જગ્યાએ માખણ સાધુએ વાપરી શકાય તેવું વિધાન છે અને ૧૦ કલાક સુધી રાખી શકાય તેવું મૌલિક વિધાન પણ આગમમાં છે. પરિઠાવણિયા નિર્યુક્તિમાં પણ માખણ વહોરીને ઉપયોગમાં લેવા સંબંધી વિવેક બતાવેલ છે. એટલે માખણ સંબંધી એકાંતિક ખોટી માન્યતાઓ જે ચાલે છે, તે અપ્રમાણિક છે અને તે કારણે તેને એકાંત—અભક્ષ્ય કહેવું તે દુરાગ્રહ છે. દ્વિદળ સંબંધી દહીં સંયોગથી જે જીવોત્પતિ માનવાની પરંપરા છે, તે પણ તર્કથી અસંગત અને અપ્રમાણિક છે. કેમ કે કોઈપણ વસ્તુનું તત્કાળ વિકૃત થવાનું અને તેમાં તત્કાલ જીવોત્પત્તિ થવાનો કાયદો કરવો તે જ ખોટું છે. જેમ કે માખણ માટે પણ તત્કાલ જીવોત્પત્તિ થવાનો કરેલો કાયદો આગમ પ્રમાણથી ખોટો સાબિત થઈ ચૂક્યો છે. એ જ આગમ પ્રમાણોથી એવો નિષ્કર્ષ નીકળે છે કે પ્રત્યેક વસ્તુનો સ્વભાવ અને શુદ્ધ રહેવાની ક્ષમતા જુદી–જુદી હોય છે. ક્ષેત્રકાળ વાતાવરણ પણ તેમાં ઘણો ભાગ ભજવે છે. તેની પરીક્ષાનું જ્ઞાન એ છે કે જે તે વસ્તુની અંદર વર્ણમાં, ગંધમાં, રસમાં, સ્પર્શમાં, અશુભ વિકૃતિ થતાં જીવોત્પતિ થવાનો સ્વભાવ હોઈ શકે છે, જેનો કોઈ સમય નિર્ધારિત કરી શકાતો નથી. પરંતુ વાતાવરણ, સંયોગ, વિયોગ વગેરેની તારતમ્યતાથી તેના વિકૃત થવાના સમયમાં અંતર પડી શકે છે. જેમ કે લોટમાંથી બાંધેલી કણિક શિયાળામાં ૧૦ કલાક સુધી પણ ખરાબ નથી થતી પરંતુ ગરમીના ઉનાળાના દિવસોમાં ૪ થી ૫ કલાકમાં જ બગડી જઈ શકે છે. પરંતુ ફ્રીજમાં રાખવામાં આવે તો તેની અવધિ વધારે થઈ જાય છે. એજ રીતે માખણને પાણી અથવા છાશની અંદર રાખવાથી; ગરમીમાં, ફ્રીજમાં રાખવાથી પણ પાણી કે છાશ વગર રાખવાથી તેની અંદર વિકૃતિ થવાના સમયમાં ફેરફાર થઈ જાય છે. આ જ રીતે બધા જ પદાર્થો વિશે સમજી લેવું જોઈએ. જેની પરીક્ષા, ચાખવાથી વિકૃત સ્વાદ ફેર લાગે, સૂંઘવાથી વિકૃત અશુભ ગંધ આવે, સ્પર્શ કરવાથી ચીકાશ– વાળું લાગે, કે ઉપર લીલ ફુગ થાય વગેરે જુદા–જુદા પ્રકારેથી ખાવા-પીવાની સામગ્રીની પરીક્ષા કરી શકાય છે અને વિકૃતિ જણાય તો ત્યારે જ તેમાં જીવોત્પત્તિ છે તેમ નિર્ણય લઈ શકાય છે. આ બધું જ્ઞાન પણ અનુભવ ચિંતન તથા વિવેક બુદ્ધિ તથા અભ્યાસથી પ્રાપ્ત થાય છે. મધ અને માખણને મહાવિગય કહેવામાં આવ્યું છે એટલે તેનો ત્યાગ કરવાનું શ્રેષ્ઠ જ છે. પરંતુ દારૂ અને માંસાહારને આગમમાં નરકાયુ બાંધવાના કારણભૂત માનવામાં આવ્યું છે. તેની સમાન અખાદ્ય અભક્ષ્ય તો આ મધ અને માખણને ન કહી શકાય. બીજા અભક્ષ્યમાં રાત્રિ ભોજન તથા અનેક વનસ્પતિઓ છે, જેનો ત્યાગ કરવામાં લાભ જ છે, હાનિનો કોઈ પ્રશ્ન જ નથી. સાર એટલો જ કે ૨૨ અને ૨૨ થી પણ વધારે વસ્તુઓનાં ત્યાગ કે ત્યાગની પ્રેરણા કરવી શ્રેષ્ઠ જ છે, પરંતુ તેના સ્વરૂપ કથનમાં આગમ વિપરીત અતિશયોક્તિ યુક્ત કથન પ્રરૂપણા ન કરવી