Book Title: Kathasar
Author(s): Jain Yuth Foram
Publisher: Jain Yuth Foram

View full book text
Previous | Next

Page 291
________________ આગમ-કથાઓ 290 ભગવાન હોવાની ધારણા કરી રહયા છે. અહીં અકસ્માતથી પૃથ્વીનું સર્જન માનનારાઓ એ વિચારવાનું કે અકસ્માતથી અંધાધૂંધી અને અવ્યવસ્થા સર્જાય છે. વ્યવસ્થા અને નિયમીતતા પાછળ કોઈનો સ્નેહ અને પરિશ્રમ રહેલા હોય છે, છેઓકસિજન વનસ્પતિનું છોડેલું વિસમયનો સમય. સવારે સૂર્યોદય પહેલા હવામાં ઓકસિજનનું પ્રમાણ અચાનકજ વધી જાય છે. રાત આખી ગરમી માં પસાર થઈ હોય તો પણ સવારે અચાનક ઠંડક વર્તાય છે.અને શીતળ પવન વાય છે. આ પવન દરિયો બહુ દૂર હોય તો પણ શીતળ હોય છે. હજી સૂર્યોદય થયો નથી તેથી આ નું છાડલુ પણ નથી. સૂર્ય પોતે તાપ આપે છે, તો તેના આગમન પૂર્વે ઠંડક કેમ વર્તાય છે. આજ સવાર જો શિયાળાની હોય, તો સૂર્યોદયનાં સમયે હૂંફ વર્તાય છે. સવારનાં પ્રતિક્રમણ કરવા વાળાઓ ને નિયત સમયે કોણ ઉઠાળે છે. પક્ષીઓ પણ પછી કલરવ કરે છે. તેના પહેલા સાધુગણ અને શ્રાવકગણ જે પ્રતિક્રમણનાં ઈચ્છુક હોય છે, તેઓ જાગી જાય છે. તેઓ કદી સમયનું ભાન ન રહયાની ફરીયાદ કરતાં નથી. કે અલાર્મ પણ મુકતાં નથી. નવા પ્રતિક્રમણ શિખેલાઓ ને આ વાતનું હંમેશા આશ્ચર્ય થતું હોય છે. હાલનાં બધાજ ઈન્દ્ર અને સુર્ય-ચંદના ઈન્દ્ર સમકતી દેવ છે. આત્મિયોગીક દેવો દારા દરિયાની સફાઈનો સંકેત શાસ્ત્રોમાં આપેલો છે. તો જયાં દરિયાની સફાઈ થતી હોય તો ધરતી પર ચતુર્વીધ સંદ્ય તથા કયાંક તો સ્વયં તીર્થકર બીરાજમાન હોય છે.તો એ ઈન્દ્રો ધરતીની શુધ્ધી જરુરથી કરાવેજ. સૂર્યની દેવ તરીકે પુજા પણ ઘણાં લોકો કરે છે. તેના આગમન પૂર્વે,આજ્ઞા ઉપાડનારા દેવો એનો પ્રભાવ જરુરથી બતાડે. રાત્રીનાં અશુભ પુદગલોનું હનન સૂર્યની વેશ્યાથી થાય છે. અને પ્રદુસણ ની દેવો દ્રારા શુધ્ધી થતી હોય એવી પુરી શકયતા છે. શાસ્ત્રો એમ ન કહે કે નચત થઈને પ્રદુષણ કરો, દેવો સફાઈ કરે જ છે. પણ સંકેતથી જાણકારી આપી હોય. આવંજ બીજી બાબતો માં પણ ધારી શકાય, લવણ સમદુમાં આવેલા ડગમાળાનું વર્ણન, પાતાલ કળશા કે તમસકાય અને કૃષ્ણરાજીઓ વગેરેનું વર્ણન સુચવે છે કે લોકમાં આશ્ચર્ય પમાડે એવી કંઈ કેટલીય આકૃતીઓ અને સંસ્થાનો આવેલા છે.જે ભૌતિક શાસ્ત્રના નિયમોને આધિન નથી, પણ લોક સ્વભાવથી જ છે.આ બધી શાસ્વત આકૃતીઓ તથા કોઈ કાળ પ્રભાવથી નિષ્પન્ન આકૃતિઓ, લોકમાં એક આકાશ પ્રદેશની શ્રેણીથી સમ હોય છે.