Book Title: Kathasar
Author(s): Jain Yuth Foram
Publisher: Jain Yuth Foram

View full book text
Previous | Next

Page 271
________________ આગમ-કથાઓ 270 આ સંસ્થાનમાં ચાર બાહાઓ હોય છે, બે લાંબી અને બે ગોળાઈવાળી. તાપ ક્ષેત્રની પહોળાઈની બંને બાજુ લાંબી બાહા હોય છે અને તાપક્ષેત્રના મૂળ અને મુખ વિભાગની તરફ અર્થાતુ મેરુ અને સમુદ્રની તરફની બાહા ગોળાઈ– વાળી હોય છે. જંબૂદ્વીપની અંદર આ બન્ને લાંબી બાહા પરસ્પર સમાન ૪૫-૪૫ હજાર યોજનની અવસ્થિત હોય છે અને બને ગોળ બાહાઓનું માપ પરસ્પર અસમાન હોય છે અને પ્રતિ મંડલમાં પરિવર્તિત થયા કરે છે. તે પ્રથમ મંડલમાં મેરુની પાસે ૯૪૮૬ ૯/૧૦ યોજન હોય છે અને સમુદ્રની તરફ ૯૪૮૬૮ ૦૪/૧૦ યોજન હોય છે. આ મેરુની પરિધિ એવં જંબૂદ્વીપની પરિધિનો ૩/૧૦ ત્રણ દશાંશ ભાગ છે. આ જંબુદ્વીપની અંદરના ક્ષેત્રની અપેક્ષાએ પહેલા મંડલનું માપ કહેવાય છે. સૂર્યનું તાપ ક્ષેત્ર લવણ સમુદ્રમાં પણ જાય છે. તેથી તાપ ક્ષેત્રની કુલ લંબાઈ ૪૫૦૦૦ + ૩૩૩૩૩.૩૩ ઊ ૭૮૩૩૩.૩૩ યોજન થાય છે. આ લંબાઈ પહેલા અને છેલ્લા આદિ બધા મંડલોમાં સમાન હોય છે. અંધકાર સંસ્થાન :- તાપક્ષેત્રના જેવો જ અંધકારનો આકાર હોય છે. જંબૂદીપની અંદરની બને બાહા તાપક્ષેત્રની સમાન ૪૫-૪૫ હજાર યોજનાની હોય છે. અંધકારની સંપૂર્ણ લંબાઈ પણ તાપ ક્ષેત્રની જેમ જ ૭૮૩૩૩.૩૩ યોજન હોય છે. ગોળ આવ્યંતર બાહા પહેલા મંડલમાં મેરુની પાસે મેરુની પરિધિથી ૨/૧૦ બે દશાંશ હોય છે. અર્થાત્ ૬૩૨૪ ૬/૧૦ યોજન હોય છે. બાહ્ય ગોળ બાહા જંબુદ્વીપની પરિધિનો ર/૧૦ બે દશાંશ ઊ ૬૩૨૪૫ ૬/૧૦ યોજન થાય છે. આત્યંતર મંડલમાં જે માપ કહેવામાં આવેલ છે તે બાહ્ય મંડલમાં પણ એ જ પ્રકારે કહેવું પરંતુ આત્યંતર અને બાહ્ય ગોળાઈ વાળી બાહામાં ફરક છે. તે આ પ્રમાણે છે કે આત્યંતર મંડલમાં તાપ ક્ષેત્રનું જે માપ છે તે બાહ્ય મંડલમાં અંધકારનું માપ સમજવું અને જે આત્યંતર મંડલમાં અંધકારનું માપ કહ્યું છે તે બાહ્ય મંડલમાં પ્રકાશનું માપ સમજવું. સૂર્ય ઉક્ત તાપ સંસ્થાન માપમાં ૧૦૦ ચો. ઉપર પ્રકાશ કરે છે. ૧૮૦૦ યોજન નીચે પ્રકાશ કરે છે. અને તિરછા ૪૦૨૬૩ ૨૧/૬૦ યોજન આગળ અને એટલા જ યોજન પાછળ બને બાજુમાં પ્રકાશ કરે છે મંડલ | તાપક્ષેત્ર સ્થિરબાહા આત્યંતર | બાહ્ય પ્રકાશ | ભાગ લંબાઈ જંબુદ્વીપમાં પ્રકાશ બાહા | બાહા આવ્યંતર | ૭૮૩૩૩.૩૩] ૪૫000 | ૯૪૮૬.૯0 | ૯૪૮૬૮.૪૦ | 0.૩૦ બાહ્ય | ૭૮૩૩૩.૩૩ ૪૫000 | ૬૩૨૪.