Book Title: Kathasar
Author(s): Jain Yuth Foram
Publisher: Jain Yuth Foram

View full book text
Previous | Next

Page 296
________________ jain 295 કથાસાર આ ઉપકરણના નામથી જ એ સ્પષ્ટ નિર્દેશ થાય છે કે તે મુખ પરની વસ્તુ છે. મુખવસ્ત્રિકા તથા રજોહરણ એ બે ઉપકરણ જિનકલ્પીઓએ તથા અચેલ ભિક્ષએ પણ અવશ્ય રાખવા જોઈએ. આ બંને જૈન લિંગના આવશ્યક ઉપકરણો છે અને બંને સંયમ રક્ષાર્થ ઉપકરણ છે. ભગવતી સૂત્રમાં ઉઘાડા મોએ બોલાતી ભાષાને સાવધ ભાષા કહી છે. મુખવસ્ત્રિકાથી માં ઢાંક્યા વિના વાત ન કરાય એ સિદ્ધાંત દેરાવાસી તથા સ્થાનક– વાસી બંને સ્વીકારે છે. શ્રાવકો માટે પણ દેવ-ગુરુ દર્શન હેતુ તેના અવગ્રહમાં પ્રવેશ કરવા માટે પ્રથમ મુખ પર વસ્ત્ર લગાડવું, તે આવશ્યક વિધિ છે. જેનું કથન ભગવતી આદિ અનેક સૂત્રોમાં છે. એટલે બોલતી વખતે, ઉપાશ્રયમાંથી બહાર જતી વખતે, પ્રતિક્રમણ કરતી વખતે મુખવસ્ત્રિકા મુખ પર હોવી જોઈએ; તેવું આવશ્યક મનાય છે. ઉઘાડા મુખે બોલવાથી ઘૂંક, સામે બેઠેલી વ્યક્તિ ઉપર અને શાસ્ત્રો પર પડે છે, જેથી મહાન આશાતના થાય છે અને સાવદ્ય ભાષાનું પાપ પણ લાગે છે. જો દોરી બાંધવાથી પાપ હોત તો ચોલપટ્ટામાં જાડી દોરી લગાડવાનો પ્રારંભ ન થાત. આ રીતે દોરીમાં તો કોઈ પાપ નથી અને ઉઘાડા મોંએ બોલવાથી પાપ લાગે, વગેરે બાબતોને ધ્યાનમાં રાખી મુહપત્તિ બાંધવી ઉચિત જ છે. સામેની વ્યક્તિ પર અને શાસ્ત્ર પર ઘૂંક પણ ન પડે તે ફાયદો વધારામાં! પરસેવામાં તથા ઘૂંકમાં સંમૂર્છાિમ મનુષ્યની ઉત્પત્તિ થતી નથી. સાધુ- સાધ્વીઓ માટે કેટલાય કલાકો સુધી વિહાર કરવાનો કે બોલ્યા કરવાનો (વ્યાખ્યાન આદિ) પ્રસંગ આવે જ છે. ત્યારે ગરમીથી કપડાં પરસેવાથી રેબઝેબ થઈ જાય છે, તેમાં સંમૂર્છાિમ જીવ ઉત્પન્ન થાય તો સાધુ જીવન પાળવાનું અસંભવ થઈ જાય. પરસેવાના કપડા શરીરથી સંલગ્ન રહે છે તેથી તેમાં જીવોત્પત્તિ થતી નથી. જ્યારે શરીરથી સંલગ્ન પરસેવાવાળા કપડામાં સંમૂર્છાિમ મનુષ્ય ઉત્પન્ન થતાં નથી તો મુખની અત્યંત નજીકમાં લાગેલી મુહપત્તિમાં સંમૂર્છાિમ મનુષ્ય ઉત્પન્ન થવાની કલ્પના કરવી વ્યર્થ જ છે. નિષ્કર્ષ એવો થયો કે મોઢાં પર મુહપત્તિ બાંધવાથી સંમૂચ્છેિમને પાપ લાગે નહી અને સાવધ ભાષા બોલવાથી બચી શકાય તથા શાસ્ત્રની આશાતના પણ મખવસ્ત્રિકા હાથમાં રાખવાનો કે મો પર બાંધવાનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. તેમ છતાં આગમ વિધાનોના આશયથી એવો વિવેક પ્રગટ થાય છે કે બોલવાના સમયે તથા ઉપાશ્રયમાંથી બહાર જતી વખતે મુખ પર મુખવસ્ત્રિકા બાંધવાનું લિંગને માટે તથા સાવધ ભાષાથી બચવા માટે આવશ્યક છે. સૂતાં, જાગતાં, મૌન, ધ્યાન બધી અવસ્થાઓમાં મુખવસ્ત્રિકા બાંધવી, તે પણ આવશ્યક જ છે. અને બેધડક ઉઘાડા મોએ વાત કરવી મર્યાદા યુક્ત નથી. એટલે વિવેકપૂર્વક, યોગ્ય સમયે મુહપત્તિ બાંધીને દોષોથી બચવું હિતાવહ છે. જો દોરાનો ઉપયોગ ન કરવો હોય તો પુજા વખતે જેમ રુમાલ બાંધવામાં આવે છે તેમ રુમાલ બાંધીને બોલવું જોઈએ કે હાથમાંની મુહપતિ આડી ધરીને બોલવું જોઈએ પણ ઉગાડે મોઢેતો નહિંજ. સાધુને વનવાસ કે વસતિમાં વાસ-આગમ ચિંતન (જૈન આચાર વિચારમાં અનેકાંતિકતા) “સાધુ પહેલાં પહાડોમાં રહેતાં હતાં, પછી પાછળથી કમજોરી– વશ વસતિવાસ(ગામોમાં રહેવું) શરૂ કર્યું” આવું વિદ્વાનો તથા ઇતિહાસકારો દ્વારા કહેવાયું છે પણ, તે કથન આગમાનુસાર નથી. આર્ય ભદ્રબાહુસ્વામી કૃત છેદ સૂત્રો તથા આચારાંગ સૂત્ર વગેરે ગણધર કૃત આચાર શાસ્ત્રોથી સર્વજ્ઞ કથિત વીતરાગ માર્ગનું આવું એકાંતિક રૂપ હોય તેવું લાગતું નથી. ભગવાનના સમયમાં પણ નવદીક્ષિત, સ્થવિર, વૃદ્ધ, ગ્લાન, અશક્ત, સ્થવિર વાસ | વિરાજિત સાધુ કે સાધ્વીઓ વગેરે અનેક પ્રકારના સાધકો હતાં. અંગ સૂત્રોમાં અને છેદ સૂત્રોમાં જ્યાં ઉપાશ્રયોનું વર્ણન છે ત્યાં ૧૮ પ્રકારના અથવા ૨૧ પ્રકારના રહેઠાણો સાધુ-સાધ્વીઓને રહેવા માટે કહ્યાં છે. બૃહત્કલ્પ સૂત્રમાં કહ્યું છે કે સાધુને પુરુષ સાગરિક ઉપાશ્રયમાં રહેવાનું કલ્પ પણ સ્ત્રી સાગરિક ઉપાશ્રયમાં રહેવાનું કલ્પ નહીં. અનાજ તથા ખાદ્ય સામગ્રી યુક્ત મકાનમાં કેવી વ્યવસ્થિત સ્થિતિ સાંપડતા રહેવાનું કલ્પ?(શેષ કાળ માટે) અને ક્યાં, ક્યારે ચાર્તુમાસ રહેવાનું કલ્પ વગેરેનું સ્પષ્ટ વર્ણન છે. દુકાનોમાં, ગલીના નાકે, ત્રણ રસ્તે કે ચાર રસ્તે બનેલા મકાનોમાં સાધ્વીને ઉતરવું કલ્પ નહીં, પરંતુ સાધુને કહ્યું, એવું સ્પષ્ટ વિધાન છે. પરંતુ બંનેને માટે એવું સ્થળ કહ્યું નહીં, એવું વિધાન નથી. આમ આર્ય ભદ્રબાહુ રચિત, આ છેદ સૂત્રમાં ગામડા ઓમાં રહેવાનો નિષેધ નથી અપિતુ વિધિરૂપ રહેવાનું જ સિદ્ધ થાય છે. બીજી અનેક વૈકલ્પિક અવસ્થાઓ જેવી કે, સ્થવિર કલ્પી તથા જિનકલ્પના, એક વસ્ત્રધારી કે અનેક વસ્ત્રધારી હોવાની; કરપાત્રી કે એક પાત્રી હોવાની અને કારણસર અસમર્થ વગેરેને અધિક પાત્ર ધારણ કરવાનું કે નિષ્કારણ નહીં લેવાનું વગેરે કેટલીય અવસ્થાઓનું અંગસૂત્ર તથા છેદસૂત્રમાં વર્ણન મળે છે. ઘણાં આચાર વિધાનો પણ અનેકાંતિકતાથી ભર્યા છે. જેવા કે(૧) વિગય રહિત સદા નીરસ આહાર લેવો, તો ક્યાંક એવું પણ કહ્યું છે કે વારંવાર વિનયનું સેવન ન કરવું, તો ક્યાંક વિગય સેવન કરીને જે મુનિ તપમાં રત ન રહે તેને પાપી શ્રમણ કહેવામાં આવેલ છે, પરંતુ વિગય યુક્ત આહાર કરીને તપમાં લીન રહેતા શ્રમણને પાપી નથી કહ્યા. (૨) ક્યાંક એવું વિધાન છે કે ગોચરીમાં નવું વાસણ ન ભરાવવું, તો ક્યાંક એવું છે કે પશ્ચાત્કર્મ ન હોય તો લઈ લેવું, તો ક્યાંક થાળીમાં મોદકભરીને વહોરાવે તો પણ તે લઈ લેવાં, તેવું વર્ણન છે. (૩) ક્યાંક એવું લખ્યું છે કે (પત કુલાઈ પરિવએ સ ભિષ્મ). અર્થાત્ નિર્ધન- ગરીબ ઘરોમાં ભિક્ષાચારી કરનારા સાચા ભિક્ષુ છે. તો ક્યાંક મોટા-મોટા શ્રીમંતો અને રાજમહેલોમાં પણ ગોચરીએ જવાનું સ્પષ્ટ વર્ણન છે. ક્યાંક ખીરખાંડની ભોજન પ્રાપ્તિનું વર્ણન પણ છે. આ પ્રમાણે આપણા જૈન આગમ તાત્ત્વિક સિદ્ધાંતોની અપેક્ષાએ જેમ સ્યાદવાદથી પરિપૂર્ણ છે તેમ આચાર વિધાનોના પણ અનેક વિષયોમાં અનેકાંતતા ધારણ કરેલ છે.

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305