Book Title: Kathasar
Author(s): Jain Yuth Foram
Publisher: Jain Yuth Foram

View full book text
Previous | Next

Page 303
________________ આગમ-કથાઓ 302 અનાસકતિ જ જ્ઞાનનું પરિણામ છે. જ્યારે આવા સંસ્કારોની જીવ પરયાપતિ કરી લે છે. ત્યારે તે ગુણથી પણ પર્યાપ્ત થયો કહેવાય. નહિતો હજી અપર્યાપ્તોજ છે, એટલે કે અપરિપક્વ, આગમ અને આધ્યાત્મ જીવ, અજીવ, નવ તત્વ, છ દૃવ્ય, લોક અને તેના સર્વ સ્વભાવ વિશેનું વર્ણન અને ચિંતન કરે તે આગમ. ફકત આત્માના સ્વભાવ અને ગુડ્ડાધર્મ વિષેનું જ્ઞાન તે આધ્યાત્મિક જ્ઞાન. અહિં અન્ય તત્વોની નાસ્તિ નથી જ્ગાવવામાં આવતી પણ તેની ચર્ચાનો ફક્ત રુર પુરતો ઉપયોગ કરી ફરી અત્મા તરફ વળી જ્વાય છે. મુખત્વે આત્માનો વિચાર અને આત્માની વાત આવે તે અધ્યાત્મ અને લોકગત સર્વ ભાવ અને સ્વાભાવ કે ગુણધર્મો વિષે જ્ગાવે તે અગામ. શ્રીમદ રાચંદ, કાનજીસ્વામી, ઊગંબર સંપ્રદાય, દાદા ભગવાન- તેમનાં બધા સાહિત્યો, ગ્રંથો આધ્યાત્મીક પ્રધાનતા વાળા છે. બાકીનાં શ્વેતાંબર મંદિરમાર્ગી તથા બધા સ્થાનક્વાસી સંપ્રદાયો આગમ પ્રધાન એટલે કે લોકનાં સર્વ ગુણધર્મોનાં જ્ઞાનને મહત્વ આપે છે. આત્મજ્ઞાન કે ભેદવિજ્ઞાન જરૂરી હોવા છતાં અનુકંપાનાં ગુણ વગર હિતકારી થતું નથી. માટે પૃથ્વી, પાણી, અગ્નિ વનસ્પતિ અને વયરો આ એકેન્દ્રીય જીવો સહિત સર્વ ત્રસ જીવો પ્રત્યેની અનુકંપા એ સમકીત માટે જરૂરી અને મુખ્ય ગુણ છે. શ્રધ્ધા નો જ્ન્મ રાગમાંથી પ્રેમ, લાગણી, વાતસલ્ય અને મમતામાંથી શ્રધ્ધાના જ્ન્મ થાય છે. માતા-પિતા અને મુખ્યત્વે મા શ્રધ્ધા આપી શકે છે. મા તો વ્યવહારથી બાળકને શીખવાડેલું સંબંધનું નામ છે. ખરેખર તો બાળક માને એવી વ્યક્તિ તરીકે ઓળખે છે, જે તેના સુખે સુખી અને દુઃખે, દુઃખી થાય છે. જ્યારે તે બોલી પણ નહોતો શક્યો ત્યારે ફક્ત તેના રડવાથી. તેને ભુખ લાગી છે, કે સુંવું છે, કે ગંદુ કર્યું છે તે જાણી શકનારી વ્યક્તિને લોકોએ મા તરીકે સંબોધવાનું કહયું છે. આ તેની સમજણ છે. અનંત ભવનાં સંસ્કારોથી દરેક વ્યક્તિ મા પણ છે. ચાહે તે પુરૂષ હોય કે સ્ત્રી, ગુરુ પણ શિષ્યને માટે મા છે. શિક્ષક વિદ્યાર્થી માટે મા છે. પોતાની હિતકારી વ્યક્તિ તરીકે ની ઓળખ આત્માને હોય, તેની વાત પર શ્રધ્ધા રાખી શકાય છે. પહેલા દિવસે