Book Title: Kathasar
Author(s): Jain Yuth Foram
Publisher: Jain Yuth Foram

View full book text
Previous | Next

Page 280
________________ jain સંવત્સર યુગની આદિ સમાપ્તિ યોગઃ– ઉપસંહાર : જંબુદ્રીપમાં ૨ સૂર્ય ૨ ચંદ્ર અને બધા નક્ષત્ર પણ બે—બે છે. જ્યારે એક સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર ગતિ કરતા હોય છે ત્યારે બીજા સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર પણ એ જ સીધમાં પ્રતિપક્ષ દિશામાં ગતિ કરતા થકા પ્રતિપક્ષ ક્ષેત્રને પ્રકાશિત અને આતાપિત કરે છે. જ્યારે એક ચંદ્ર જે નક્ષત્રની સાથે યુક્ત હોય છે ત્યારે બીજો ચંદ્ર પણ એજ નામવાળા બીજા નક્ષત્રથી યોગ યુક્ત હોય છે. એ જ રીતે બન્ને સૂર્ય પણ સદશ નક્ષત્રથી યોગ યુક્ત હોય છે. આ પ્રકારે બન્ને સૂર્ય, ચંદ્ર યથાક્રમથી ગ્રહ, નક્ષત્રના યોગથી યુક્ત થતા રહે છે. આ દસમા પ્રાભૂતનો ૨૨ મો પ્રતિપ્રામૃત પૂર્ણ થયો. અગિયારમો પ્રાભૃત ક્રમ સંવત્સર યુગની આદિ સમાપ્તિ યુગનો પ્રારંભ ૧ પ્રથમ ચંદ્ર સંવત્સરની સમાપ્તિ બીજા ચંદ્ર સંવત્સરની આદિ બીજા ચંદ્ર સંવત્સરની સમાપ્તિ ત્રીજા અભિ. સંવત્સરની આદિ | ચંદ્ર યોગ મુહૂર્ત અભિજિત– પ્રથમ સમય ઉત્તરાષાઢા– ૨૬ +(બાકી) ઉત્તરાષાઢા– ૨૬ + ૨ ૩ ૪ ૫ પૂર્વાષાઢા– ૭ + (બાકી) | પૂર્વાષાઢા− ૭ + ઉત્તરાષાઢા– ૧૩ + (બાકી) E ૭ ८ ઉત્તરાષાઢા- ૧૩+ ઉત્તરાષાઢા- ૪૦ + (બાકી) ઉત્તરાષાઢા– ૪૦+ ઉત્તરાષાઢા– ચરમ સમય ત્રીજા અભિ. સંવ. સમાપ્તિ | ચોથા ચંદ્ર સંવત્સરની આદિ ચોથા ચંદ્ર સંવત્સરની સમાપ્તિ પાંચમા અભિ.સંવ. આદિ ૧૦ પાંચમા અભિ. સંવ. સમાપ્તિ સૂચના :– ચાર્ટમાં અભિ. ઊ અભિવર્ધિત, સંવ. ઊ સંવત્સર. + જાઝેરુ નોંધ :– સમાપ્તિમાં જે મુહૂર્ત સંખ્યા છે એટલા મુહૂર્ત એ નક્ષત્રના અવશેષ રહેતા એના પૂર્વના સમયમાં જતા એ નક્ષત્ર, ચંદ્ર—સૂર્યની સાથે યોગ કરતાં વર્ષની સમાપ્તિ કરે છે. માટે આ ચાર્ટમાં આપવામાં આવેલી સંખ્યા મુહૂર્ત વિશેષ સંખ્યા છે. એના પૂર્વ સમયમાં સમાપ્તિ અને એ નિર્દિષ્ટ સમયમાં નક્ષત્રના રહેતાં આગળના સંવત્સરની શરૂઆત થાય છે. અર્થાત્ સમાપ્તિમાં નક્ષત્રનો અવશેષ સમય કહ્યો છે. એટલા માટે એ સમય આગલા વર્ષનો પ્રારંભ યોગ છે. 