________________
કથાસાર
jain
83 ક્રોધ, માન, માયા અને લોભ બધા દુર્ગતિના દલાલ છે. તે આ લોક અને પરલોક બંને ને બગાડનારા છે.
પરીક્ષામાં નમિ રાજર્ષિને ઉત્તીર્ણ થયેલા જાણીને શક્રેન્દ્ર વાસ્તવિક રૂપમાં પ્રગટ થઈ, વંદન, સ્તુતિ કરીને ચાલ્યા ગયા. નમિ રાજર્ષિ સંયમ ધારણ કરી દઢતાથી આરાધના કરે છે. વિચક્ષણ પંડિત પુરુષોએ પણ આવાજ વૈરાગ્ય અને સાધનાથી મુક્તિમાર્ગમાં પુરુષાર્થ રત થવું જોઈએ.
દશમું અધ્યયન: વૈરાગ્યોપદેશ આ અધ્યયનમાં “હે ગૌતમ! સમય માત્રનો પ્રમાદ ન કર.' આ વાક્યનું અનેક ગાથાઓના અંતિમ ચરણમાં ઉચ્ચારણ કરવામાં આવ્યું છે. (સમય મા પમાય ગોયમા.) (૧) મનુષ્ય જીવન વૃક્ષના પરિપક્વ(પીળા પડી ગયેલા) પાંદડાની સમાન અસ્થિર છે. તૃણના અગ્ર ભાગે રહેલ ઝાકળના બિંદુ સમાન ચંચળ છે. (“તેથી હે ગૌતમ! સમય માત્રનો પ્રમાદ ન કરવો.') | (૨) ક્ષણભંગુર જીવન હોવા છતાં અનેક સંકટોથી ભરપૂર છે, તેથી અવસર જોઈ ધર્મપુરુષાર્થ કરવામાં ક્ષણ ભરનો પણ પ્રમાદ ન કરવો જોઈએ. (“તેથી હે ગૌતમ! સમય માત્રનો પ્રમાદ ન કરવો.') (૩) પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, નરક, દેવ આ અગિયાર સ્થાનોને પાર કર્યા પછી ચિરકાળે પુણ્યયોગે મનુષ્યભવ પ્રાપ્ત થાય છે. તેમાં પણ કેટલાકને આર્યક્ષેત્ર, ઉત્તમકુલ, પરિપૂર્ણ અંગોપાંગ, સદ્ધર્મનું શ્રવણ અને શ્રદ્ધા- પ્રતીતિનું મળવું ઉત્તરોત્તર દુર્લભ છે. (૪) તેનાથી વિપરીત અનાર્ય ક્ષેત્ર, ચોર,ડાકુ,કસાઈ કુળ તથા અંધપણું, બહેરાપણું, લંગડાપણું, લૂલાપણું અને રોગ યુક્ત શરીર પ્રાપ્ત થાય છે. કુતીર્થી(મિથ્યાત્વી) ની સંગતિ અને વિપરીત માન્યતાવાળી બુદ્ધિ એટલે મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે. (૫) હે દેવાનુપ્રિય! પાંચ ઇન્દ્રિય અને શરીરનું બળ ઘટતું જાય છે તેથી સુંદર અવસરયુક્ત માનવભવ પ્રાપ્ત કર્યા પછી ધર્મ પુરુષાર્થ કરવામાં ક્ષણભર પણ વિલંબ ન કરવો જોઈએ. (૬) અનેક રોગો શરીરને નષ્ટ–ભ્રષ્ટ કરી નાખે છે તેથી આ સંસારમાં જળકમળવત્ રહી સંપૂર્ણ ધન પરિવારના મમત્વના બંધનનો ત્યાગ કરી, સંયમ સ્વીકાર કરવો જોઈએ. (૭) હે ગૌતમ! સંપૂર્ણ સંસાર પ્રવાહને પાર કરી, સંયમ પ્રાપ્ત કરી, હવે અટકો નહિ, પરંતુ શીઘ્ર શુદ્ધ ભાવોની શ્રેણિની વૃદ્ધિ કરી, કર્મક્ષય માટે પ્રયત્નશીલ રહો.
આ પ્રકારે મનુષ્ય ભવની દુર્લભતા, ક્ષણભંગુરતા અને દુઃખમય જીવનને સમજી પ્રત્યેક પ્રાણી મોક્ષ પ્રદાયક અપ્રમત્ત ભાવ યુક્ત સંયમમાં ઉપસ્થિત થાય.