વિસમ નથી હોતી. આ સપાટીઓ અરીસા કરતાં પણ અસંખ્યગુણી સમ થાય. જેના પરથી પરાવર્તન થઈ દેખાતી આકૃતીઓ સાચી છે કે પ્રતિબીંબ રૂ૫, તે ઓળખવું માનવીની શકિતીની બહાર છે. પશ્ચિમના દેશોમાં સૂર્યનો પ્રકાશ અહિયાં જેવો સફેદ ન દેખાતાં નિલી ઝાંય વાળો દેખાય છે. જે એક વિચારણીય બાબત છે. શાસ્ત્રમાં પ્રતિસૂર્ય પ્રતિચંદ્રની વાત આવે છે, જેના સમાચાર સોમ લોકપાલ દ્રારા ઈન્દ્રને પહોચાડવામાં આવે છે. આ ધટનાઓ આવીજ કોઈ સપાટીથી પરાવર્તિત થઈ બનવાની શકયતા છે. અલગ અલગ પદાર્થમાંથી પસાર થતાં પ્રકાશનાં | કિરણોનું વક્રીભવન જુદુ જુદુ હોય છે. અને વિજ્ઞાન હજી ભૌતિકનાં નવા નિયમો બનાવ્યાજ કરે છે. જયારે પણ કોઈ પરિસ્થીતી જુના નિયમોથી વિપરીત સર્જાય, ત્યારે નવા નિયમો બનાવીને કામ ચલાવી લેવાય છે. | ધરતીનો નકશો બનાવવામાં જયારે મુશકેલી ઉભી થઈ, ત્યારે ધરતીને દળા જેવી ગોળ કલ્પી, ઉભી થયેલી મુશકેલીનું સમાધાન કરવામાં આવ્યું. અને પછી એ સમાધાનનાં કારણે અનેક બીજી મુશકેલીઓ ઉભી થઈ. અને તેની પાછળ સમાધાન અને કલ્પનાઓ ની હારમાળા ચાલી. ધરતીને ફરતી કરી, જેથી દિવસ-રાત થાય, પછી સૂર્યની આસપાસ ફેરવી જેથી ઋતુચક્ર થાય, પરિભ્રમણ લંબગોળ બનાવ્યું જેથી ઉતરાયણ–દક્ષિણાયન અને શીત-ગ્રીષ્મ વ્હતુઓ થાય, પ્રદુસણના કારણે દૂરના પ્રદેશોમાં સૂર્યનો પ્રકાશ નહિં પહોચતો હોવાથી એ પ્રદેશોને ચપટા કરી નાખ્યા જેથી આકાર નારંગી જેવો કલ્પયો. હજી પણ જયાં બે-ત્રણ મહિનાં પ્રકાશનું કારણ ન શોધી શકયા તો ધરતીને પોતાની ધરી પર સૂર્ય તરફ ઝુકાવીને સમાધાન કર્યુ. આમ અનેક પ્રકારનાં સમાધાનો અને કલ્પનાઓ કરી એક નકશો બનાવવાની મુશકેલીનો તોડ કાઢયો. હજી પણ વિજ્ઞાન પૃથ્વી ગોળ હોવાની કોઈ નકકર સાબીતી. આપી શકયું નથી. અને તેની આ કલ્પનાઓ સામે ૧૦૧ પ્રશનો બીજા ઉભા થઈ ગયા છે. વિજ્ઞાનનાં પ્રભાવ સાથે ભણતા આજનાં બાળકોને ધર્મ સિધ્ધાંતો શિખવાળવાની અને સાથે યોગ્ય માર્ગદર્શન આપવાની ફરજ માતાપિતાએ બજાવવી જોઈએ. નાનપણથી જ જો ધર્મનાં સંસકારો બાળકને આપવામાં આવશે તો તેનું પોતાનું, કુટુંબનું અને સમાજનું ભાવિ અવશ્ય ઉજળું થશે. - છઠા આરામાં જયારે પુદગલો વૃક્ષ થશે ત્યારે તયાં બાદર અગની પણ ઉત્પન નહિં થાય. આવા અશુભ પદગલોને બીજા પુણ્યનાં પ્રભાવ વાળા પ્રદેશોમાં જતા રોકવા માટે કોઈ ક્ષેત્રની સીમારુ૫ આવરણ અવશ્ય હશેજ.અને તેથીજ બીજા પ્રદેશનાં શુભ પદગલો પણ અહિં નથી પ્રવેશી શકતાં. બાવીસ અભક્ષ્ય જિગ્નેશ :- ૨૨ અભક્ષ્યના સંબંધમાં શું સમજવું જોઈએ? જ્ઞાનચંદ – કોઈપણ સાધુએ કે સમુદાયે ત્યાગ બુદ્ધિથી ચલાવેલું હોય ત્યાં સુધી તો ઠીક છે. કેમ કે જિનશાસનમાં ત્યાગનું તો વિશેષ મહત્વ છે જ. પરંતુ તેમાં કોઈ પણ વસ્તુને માટે એકાંતિક સર્વ વ્યાપક નિષેધ કરવાનું અનુચિત છે. સાથે જ તે પદાર્થોના વિષયમાં કોઈ નિરૂપણ–પ્રરૂપણ આગમ નિરપેક્ષ(આગમ પ્રમાણ વિનાનો) તથા આગમ વિરુદ્ધ કરવાનું તો સર્વથા અનુચિત કર્તવ્ય છે. ૨૨ અમોને માટે આવી અનેક વાતો થઈ છે, અર્થાત્ આગમ નિરપેક્ષ તથા આગમ વિરુદ્ધ ખોટી પ્રરૂપણાઓ ચાલું થઈ છે અને એટલે આ ત્યાગવૃત્તિવાળા ૨૨ અભક્ષ્ય પણ પરઅપકર્ષ કે નિંદા કરવા માટેના થઈ રહ્યા છે.

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305