279 આ પ્રકારે યુગની સમાપ્તિના સમયે ચંદ્રની સાથે ઉત્તરાષાઢા નક્ષત્રનો અંતિમ સમય હોય છે અને યુગ પ્રારંભમાં અભિજિતનો પ્રથમ સમય હોય છે. જ્યારે યુગની સમાપ્તિમાં સૂર્યની સાથે પુષ્ય નક્ષત્રના રહેવાનું ૨૧+ મુહૂર્ત અવશેષ રહી જાય છે અને નવા યુગનો પ્રારંભ ઉક્ત અવશેષ સમયના પ્રથમ સમયથી થાય છે. બારમો પ્રાભૃત ૧ સંવત્સરોના કાળમાન – સંવત્સર ૫ પ્રકારના હોય છે. યથા– (૧) નક્ષત્ર (૨) ચંદ્ર (૩) ૠતુ (૪) સૂર્ય (૫) અભિવર્ધિત. એના દિવસ અને મુહૂર્ત સંખ્યા આ પ્રકારે હોય છે. સંવત્સર માદિન વર્ષદિન માસના મુહૂર્ત વર્ષના મુહૂર્ત ૨૭ ૩૨૭ ૮૧૯ ૯૮૩૨ ૨૯ ૩૫૪ ૮૮૫ ૧૦૬૨૫ ૩૦ 390 ૯૦૦ ૧૦૮૦૦ ૩૦ ૩૬૬ ૯૧૫ ૧૦૯૮૦ અભિવર્ધિત | ૩૧ ૩૮૩ ૯૫૯ ૧૧૫૧૧ કુલ ૫૩૭૪૯ મુહૂર્ત નોંધ :– આ જે યોગ બતાવવામાં આવ્યા છે તેને આગળના ચાર્ટમાં ‘નો યુગ’ (કાંઈક ન્યૂન) કાલ કહેવામાં આવ્યો છે. યુગના કાલમાન : ૨ ૩ ૪ ૫ નક્ષત્ર ચંદ્ર સૂર્ય યોગ મુહૂર્ત પુષ્ય-૨૧ + પુનર્વસુ– ૧૬ + (બાકી) પુનર્વસુ– ૧૬ + | પુનર્વસુ– ૪૨+ (બાકી) પુનર્વસુ– ૪૨ + પુનર્વસુ– ૨ + (બાકી) પુનર્વસુ– ૨ + પુનર્વસુ– ૨૯ + (બાકી) પુનર્વસુ– ૨૯ + પુષ્ય–૨૧ + (બાકી) ત સૂર્ય કથાસાર ૧૭૯૧ દિવસ. બાસઠીયા ભાગ ३४०३८०० દિન મુહૂર્ત ૧૮૩૦ ૫૪૯૦૦ એક યુગમાં નો યુગમાં યુગ પ્રાપ્ત થવામાં ૧૭૯૧ ૫૩૭૪૯ ૩૮ ૧૧૫૦ નોંધ – નો યુગ ઊ યુગમાં કંઈક ન્યૂન. ઉક્ત દિવસ અને મુહૂર્ત સંખ્યા નક્ષત્ર સૂર્ય ચંદ્ર, ઋતુ અને અભિવર્ધિત એ પાંચે સંવત્સરોના દિવસોના અને મુહૂર્તોના યોગ, નો યુગની અપેક્ષા છે. સંવત્સરના પ્રારંભ અને અંતની સમાનતા :– (૧) સૂર્ય ચંદ્ર સંવત્સરના ક્રમશઃ ૩૦ અને ૩૧ સંવત્સર વીતવાથી સમાનતા થાય છે. (૨) સૂર્ય સંવત્સરના ૬૦, ૠતુ સંવત્સરના ૬૧, ચંદ્ર સંવત્સરના ૬૨, નક્ષત્ર સંવત્સરના ૬૭ વર્ષ વીતવાથી ચારેય સંવત્સરોની સમાનતા થાય છે અર્થાત્ અંત સમાન હોય છે અને આગળનો પ્રારંભ પણ સાથે થાય છે.

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305