અગિયારમું અધ્યયન : બહુશ્રુત મહાતમ્ય (૧) વિદ્યાહીન, અભિમાની, સરસ આહારનો લોલુપી, અજિતેન્દ્રિય અને અસંબદ્ધ પ્રલાપી તથા અતિભાષી;
એ અવિનીત હોય છે. (૨) ક્રોધી, માની, પ્રમાદી(અનેક અન્ય કાર્યોમાં કે ઈચ્છાપૂર્તિમાં વ્યસ્ત), રોગી અને આળસુ, એ ગુરુ પાસેથી શિક્ષા(જ્ઞાન) લાભ કરી શકતા નથી. (૩) હાસ્ય ન કરનાર, ઇન્દ્રિય અને મન ઉપર કાબૂ રાખનાર, માર્મિક વચન ન બોલનાર, સદાચારી, દુરાચરણનો ત્યાગી, રસલોલુપતા રહિત, ક્રોધ રહિત અને સત્યપરાયણ; આ ગુણવાળા શિક્ષા (અધ્યયન) પ્રાપ્તિને યોગ્ય છે. (૪) જે વારંવાર ક્રોધ કરે છે, ક્રોધને ચિરકાળ સુધી ટકાવી રાખે છે, મિત્રોને ઠકરાવે છે, શ્રતનું ઘમંડ કરે છે, અતિઅલ્પ ભૂલ થતાં તેનો તિરસ્કાર કરે છે, મિત્રની પીઠ પાછળ નિંદા કરે છે, જે દ્રોહી છે, અસંવિભાગી અને અપ્રીતિકર સ્વભાવવાળો છે તે અવિનીત કહેવાય છે. તે મોક્ષ પ્રાપ્ત કરી શકતો નથી. (૫) ઉક્ત અવગુણોને દૂર કરી ગુણોને ધારણ કરનાર અને નમ્રવૃતિ, અચપલ, અમાયાવી, અકુતૂહલી, ક્લેશ કદાગ્રહથી દૂર રહેનાર, કુલીન, લજ્જાવાન, બુદ્ધિમાન મુનિ સુવિનીત કહેવાય છે. (૬) ગુરુકુળવાસમાં રહીને શિષ્ય ઉક્ત ગુણયુક્ત બનવું જોઈએ. પ્રિયંકર અને પ્રિયવક્તા શિષ્ય, શ્રુતનું વિશાળ અધ્યયન કરી બહુશ્રુત બને છે. (૭) બહુશ્રુત જ્ઞાન સંપન્ન મુનિ સંઘમાં અતિશય શોભાયમાન હોય છે. તેને માટે વિવિધ ઉપમાઓ આ અધ્યયનમાં કહેવામાં આવી છે. જે આ પ્રમાણે છે. ૧. બહુશ્રુત મુનિ શંખમાં રાખવામાં આવેલ દૂધ સમાન સંઘમાં શોભાયમાન હોય છે, ૨. ઉત્તમ જાતિના અશ્વ સમાન મુનિઓમાં શ્રેષ્ઠ હોય છે, ૩. પરાક્રમી યોદ્ધા સમાન અજેય હોય છે, ૪.હાથણીઓથી ઘેરાયેલા હાથી સમાન અપરાજિત હોય છે. ૫. તીક્ષ્ણ શિંગડા અને પુષ્ટ સ્કંધવાળા બળદ પોતાના યુથમાં સુશોભિત હોય છે તેમ તે સાધુ સમુદાયમાં પોતાની તીક્ષ્ણ બુદ્ધિ અને જ્ઞાનથી પુષ્ટ થઈ સુશોભિત હોય છે, દ. આ રીતે તે મુનિ પશુઓમાં નિર્ભય સિંહ સમાન હોય છે, ૭. અબાધિત બળમાં વાસુદેવ સમાન હોય છે, ૮. ઐશ્વર્યમાં ચક્રવર્તી સમાન હોય છે, ૯. દેવતાઓમાં શક્રેન્દ્ર સમાન હોય છે, ૧૦. અજ્ઞાન અંધકાર નાશ કરવામાં સૂર્ય સમાન હોય છે, ૧૧. તારાઓમાં પ્રધાન પરિપૂર્ણ ચંદ્ર સમાન હોય છે, ૧૨. પરિપૂર્ણ કોઠારો-ભંડારોની સમાન જ્ઞાન-ધનથી સમૃદ્ધ હોય છે, ૧૩. શ્રેષ્ઠ જંબૂ સુદર્શન વૃક્ષ સમાન હોય છે, ૧૪. નદીઓમાં સીતા નદી સમાન વિશાળ હોય છે, ૧૫. પર્વતમાં મેરુ પર્વતની સમાન ઉચ્ચ હોય છે, ૧૬. સમદ્રમાં સ્વયંભૂરમણ સમદ્ર સમાન વિશાળ અને ગંભીર
આવા શ્રેષ્ઠ અને ઉત્તમગુણવાળા બહુશ્રુત ભગવંત શ્રુત પ્રદાનકર્તા અને સમાધાનકર્તા હોય છે. તથા ચર્ચાવાર્તામાં અજેય હોય છે તેથી મોક્ષના ઇચ્છુક સંયમ પથિક પ્રત્યેક સાધકે શ્રુત સંપન બનવું જોઈએ અને તે ઋતથી સ્વ–પરનું કલ્યાણ કરવું જોઈએ.