________________
44
આગમ-કથાઓ બહેનને મારી, એવું કહેવા લાગ્યા, કેટલાક લોકો તાડન-પીડન કરી પરેશાન કરતાં કેટલાક માર–પીટ કરતાં, ધકકા મારતાં, અને પથ્થર ફેંકતાં, તે બધા ને અનમુનિ સમભાવથી સહન કરતા મનમાં પણ કોઈ પ્રત્યે રોષ ભાવ ન કરતાં, આર્તધ્યાનથી મુકત થઈને શાંત અને ગંભીરભાવોને ધારણ કરીને અર્જુન અણગારે છઠના પારણામાં ભિક્ષાર્થે ભ્રમણ કર્યું. આ પ્રકારની પરિસ્થિતિમાં રાજગૃહી નગરમાં તેને ખૂબ જ મુશ્કેલીથી આહાર–પાણી મળ્યા. જે કંઈ પણ મળ્યું તેમાં જ સંતોષ માની ઉધાનમાં પાછા ફર્યા. ભગવાન પાસે પહોંચીને ગમનાગમનનું પ્રતિક્રમણ કર્યું. દોષોની આલોચના કરી અને આહાર દેખાડ્યો. પછી ભગવાનની આજ્ઞા લઈને રાગ-દ્વેષના ભાવોથી રહિત થઈને તે આહાર પાણી વાપર્યા. અર્જન અણગારની મકિત :- અર્જન અણગારે આ પ્રમાણે છ મહિના સુધી શદ્ધ સંયમનું પાલન કર્યું. છઠના પારણે છઠ અને સમભાવોથી તેણે પોતાના કર્મોના દલિકો તોડી નાખ્યાં; અલ્પ દીક્ષા પર્યાય અને પંદર દિવસના સંથારા વડે અર્જુન મુનિએ સંપૂર્ણ કર્મોનો ક્ષય કરીને મોક્ષની પ્રાપ્તી કરી. શિક્ષા-પ્રેરણા - (૧) લલિત ગોષ્ઠી પર અંકુશ ન મૂકવાને કારણે રાજાશ્રેણિકની રાજધાનીના નાગરિકોમાં અશાંતિ વધી અને સેંકડો લોકોનો સંહાર
થયો. | (૨) તીર્થકર ભગવાનના પગલાં થયા પછી તે ક્ષેત્રમાં થઈ રહેલા ઉપદ્રવ કે રોગાતંક કોઈપણ નિમિત્તે શાંત થઈ જાય છે.
અર્જુનનો ઉપદ્રવ પણ સુદર્શન શ્રાવકના નિમિત્તથી દૂર થયો. મૂળ કારણ તો ભગવાનનું આગમન જ સમજવું જોઈએ. જેના
કારણે દૈવી શકિત પણ સ્તબ્ધ થઈ ગઈ. (૩) કોઈ પણ વ્યકિતના ભૂતકાળના જીવન પરથી વર્તમાન સમયમાં તેના પર ધૃણા કરવી સન્નતા નહિ પરંતુ દુર્જનતા છે.દિશા
બદલતાં જ વ્યકિતની દશા બદલાઈ જાય છે. ભૂતકાળની દષ્ટિથી જ વ્યકિતને જોતાં રહેવું એ માનવની એક તુચ્છ અને મલિન વૃત્તિ છે. વ્યકિતનો કયારે કેટલો વિકાસ થાય છે. એ વાતનો પણ વિવેક રાખવો જોઈએ. પાપીમાં પાપી પ્રાણી પણ પોતાનું જીવન પરિવર્તિત કરી નાખે છે. પ્રદેશ રાજા, અર્જુન માળી, પ્રભવ ચોર ઈત્યાદિક અને તેનાં ઉદાહરણો છે. કવિનાં શબ્દોમાં - ધૃણા પાપ સે હો, પાપી સે નહિં કભી લવલેશ
ભૂલ સૂજાકર ન્યાય માર્ગમે., કરો યહી યત્નશ. (૪) કોઈ પણ ધાર્મિક વ્યકિત કે માનવ અથવા પ્રાણી માત્રથી ધૃણા કરવી કે તેની નિંદા કરવી, એ નિમ્ન કક્ષાના લોકોનું કામ
છે.સજજન અને વિવેકી ધર્મજનનું એ જ કર્તવ્ય છે કે તે કોઈ પણ વ્યકિતની નિંદા કે ધૃણા ન કરે અને નિંદાનો વ્યવહાર પણ ન કરે. પાપ અથવા પાપમય સિદ્ધાંતની નિંદા કરવી કે ધૃણા રાખવી તે ગુણ છે અને વ્યકિતથી ધૃણા કરવી તે અવગુણ અને
અધાર્મિકતા છે. (૫) ભગવાને સેંકડો માનવોનાં હત્યારા અર્જુન પ્રત્યે જરાપણ ધૃણા કે છૂતાછૂત જેવો વ્યવહાર ન કર્યો. ભગવાનની વાત તો દૂર