નવા કપડા પહેરી, માથું ઓળી, તૈયાર થઇ નિશાળે Ō રહેલો બાળક નથી જાણતો કે શિક્ષક કોણ છે. નિશાળ શું છે. અને કેટલા વર્ષ સુધી આ રસ્તા પર લેફટ-રાઇટ કરવાની છે. પરંતુ એ વ્યક્તિ જેને લોકો મા તરીકે સંબોધવાનું કહે છે. એના ચહેરા પર આજે ખુશી છે. નકકી મારું કાંઇક ભલું થઈ રહ્યું છે. આમ માએ શિક્ષક પર શ્રધ્ધા અપાવી. ધર્મની શ્રધ્ધા પણ માના પ્રત્યાઘાતથી નક્કી થાય છે. અમુતા બાળક જ્યારે ગૌતમ સ્વામીને આંગળી પકડી ઘરે લઈ જાય છે. ત્યારે માતા તેમને અહોભાવથી વહોરાવે છે. ધ્યાનથી નીરખી રહેલા બાળક અઇમ્રુતાને ગૌતમ સ્વામી પર શ્રધ્ધા થાય છે. સંસારનાં સંબધો બધા ખોટા છે એ વાક્યને એકાંત દૃષ્ટીકોણથી ન જોતાં, કહેવાના હાર્દ સમજ્યો જોઈએ. મમતા, શા, વાતસલ્ય, પ્રેમ વગેરે પણ આત્માનાં શુભ ભાવો છે. એકાંતે હૅય નથી. જેમ મનુષ્યનો જ્ન્મ પામવા અશુચીમાંથી પસાર થવું પડે છે, તેમ શ્રધ્ધા અને સમક્તિનો જન્મ પણ લાગણી-પ્રેમ (રાગ) માંથી થાય છે. માટી ભલે ખાવામાં કામ ન આવે પણ માટી વગર ફળની ઉત્પતી પણ સંભવ નથી. સમયકત્વની પરયાપતી થતાં સર્વ જીવો પ્રત્યે જ્યારે અનુકંપાનો ભાવ આવે છે. ત્યારે વ્યક્તિગત લાગણીઓ તેમાં વીલીન થઈ જાય છે. સદગતિ નું મહત્વ અત્યારે મનુષ્યનાં ભવમાં પણ નરક ગતિ યોગ્ય કર્મની પ્રદેશથી ઉદીરણા થઈ રહી છે. પણ વિપાકોદય, દૃવ્ય-ક્ષેત્ર-કાળ ભાવ-ભવ એવા ન હોવાથી પુણ્યનાં પ્રતાપે એ અશાતા ભોગવવી નથી પડી રહી. આ છે સદગતિનું મહત્વ. કર્મો ભલે અનંત ભવનાં હોય, પણ જીવ ગતિ ફક્ત વર્તમાન ભવની કરણીથી સુધારી શકે છે. અને જો આયુષ્ય કર્મનો બંધ ન કર્યો હોય તો અનંત વેદનાથી બચી શકે છે. આમ જીવ સુખવિપાકથી મોક્ષ સુધીની સફર પુરી કરી શકે છે. અનંત ભવનાં કર્મ સાથે હોવા છતાં આ શક્ય છે. ભાવો નું મહત્વ મને કર્મ બંધ થશે.દુખ ભોગવવુ પડશે . માટે હું બીજાને દુખ પહોચાડતો નથી. તો હજી એ સદવર્તન દુખ નાં ભયથી છે. જો કર્મ બંધ ન થતો હોય તો મને દુખ પહોચાડવામાં વાંધો નથી. આ અનુકંપા ભાવ નથી. મારા આત્મા જેવોજ એનો આત્મા છે.મને દુખ અપ્રિય છે તેમ એને પણ અપ્રિય છે. પોતાના સરખો કે પોતાનો જ એ આત્મા જાણી જે પ્રવૃતિ કરે છે તે અંગે આયા ( આત્મા એક છે ) ની ઉકતિ ને સાર્થક કરે છે,

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305