Book Title: Kathasar
Author(s): Jain Yuth Foram
Publisher: Jain Yuth Foram

View full book text
Previous | Next

Page 278
________________ jain 277 કથાસાર અને પ્રચાર કરવાથી પોતાના સંયમ અને કલ્પ મર્યાદાને દૂષિત કરે છે. કારણ કે આ નક્ષત્ર ભોજનના કથનનું પ્રરૂપણ પણ પાપનું પ્રેરણાત્મક છે. આવા સાવદ્ય સચિત ભક્ષણના પ્રેરણાત્મક ભાવોવાળા કથન કે લેખન જૈન શ્રમણોને કદાપિ ઉપયુક્ત થઈ શકતા નથી. રચનાકારની યોગ્યતા:- બીજી વાત એ છે કે આગમ રચના કરનારા બહુશ્રુત શ્રમણ અને મૌલિક રચનાકાર ગણધર આવા ભ્રમિત, લોકોમાં પ્રચલિત, માંસ સૂચક, વનસ્પતિ શબ્દોના પ્રયોગ કરી ભ્રમ ફેલાવવાના કાર્યો કરે એ સંભવ જ નથી. અનેક ભાષા શબ્દોના પ્રકાંડ વિદ્વાન, વિશિષ્ટ અવધિજ્ઞાની, ૧૪ પૂર્વી ગણધર પ્રભુથી એવી રચના કરવાનું માનવું એ એક પ્રકારનો પરંપરાગ્રહ માત્ર છે પરંત તર્કસંગત અને આગમભાવ સંગત નથી. વાસ્તવમાં આવી ક્લિષ્ટ કલ્પનાઓની આવશ્યકતા નથી. કારણ કે અનેક પ્રહારો લિપિ કાળમાં આગમોમાં થયા છે એ નિઃસંદેહ છે. તેથી અનર્થકારી દૂષિત એવા પાઠોને રાખવાનો આગ્રહ કરવો જરા પણ આવશ્યક નથી. અઢારમો પ્રતિ પ્રાભૃત યુગમાં નક્ષત્ર યોગ ચંદ્ર સૂર્યની સાથે :- ૫ વર્ષનો એક યુગ થાય છે. આ યુગમાં ચંદ્રની સાથે પ્રત્યેક નક્ષત્ર ૬૭ વાર જોગ જોડે છે અર્થાત્ સાથે ચાલે છે અને સૂર્યની સાથે પાંચ વર્ષમાં પ્રત્યેક નક્ષત્ર ૫૫ વાર જોગ જોડે છે. તાત્પર્ય એ કે પાંચ વર્ષમાં ૬૭ નક્ષત્ર માસ હોય છે. એક નક્ષત્ર માસ ૨૮(અઠ્ઠાવીસે ય) નક્ષત્રનો ચંદ્રની સાથે એક–એક વાર યોગ જોડવાથી બને છે. માટે એમને ૬૭ નક્ષત્ર મહિનામાં ૬૭ વાર ચંદ્રની સાથે યોગ કરવાનો અવસર મળે છે અને સૂર્યની સાથે એક નક્ષત્રનો એક વર્ષમાં એક વાર યોગ કરવાનો સંયોગ હોય છે. માટે પાંચ વર્ષમાં બધા નક્ષત્રોનો પાંચ-પાંચ વાર સૂર્ય સાથે યોગ થાય છે. ઓગણીસમો પ્રતિ પ્રાભૃત બાર મહિનાના લૌકિક નામ પણ છે અને લોકોત્તર નામ પણ છે. જે આ પ્રમાણે છે- લૌકિક નામ શ્રાવણ ભાદરવા આદિ છે. લોકોત્તરિક નામ શ્રાવણ આદિના ક્રમથી આ પ્રમાણે છે– (૧) અભિનંદન (૨) સુપ્રતિષ્ઠ (૩) વિજય (૪) પ્રીતિવર્ધન (૫) શ્રેયાંસ (૬) શિવ (૭) શિશિર (૮) હેમંત (૯) વસંત (૧૦) કુસુમસંભવ (૧૧) નિદાહ (૧૨) વનવિરોધી. વીસમો –એકવીસમો પ્રતિ પ્રાભૃત (૧) નક્ષત્ર સંવત્સર :- દરેક નક્ષત્ર વડે ચંદ્રની સાથે એકવાર યોગ જોડવાથી એક નક્ષત્ર માસ થાય છે. ૧૨ વાર જોડવાથી એક નક્ષત્ર સંવત્સર થાય છે. આ ૧૨ માસ અથવા ૧૨ વાર યોગની અપેક્ષા નક્ષત્ર સંવત્સર બાર પ્રકારના કહેલ છે. અન્ય અપેક્ષાએ નક્ષત્ર સંવત્સર ૧૨ વર્ષનો હોય છે. કારણકે બૃહસ્પતિ મહાગ્રહ એક એક નક્ષત્રની સાથે ક્રમશઃ યોગ કરતા કરતા ૧૨ વર્ષમાં ૨૮ નક્ષત્રોની સાથે યોગ પૂર્ણ કરે છે. (૨) યુગ સંવત્સર – યુગ પાંચ વર્ષનો હોય છે. શ્રાવણ આદિ મહિનાની અપેક્ષા એક વર્ષ ૧૨ મહિના અર્થાત્ ૨૪ પક્ષનું હોય છે. યુગનું પહેલું ચંદ્ર વર્ષ ૧૨ માસ – ૨૪ પક્ષોનું હોય છે. યુગનું બીજું ચંદ્ર વર્ષ પણ ૧૨ માસ – ૨૪ પક્ષોનું હોય છે. યુગનું ત્રીજું અભિવર્ધિત વર્ષ ૧૩ માસ – ૨૬ પક્ષનું હોય છે. યુગનું ચોથું ચંદ્ર વર્ષ ૧૨ માસ – ૨૪ પક્ષનું હોય છે. યુગનું પાંચમું અભિવર્ધિત વર્ષ ૧૩ માસ – ૨૬ પક્ષનું હોય છે. આ પ્રકારે પાંચ વર્ષનો યુગ ૬૨ માસ – ૧૨૪ પક્ષનો હોય છે. (૩) પ્રમાણ સંવત્સર:- સંવત્સરનું પ્રમાણ પાંચ પ્રકારથી કહેલ છે. અર્થાત્ પરિમાણ, કાળમાપની અપેક્ષા પાંચ પ્રકારના સંવત્સર હોય છે. તે આ પ્રમાણે છેક્રમ નામ માસ-દિવસ વર્ષ-દિવસ નક્ષત્ર સંવત્સર ૨૭.૩ ૩૨૭.૭૬ ચંદ્ર સંવત્સર ૨૯.૫ ૩૫૪.૨ ૩ ઋતુ સંવત્સર ૩૦ ૩૬૦ ૪ સૂર્ય સંવત્સર ૩૦.૫ ૩૬૬ ૫ અભિવર્ધિત ૩૧.૯૮ ૩૮૩.૭ બાવીસમો પ્રતિ પ્રાભૂત આ જંબૂદ્વીપમાં બે ચંદ્ર પ્રકાશ કરે છે બે સૂર્ય તપે છે, પદ નક્ષત્ર જોગ જોડે છે યથા બે અભિજિત યાવત્ બે ઉત્તરાષાઢા. ચંદ્ર સૂર્યની સાથે તેનો યોગ થવાનો સમય બીજા પ્રતિ પ્રાભૃતમાં કહ્યો છે. તેથી ત્યાં જુઓ. નક્ષત્રોનો સીમા વિખંભ :- પોત-પોતાના મંડલના ૧,૦૯,૮૦૦ ભાગ કરવામાં આવે તો એ ભાગોમાંથી નીચેના ભાગ પ્રમાણ નક્ષત્રોનો યોગ જોડવાનો પોતાનો ક્ષેત્ર(સીમા વિખંભ) હોય છે. યથા નામ નક્ષત્ર સંo સીમા વિખંભ કુલ યોગ ૧ | અભિજિત | ૨ | x ૬૩૦ | ૧,૨૬). ૨ | શતભિષક આદિ ૬ | ૧૨ [૪] ૧૦૦૫ | ૧૨,૦૬૦ ૩ શ્રવણ આદિ ૧૫ | ૩૦ | x ૨૦૧૦ | ૬૦,૩00 ૪ ઉત્તરાભાદ્રપદ આદિ ૬ ૧૨ x ૩૦૧૫ | ૩૬,૧૮૦

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305