૬૦ ૬૩૨૪૫.૬૦ ૦.૨૦ નોંધ :- પ્રકાશક્ષેત્રનું જે માપ આત્યંતર મંડલમાં છે તે જ અંધકારના બાહ્ય મંડલમાં છે અને જે માપ પ્રકાશક્ષેત્રનું બાહ્ય મંડલમાં છે. તે જ અંધકારના આત્યંતર મંડલમાં છે. ચાર્ટગત સંખ્યાઓ યોજનની છે. આત્યંતર પ્રકાશ બાહા મેરુ પાસે છે. બાહા પ્રકાશ બાહા જંબૂઢીપની જગતીની છે. પાંચમો પ્રાભૃત તાપ ક્ષેત્રમાં રુકાવટ(લેશ્યા પ્રતિઘાત) - સૂર્યની વેશ્યા અર્થાત્ સૂર્યનો પ્રકાશ–તાપ અંદર મેરુ પર્વત સુધી જાય છે. પછી તેની દિવાલના સૂક્ષ્મ બાદર પુદ્ગલોથી રોકાઈ જાય છે. બહાર લવણ સમુદ્રમાં તથા બન્ને બાજુ પ્રકાશ સીમાના કિનારા પર, એમ આ ત્રણે તરફ ચરમ સ્પર્શિત પુદ્ગલોથી સૂર્યનો પ્રકાશ રોકાઈ જાય. મતલબ એ કે ત્યાં સુધી જ જાય. આગળ સીમા સ્વભાવથી ન જાય. ત્રણે બાજુની સીમાનું માપ ચોથા પાહુડમાં છે. એના સિવાય તાપક્ષેત્રની સીમામાં પણ જે પદાર્થોથી પ્રકાશ રોકાઈને છાયા થાય ત્યાં પણ તે પદાર્થો વડે સૂર્યની વેશ્યા-પ્રકાશ રોકાઈ જાય છે, પ્રતિહત થાય છે. છઠ્ઠો પ્રાભૃત પ્રકાશ સંસ્થિતિમાં ઘટ વધ:- આત્યંતર મંડલથી બાહ્ય મંડલમાં જતા સમયે સૂર્યના પ્રકાશની સંસ્થિતિ એટલે પ્રકાશનું સંસ્થાન અર્થાત્ પ્રકાશ ક્ષેત્ર પ્રતિ મંડલમાં ઘટે છે અને બાહ્ય મંડલથી આત્યંતર મંડલમાં આવતા સમયે પ્રતિ મંડલમાં પ્રકાશ ક્ષેત્ર વધે છે. પ્રત્યેક મંડલને સૂર્ય ૩૦ મુહૂર્તમાં પાર કરે છે. અતઃ દર ત્રીસ મુહૂર્તે સૂર્યનું પ્રકાશક્ષેત્ર એટલે પ્રકાશ સંસ્થિતિ ઘટે વધે છે. આ સ્કૂલ દષ્ટિની અપેક્ષાએ છે. સૂક્ષ્મ દૃષ્ટિથી સૂર્ય પ્રતિક્ષણ આગલા મંડલની તરફ કર્ણ ગતિથી વધે છે. એક મંડલથી બીજા મંડલ પહોંચવા સુધી ક્રમશઃ ગતિ વધારતા બે યોજનક્ષેત્ર વધારે છે અને એટલી ગતિ પણ વધારે છે, જેથી તાપક્ષેત્રમાં થોડી વધ-ઘટ થતી રહે. માટે સૂક્ષ્મ દષ્ટિથી ઘડીયાલની અંદર રહેલા કલાક અને તારીખના કાંટા કે તેના અક્ષરોની સમાન પ્રતિપલ તાપક્ષેત્ર એટલે પ્રકાશ સંસ્થિતિ ઘટતી વધતી હોય છે. આ પ્રકારે સ્કૂલ દષ્ટિથી એક દિવસના ૩૦ મુહૂર્ત સૂર્ય પ્રકાશ સંસ્થિતિ અવસ્થિત રહે છે અને પછી ઘટે અથવા વધે છે. જે છ મહિના બહાર આવવા સુધી ઘટે છે અને પછી છ મહીના અંદર આવતાં વધે છે. પ્રતિદિવસ મુહૂર્તનો ૨/૬૧ ભાગ ઘટે–વધે છે. છ મહિનામાં કુલ ૬ મુહૂર્ત દિવસ ઘટે, વધે છે. મંડલની અપેક્ષાએ ૨/૧૮૩૦ ભાગ તાપ ક્ષેત્ર ઘટે–વધે છે. સાતમો પ્રાભૃત

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305