Book Title: Kathasar
Author(s): Jain Yuth Foram
Publisher: Jain Yuth Foram

View full book text
Previous | Next

Page 272
________________ jain 271 કથાસાર લેશ્યા વરણ:- સૂર્યના પ્રકાશને સ્પર્શ કરવાવાળા બધા પુદ્ગલ તેની વેશ્યાનું વરણ(ગ્રહણ) કરે છે. આથી જોઈ શકાતા અને ન જોઈ શકાતા, સૂક્ષ્મ કે બાદર, જે કોઈપણ પુદ્ગલ સૂર્યની પ્રકાશ સીમામાં આવે તે સૂર્ય વેશ્યાને વરણ કરનારા ગણાય, ગ્રહણ કરી પ્રકાશિત થનારા ગણાય. આઠમો પ્રાભૃત સૂર્ય ઉત્તર પૂર્વમાં ઉદય થઈને દક્ષિણ પૂર્વમાં આવે છે. દક્ષિણ પૂર્વમાં ઉદય થઈને દક્ષિણ પશ્ચિમમાં આવે છે. આમ જ ક્રમવાર આગળ વધતા ઉદય થાય છે. જ્યારે જંબૂદ્વીપમાં મેથી દક્ષિણ વિભાગમાં સૂર્ય ઉદય થાય છે ત્યારે ઉત્તરી વિભાગમાં પણ ઉદય થાય છે તે પૂર્વે પશ્ચિમી ભાગમાં અસ્ત થાય છે. જ્યારે દક્ષિણ ભાગમાં ૧૮ મુહૂર્તથી લઈને ૧૨ મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે ઉત્તર ભાગમાં પણ એટલા જ મુહૂર્તનો દિવસ હોય છે. પૂર્વે પશ્ચિમી બન્ને વિભાગમાં એજ સમયે સાથે-સાથે રાત હોય છે. તે પણ બન્નેમાં ૧૨ મુહૂર્તથી લઈને ૧૮ મુહૂર્ત સુધી સરખી હોય છે. જ્યારે દક્ષિણમાં વર્ષનો, ઋતુનો પહેલો સમયાદિ હોય છે ત્યારે ઉત્તરમાં પણ વર્ષ, ઋતુ આદિનો પ્રથમ સમય આદિ હોય છે. પરંતુ પૂર્વ પશ્ચિમ વિભાગમાં તેના પછીના સમયે(દિવસે) વર્ષ, ઋતુ આદિનો પ્રથમ સમય હોય છે. અહીં જંબૂદ્વીપના ચાર સરખા વિભાગની કલ્પના કરી છે અને એમના પ્રારંભિક પ્રદેશોમાં જ્યારે સૂર્યોદય થાય છે અથવા વર્ષનો પ્રથમ સમય હોય છે ત્યારે આખા એ વિભાગમાં પ્રથમ સમય અપેક્ષિત કરીને કહેવાયો છે. એટલા માટે ઉત્તર દક્ષિણ વિભાગના વર્ષ આદિ પ્રારંભના અનંતર સમય (દિવસોમાં જ પૂર્વ પશ્ચિમ વિભાગમાં વર્ષ આ અહીંયા કોઈ આ ચાર વિભાગોને ભરત, ઐરાવત, મહાવિદેહમાં આગ્રહિત કરે તો (ઉક્ત) આ વિષયની સાચી સમજ આવશે નહીં અને સંદેહશીલ માનસ બની જશે. એટલામાટે જંબૂદ્વીપના બરાબર ચાર વિભાગની કલ્પના કરીને એક–એક વિભાગને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ વિભાગ માનીને આ(ઉક્ત) વિષય સમજવો જોઈએ. આ પ્રકારે જ લવણ સમુદ્રમાં, ધાતકી ખંડમાં, કાલોદધિ સમુદ્રમાં, અર્ધ પુષ્કરદ્વીપમાં સૂર્યની ઉદય સંસ્થિતિ અને વર્ષાઋતુનો પ્રથમ સમય આદિ સમજી લેવા. સર્વત્ર એ ક્ષેત્રના સમાન ચાર વિભાગ કલ્પિત કરવા અને એમાંથી પ્રત્યેક વિભાગમાં ઉક્ત જંબૂદ્વીપના વિભાગોની સમાન જ સૂર્યોદયની ઉદય સંસ્થિતિ અને વર્ષ આદિની શરૂઆત સમજી લેવી. નવમો પ્રાભૃત તાપ લેશ્યા – સૂર્યમાંથી જે તાપ વેશ્યા નીકળે છે તે સ્પર્શમાં આવનાર યુગલને આતાપિત કરે છે તથા આ તાપ વેશ્યાના સ્પર્શમાં ન આવનારા પુદ્ગલને પણ આતાપિત કરે છે. તે આ વેશ્યાઓમાંથી જે છિન લેશ્યાઓ નીકળે છે, તેનાથી આતાપિત થાય છે. તાત્પર્ય એ છે કે સૂર્યના કિરણો જે વસ્તુ પર પડે છે તે ગરમ થાય છે. પરંતુ જ્યાં તડકો નથી પહોંચતો તે પુદ્ગલ, ભૂમિ વગેરે પણ ગરમ થતાં દેખાય છે. એમને સીધા કિરણોથી તાપ નહીં મળતાં, તાપ કિરણોમાંથી જે અંતર કિરણો નીકળે છે એનાથી તાપ મળે છે અર્થાત છાયાવાળા ક્ષેત્રને પણ સૂર્યના કિરણો કંઈક પ્રકાશિત અને આતાપિત કરે છે. છાયા પ્રમાણ – પોરસી છાયાનો મતલબ એ છે કે જે ચીજ જેટલી છે તેની એટલી જ છાયા હોય તે(એક) પોરસી(અર્થાત્ પુરુષની પુરુષ પ્રમાણ) છાયા હોય છે. આ છાયાનું માપ યુગના આદિ સમય અર્થાત્ શ્રાવણ વદ એકમની અપેક્ષાએ અહીં કહેવાયું છે તે આ પ્રકારે છેછાયાનું માપ દિવસનો સમય ૧ અપાઈ પોરસી(અડધી) છાયા ત્રીજો ભાગ દિવસ- મુહૂર્ત વીતવા પર. ૨ પોરસી(પુરુષ પ્રમાણ) છાયા ચોથો ભાગ દિવસ –૪.૫ મુહૂર્ત વીતવા પર થાય છે. એટલો જ દિવસ શેષ રહેવા પર પોરસી છાયા હોય છે. ૩ દોઢ પોરસી(દોઢગણી) છાયા પાંચમો ભાગ દિવસ- ૩ મુહૂર્ત ૩૦ મિનટ વીતવા પર ૪ બે પોરસી છાયા(બે ગણી) છઠ્ઠો ભાગ દિવસ – ૩ મુહૂર્ત વીતવા પર ૫ અઢી પોરસી છાયા(અઢી ગણી) સાતમો ભાગ દિવસ – ૨ મુહૂર્ત ૨૭ મિનિટ વીતવા પર. ૬ ૫૮.૫ પોરસી(૫૮.૫ ગણી) ૧૯૦૦મો ભાગ- ૨૭.૨૫ સેંકડ દિવસ વીતવા પર. ૭ ઓગણસાઠ પોરસી(પ૯ ગણી) ૨૨000 મો ભાગ- ૨.૩૩ સેંકડ દિવસ વીતવા પર. ૮ સાધિક ઓગણસાઈઠ પોરસી સૂર્યોદય અને સૂર્યાસ્તનો પ્રારંભિક પ્રથમ સમય થાય છે. અર્થાત્ દિવસનો કોઈ પણ ભાગ વ્યતીત નથી થતો. છાયાનો આકાર:- લાંબી, ચોરસ, ગોળ,અનુકૂલ, પ્રતિકૂલ વગેરે છાયાના પચ્ચીસ પ્રકાર કહેવાયા છે. અર્થાત્ વસ્તુઓનો પોતાનો આકાર, પ્રકાશમાન વસ્તુની સંસ્થિતિ અને અંતર આદિના કારણે છાયા અનેક પ્રકારની હોય છે. પચ્ચીસ પ્રકારમાંથી ગોળ છાયાના પુનઃ અર્ધગોળ, પા ગોળ, સઘન ગોળ, વગેરે આઠ પ્રકાર છે. દસમો પ્રાભૃત: પહેલો પ્રતિ પ્રાભૃત નક્ષત્ર નામ ક્રમ:- (૧) અભિજિત (૨) શ્રવણ (૩) ધનિષ્ઠા (૪) શતભિષક (૫) પૂર્વ ભાદ્રપદ (૬) ઉત્તર ભાદ્રપદ (૭) રેવતી (૮) અશ્વિની (૯) ભરણી (૧૦) કૃતિકા ૧૧) રોહિણી (૧૨) મૃગશીર્ષ (૧૩) આર્કા (૧૪) પુનર્વસુ (૧૫) પુષ્ય (૧૬) અશ્લેષા

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305