જોઈએ તથા ગાડરિયા પ્રવાહમાં વહેવાનો દૃષ્ટિભ્રમ પણ ન હોવો જોઈએ. જાણકારી માટે એ પ્રચારિત ૨૨ અભક્ષ્ય આ મુજબ છે– (૧ થી ૫) વડ, પીપળો, પીપળ, ઉબરો, કાલંબર આ પાંચના ફૂલ, ઘણાં બધાં બી, તથા સૂક્ષ્મ બીજ હોવાથી, (૬ થી ૯) મધ, માખણ, દારૂ, માંસ આ ચાર મહાવિગય છે. આમાં બે પ્રશસ્ત અને બે અપ્રશસ્ત છે. (૧૦) બરફ, (૧૧) વરસાદના કરાં, (૧૨) ખડી માટી, (૧૩) વિષ, (૧૪) રાત્રિભોજન (૧૫) દ્વિદળ (કાચુ દહીં તથા કઠોળનું સંયોજન) (૧૬) રસ ચલિત પદાર્થ (વિકૃત ૨સ થવાથી દુર્ગંધ આવે તે) (૧૭) તુચ્છ ફળ (૧૮) ઘણાં બીજ વાળું ફળ (૧૯) અજાણ્યું ફળ (૨૦) રીંગણા (૨૧) બોરનું અથાણું (૨૨) અનંતકાય. ધાતુ ગ્રહણ–ધારણ જિજ્ઞેશ :– ધાતુની વસ્તુ રાખવા સંબંધી શી પરંપરા છે ? = જ્ઞાનચંદ : – ત્રણ જાતિના પાત્ર રાખવાનું તથા અન્ય કોઈ બીજું પાત્ર ન રાખવાનું વર્ણન આગમોમાં છે તથા સકારણ રાખવા માટેનો દંડ પણ કાષ્ટ, વાંસ વગેરેનો જ રાખવાનું વિધાન છે. સાધના પ્રમુખ, સાધકની પ્રત્યેક ઉપધિ અત્યાવશ્યક તથા સામાન્ય જાતિની હોવી જોઈએ. આ તેનો અપરિગ્રહ મહાવ્રતનો વિષય છે. પરંતુ સમય પ્રભાવથી જ્યારે લેખન કાર્ય કરવું પડે છે ત્યારે તેમાં સમય શક્તિના ખર્ચનો વિવેક રાખવો પડે. ત્યાં પરંપરાનો દુરાગ્રહ રાખવાને બદલે હાનિ તથા લાભાલાભનો વિચાર કરી આગમ દ્વારા તેની ચિંતવના કરવી જોઈએ. આમ કરવા જતાં અત્યાવશ્યક ઉપકરણ ચશ્મા, પેન વગેરે ધાતુનો ઉપયોગ થઈ જાય તો તે આગમ વિરુદ્ધ ન ગણાય તથા અન્ય બીજા ઘણાં દોષો, પ્રમાદોનો પણ આનાથી બચાવ થઈ જાય છે. એ ઉપકરણો કે વસ્તુઓ, સાધનો પર આસકત કે મમત્વ ભાવ આવે તો અપરિગ્રહ વ્રત દુષિત થાય છે. અન્ય કોઈ આવશ્યક ઉપધી પણ મમત્વ ભાવથી રહિત થઈને ગ્રહણ–ધારણ કરવાની હોય છે. નિત્ય ગોચરી જવા સંબંધી જિજ્ઞેશ :– ગોચરી જવા સંબંધી, આજે જવું કે કાલે જવું, સવારે જવું અથવા સાંજે ન જવું વગેરે શી પરંપરા છે ? = જ્ઞાનચંદ : – એષણાના ૪૨ દોષમાં આ સંબંધી કોઈ ચર્ચા નથી. આગમ વર્ણિત અન્ય વિધિ નિષેધોમાં પણ આવો એકાંતિક કોઈ નિયમ જડતો નથી. હાં, નિયંત્રણ અને તૈયારીપૂર્વક રોજ રોજ એક ઘરમાં જઈને આહારાદિ લેવા બાબતમાં નિયાગપિંડ નામક દોષ છે. નિત્યપિંડ નામે એક દાનપિંડ દોષ આચારાંગમાં દર્શાવેલ છે જેનો અર્થ છે કે, જે ઘરમાં દાનપિંડ બનાવીને રોજ તે પૂરેપૂરો દાનમાં આપી દે ત્યાં ગોચરી જવાનો નિષેધ છે અને નિશીથ સૂત્રમાં તેનું પ્રાયશ્ચિત્ત છે. આ વિષે વિશેષ સપ્રમાણ ચર્ચા દશવૈકાલિક સૂત્ર સારાંશના પરિશિષ્ટમાં છે, ધોવણ પાણી દેરાવાસી સાધુ સાધ્વી, ધોવણ પાણી નથી લેતાં અને તેનો નિષેધ કરે છે. સ્થાનકવાસી કોઈ ધોવણ પાણી લે છે, કોઈ ગરમ પાણી લે છે. આવી જુદીજુદી પરંપરાઓ કેમ ?

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305