રહી, પરંતુ તેનો એક ઉપાસક(સુદર્શન શેઠ) પણ તેને દુષ્ટ, હત્યારા જેવા શબ્દ પ્રયોગ વડે નથી ધુત્કાર્યો. પરંતુ તેની તત્કાળ સેવા-પરિચર્યા કરી છે. તેને ભગવાનના સમવસરણમાં પોતાની સાથે લઈ ગયા. અને ભગવાને પણ તેને તે જ દિવસે તે જ હાલતમાં પોતાની શ્રમણ સંપદામાં ગ્રહણ કરી લીધો હતો. આ દષ્ટાંત દ્વારા આપણને હદયની વિશાળતાનો આદર્શ શીખવા મળે છે. જેને આપણે આપણા જીવનમાં ઉતારવો જોઈએ અને તુચ્છતા તેમજ સંકુચિતતા આદિ અવગુણોને તિલાંજલિ આપવી જોઈએ. અર્જુને અલ્પ સમયમાં જ પોતાના જીવન અને વિચારોને તીવ્ર ગતિથી ફેરવી નાખ્યા. આજે આપણે પણ આપણી સાધનામાં માન-અપમાન, ઈર્ષ્યા-દ્વેષ, કષાય આદિ પ્રવૃત્તિઓનું ઉપશમન કરવામાં અને પોતાના આત્માને સમભાવોમાં તેમજ સહજ ભાવોમાં સંલગ્ન કરવામાં ઢીલ ન કરવી જોઈએ.વર્ષો સુધીનું ધાર્મિક જીવન પર્યાય કે શ્રમણ પર્યાય વીતી જાય તેમ છતાં પણ આપણે કયારેક તો અશાંત બની જઈએ છીએ; કયાંક આપણે માન-અપમાનની વાતો કરીએ છીએ તો કયારેક બીજા લોકોના વ્યવહારની ચર્ચા કરીએ છીએ; કોઈની નિંદામાં અને તિરસ્કારમાં રસ લઈએ છીએ; જીવનની થોડીક અને ક્ષણિક સુખમય ક્ષણોમાં આપણે ફૂલી જઈએ છીએ તો કયારેક મુર્જાઈને પ્લાન અને ઉદાસીન બની જઈએ છીએ. આ સર્વ વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ માર્ગથી ભટકવા સમાન છે.ચલિત થવા બરાબર છે. એનાથી સંયમની સફળતા કે ધર્મ જીવનની સફળતા ન મળી શકે. આપણા આત્મ પ્રદેશના કણ-કણમાં અને વ્યવહારિક જીવનમાં જ્યારે ધાર્મિકતા, ઉદારતા, સરળતા, નમ્રતા, શાંતિ ક્ષમા, વિચારોની પવિત્રતા અને પાપી–ધર્મી બધા પ્રત્યે સહજ સ્વાભાવિકતાનો વ્યવહાર આવશે, ત્યારે જ અર્જુન અને ગજસુકુમાર જેવા ઉદાહરણો સાંભળવાનો આપણને સાચા અર્થમાં લાભ પ્રાપ્ત થશે. ભલે ને ગૃહસ્થ જીવન હોય કે સંયમ જીવન, ધર્મના આચરણો દ્વારા આપણા જીવનમાં શાંતિ, પ્રેમ, મૈત્રી, માધ્યસ્થ ભાવોની અને સમભાવોની વૃદ્ધિ થવી જોઈએ. એથી વિપરીત જો કોઈ પણ વ્યકિત પ્રત્યે અશાંતિ, અપ્રેમ, અમૈત્રી, વિપરીત ભાવ અને વિષમભાવ રહે તો સમજવું જોઈએ કે આત્મામાં ધર્મનું સાચા અર્થમાં પરિણમન થયું નથી. પરંતુ આ ધમોચરણ માત્ર દેખાવ પૂરતું કે દ્રવ્ય આચરણરૂપ જ છે. આ જાણીને પ્રત્યેક મુમુક્ષુ આત્માઓએ ધર્મનો સાચા અર્થમાં લાભ અને સાચો આનંદ લેવા માટે આત્માને હંમેશને માટે સુસંસ્કારોથી સિંચિત કરતા રહેવું જોઈએ. પોતાના દુર્ગુણો અને અવગુણોને
શોધી–શોધીને કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ અને આત્મ ગુણોની વૃદ્ધિ કરવી જોઈએ. (૯) સુદર્શન શ્રાવકના જીવનમાંથી ધર્મપ્રેમની ઉત્કૃષ્ટતા, દઢતા અને નિર્ભીકતાનો બોધપાઠ લેવો જોઈએ. ગંભીરતા અને વિવેક
તથા સંકટમાં પણ શાંતિ સહ સંથારો કરવાની શિક્ષા પણ લેવી જોઈએ.